સુરત: એમ્બ્રોઇડરી મટીરીયલ્સના વેપારીના આપઘાતના પ્રયાસની ઘટનામાં ફાઇનાન્સરની ધરપકડ


– વ્યાજે લીધેલા રૂ.3 લાખ સામે રૂ.13 લાખ ચૂકવી દીધા હતા છતાં ફાઈનાન્સર વધુ પૈસાની માંગણી કરી ધમકી આપતા હોય યુવાન વેપારીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો

સુરત,તા.22 ઓક્ટોબર 2021,શુક્રવાર

ઉધનામાં એમ્બ્રોઈડરી મટીરીયલ્સનો વેપાર કરતા રાજસ્થાની વેપારીના આપઘાતના પ્રયાસની ઘટનામાં ડિંડોલી પોલીસે ફાઇનાન્સરની ધરપકડ કરી છે. યુવાન વેપારીએ વ્યાજે લીધેલા રૂ.3 લાખ સામે રૂ.13 લાખ ચૂકવી દીધા હતા છતાં ફાઈનાન્સર વધુ પૈસાની માંગણી કરી ધમકી આપતા સ્યુસાઈડ નોટ લખી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના શિરોહીના ગોયલી ગામના વતની અને સુરતમાં પત્ની હેતલબેન, બે પુત્રો સૂર્યવીર ( ઉ.વ.9 ) અને પ્રતિપાલ ( ઉ.વ.7 ) સાથે ડિંડોલી દેલાડવા રોડ વિનાયક એન્કલેવ એફ/404 માં રહેતા સુમેરસિંહ મંગળસિંઘ દેવલ ઉધના નવજીવન મોટર્સ પાસે ભાડાની દુકાનમાં એમ્બ્રોઈડરી મટીરીયલ્સનો વેપાર કરે છે. ગત 18મી ના રોજ સુમેરસિંહે પત્ની અને બે બાળકોની ગેરહાજરીમાં દવા પી ને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.સુમેરસિંહે અઠવાડિયા અગાઉ જ હેતલબેનને જણાવ્યું હતું કે તેણે સોસાયટીમા રહેતા મનોજભાઇ સોનીના ઓળખીતા અર્જુનસિંઘ પાસેથી આશરે દોઢેક વર્ષ પહેલા ધંધા માટે રૂ.3 લાખ વ્યાજે લીધા બાદ તેની સામે રૂ.12-13 લાખ ચૂકવી દીધા હતા છતાં અર્જુનસિંઘ વધુ રૂ.50 હજાર અને તેના વ્યાજની છેલ્લા છ મહીનાથી ઉઘરાણી કરતો હતો.

રસ્તામાં મળતા માર મારી પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ તેણે આપી હતી. એટલું જ નહીં સુમેરસિંહની સોસાયટીમાં બી બિલ્ડીંગમાં રહેતો રાહુલ પણ ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આથી સુમેરસિંહે સ્યુસાઈડ નોટ લખીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેણે લખેલી સ્યુસાઈડ નોટ ડોક્ટરને સારવાર દરમ્યાન તેણે પહેરેલા કપડાના ખિસ્સામાંથી મળતા પોતાની પાસે રાખી હતી અને સુમેરસિંહની પત્નીને નહીં આપી તપાસ માટે આવેલી પોલીસને આપી હતી. ડિંડોલી પોલીસે સ્યુસાઈડ નોટના આધારે એક મહિના અગાઉ અર્જુનસિંઘ અને રાહુલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ડિંડોલી પોલીસે ગતરોજ ફાઇનાન્સર અર્જુનસિંગ વગતસિંગ ચૌહાણ ( ઉ.વ.38, રહે. 473, ક્રુષ્ણા પાર્ક, આસપાસ મંદીરની સામે, ગોડાદરા, સુરત. મુળ રહે.રાજસ્થાન ) ની ધરપકડ કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s