GST દરમાં ફેરફારને કારણે ટેક્સટાઇલનું એક્સપોર્ટ વધી શકે છે

-એરજેટ, વોટરજેટ અને રેપીયર
જેવી આધુનિક મશીનરીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં રોકાણ થયું છે

        સુરત

જીએસટીના
દરમાં જાન્યુઆરી
2022થી ફેરફાર થઈ રહ્યો છે અને ટેક્ષ્ટાઈલ માટે એકસમાન દરને કારણે ફાયદા અને
નુકશાનની ચર્ચાઓ પણ ઉપડી છે. જોકે
, વિવિંગ ઇન્ડસ્ટ્રીઝને
એનાથી કશો મોટો ફરક પડતો નથી. પણ એક્સપોર્ટર્સને
7 ટકાનો
સીધો ફરક પડતાં નિકાસ કામકાજમાં વધારો થઇ શકે છે
.

પાછલાં
થોડા વર્ષોમાં એરજેટ
, વોટરજેટ અને રેપીયર જેવી આધુનિક મશીનરીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં રોકાણ
થયું છે અને એક્સપોર્ટ માટેની ક્વોલિટીઓ પણ આજ મશીનરી પર બનતી હોવાને કારણે
,
ડયૂટીમાં ફેરફારનો ફાયદો એક્સપોર્ટર્સ માટે એક મોટી તક બની શકે છે.

એક્સપોર્ટર્સ
માટે અત્યાર સુધી
3-4 ટકાના માર્જીનથી વેપાર કરવાનું થોડુંક અઘરું હતું. પરંતુ હવે સીધો 7 ટકાનો ફરક પડયો હોવાથી, એક્સપોર્ટના કામકાજને પણ
ઉત્તેજન મળશે. અને આવનારા દિવસોમાં નિકાસ કામકાજોમાં ગતિ આવી શકે છે એમ ટેક્સટાઇલ
ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.

ટેક્સટાઇલ
માટે જીએસટીના દર
5 ટકાથી વધારીને 12 ટકા કરવાનો જીએસટી કાઉન્સિલનો
નિર્ણય સામે વિવિગ ઉદ્યોગમાંથી તો
, કોઈ વિરોધ ઉઠયો નથી.તો,
ઘરઆંગણે આમજનતા માટે ફેબ્રિક હવે મોંઘું થવાનું છે, એવી ભીતિ પણ જોકે અસ્થાને નથી.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s