અંદાજીત રૂ.3 કરોડથી વધુના હીરા વેચવા લઈ જઈ ગાયબ થયેલા હીરાદલાલની ધરપકડ


– કાપોદ્રાના હીરા કારખાનેદાર પાસેથી રૂ.10.28 લાખના હીરા વેચવા લઈ જઈ દલાલે પરત નહીં કરતા ફરિયાદ નોંધાવી હતી

સુરત, : સુરતના કાપોદ્રા ગાયત્રીનગરના હીરા કારખાનેદાર પાસેથી રૂ.10.28 લાખના હીરા વેચવા લઈ જઈ પરત નહીં કરી ગાયબ થઈ ગયેલા દલાલની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે. દલાલ મહિધરપુરા અને વરાછા હીરાબજારમાંથી અંદાજીત ત્રણ કરોડથી વધુના હીરા વેચવા લઈ જઈ ગાયબ થયો હતો અને તેના પિતાએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદના ગઢડાના કાપરડી ગામના વતની અને હાલ સુરતમાં મોટા વરાછા વિક્ટોરીયા પેલેસ મકાન નં.704 માં રહેતા 45 વર્ષીય મુકેશભાઇ બચુભાઇ કુવાડીયા કાપોદ્રા લંબે હનુમાન રોડ ગાયત્રીનગર ખાતા નં.271 માં ભાગીદારીમાં હીરાનું કારખાનું ધરાવે છે. તેમને ત્યાંથી છેલ્લા એક વર્ષથી હીરા દલાલ સંદિપ કિસ્મતભાઇ ભાતિયા ( ઉ.વ.24, રહે.મકાન નં.85, ગ્રાઉન્ડ ફલોર, જીલપાર્ક સોસાયટી વિભાગ 1, આંબાતલાવડી, કતારગામ, સુરત ) હીરા વેચવા લઈ જતો હતો અને તેનું પેમેન્ટ સમયસર કરતો હતો.દરમિયાન, સંદિપ ગત 9 મી ના રોજ મુકેશભાઈના કારખાનામાંથી રૂ.10,27,810 ની કિંમતના હીરા વેચવા લઈ ગયો હતો. મુકેશભાઈએ બે દિવસ બાદ તેને ફોન કરી હીરા અંગે પૂછતાં તેણે જણાવ્યું હતું કે મેં જે વેપારીને બતાવ્યા તેને ચાલે તેમ નથી, હજુ બે ત્રણ વેપારીને બતાવવા પડશે, અઠવાડીયાની રાહ જોવી પડશે.

મુકેશભાઈએ બે દિવસ બાદ ફરી તેને ફોન કર્યો તો તેનો ફોન બંધ હતો. અવારનવાર ફોન કરતા ફોન સતત બંધ આવતા તેના ઘરે જઈ તપાસ કરી તો પરિવારજનોએ તે ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો છે તેમ જણાવી તેના ગુમ થયાની ફરિયાદ પિતાએ પોલીસમાં નોંધાવી છે તેમ કહ્યું હતું. મુકેશભાઈએ પોતાની રીતે તપાસ કર્યા બાદ ગતરોજ સંદિપ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં રૂ.10.28 લાખના હીરાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોબાઈલ લોકેશનના આધારે આજરોજ તેને ઝડપી લીધો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ દલાલ સંદિપ મહિધરપુરા અને વરાછા હીરાબજારમાંથી અંદાજીત ત્રણ કરોડથી વધુના હીરા વેચવા લઈ જઈ ગાયબ થયો હતો. જોકે, મહિધરપુરાના કારખાનેદારો પાસે પૂરતા પુરાવા ન હોય તેમની ફરિયાદ નોંધાઈ નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s