સુરતની રહેણાંક સોસાયટીમાં બે નળ જોડાણ પૈકી એક કાપી નાંખવા ઝુંબેશ થશે


કેટલીક
સોસાયટીમાં કાયદેસર અને ગેરકાયદે બન્ને જોડાણ હોવાથી આગળની સોસાયટીમાં પુરતા દબાણથી
પાણી પહોંચતું જ નથી

સુરત,

સુરત મ્યુનિ. તંત્ર  એક જ સોસાયટીમાં પાણીના બે જોડાણ હશે તેમાઁથી એક
જોડાણ કાપવાની ઝુંબેશ આવીતકાલથી શરૃ કરશે. ઝોન અને વિભાગ વચ્ચે સંકલન ન હોવાથી એક જ
સોસાયટીમાં બે જોડાણ છે જેના કારણે પાણીના પ્રેશરની સમસ્યા આવી રહી છે.  સ્થાયી સમિતિમાં આજે ફરિયાદ બાદ ઝુંબેશ ચલાવવા નિર્ણય
લેવાયો છે.

<

p class=”12News” style=”text-align:justify;”>સુરત મ્યુનિ. તંત્રએ નલ સે જલ યોજના
કરીને લોકોના ગેરકાયદે જોડાણ કાયદેસર કરવા માટેનું અભિયાન કર્યું હતું. આ અભિયાન હેઠળ
સુરત મ્યુનિ.ના અનેક  સોસાયટીમાં નળ જોડાણ કાયદેસર
કરવામા આવ્યા છે. પરંતુ આ અભિયાન બાદ સુરતના કેટલાક વિસ્તારમાં ઓછા દબાણે પાણી મળતું
હોવાની ફરિયાદમાં વધારો થયો છે. આજે સ્થાયી સમિતિમાં આ ફરિયાદ સાથે એવું કહેવામાં આવ્યું
હતુ ંકે, ગેરકાયદેસર અને કાયદેસર બન્ને નળ જોડાણ હોવાથી આ સોસાયટીની આગળની સોસાયટીમાં
પાણીના ઓછા પ્રેશરની ફરિયાદ છે. જેના કારણે ગેરકાયદે જોડાણ કટ કરી દેવામા આવે. આ રીતની
કામગીરી કરવામાં આવે તો ઓછા પ્રેશરની સમસ્યાનો નિકાલ આવી શકે છે. આ ફરિયાદ બાદ સ્થાયી
સમિતિએ તાત્કાલિક આવતીકાલથી જે સોસાયટીઓમાં ગેરકાયદે અને કાયદેસર બન્ને નળ જોડાણ છે
તેમાંથી ગેરકાયદે નળ જોડાણ કાપવાની ઝુંબેશ શરૃ કરવા માટે સુચના આપી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s