સુરતના ગાર્ડન, પાર્ટીપ્લોટ, કોમ્યુનિટી હોલ પીપીપી ધોરણે આપવા કવાયત


પાર્ટીપ્લોટ મોડીરાત સુધી ભાડે
આપીને આવક ઉભી કરાશેઃ કોવિડ ટેસ્ટીંગ માટે બે લાખ કીટ તાત્કાલિક ખરીદવા નિર્ણય

સુરત,

સુરત મ્યુનિ. તંત્ર કેન્દ્ર સરકારના
રસ્તે જઈને પાલિકાના એક પછી એક પ્રોજેક્ટને પીપીપી ધોરણે આપવા માટે આયોજન કરી રહી છે.
ગાર્ડન અને પાર્ટી પ્લોટ-કોમ્યુનીટી હોલ પીપીપી ધોરણે આપવા માટે પાલિકા તંત્ર આયોજન
કરી રહ્યું છે. તે માટે આગામી દિવસોમાં નીતિ બનાવાશે. જ્યારે હાલમાં કોરોના કેસ ઘટયા
છે છતા બે લાખ ટેસ્ટીંગ કીટ તાત્કાલિક ખરીદવા સ્થાયી સમિતિએ નિર્ણય કર્યો છે.

આજે સ્થાયી સમિતિમાં 10 હજાર ચો.મી.થી
મોટા ગાર્ડનને મેઈન્ટેનન્સની કામગીરીની દરખાસ્ત આવી હતી. વિવિધ પાંચ ગાર્ડન માટેની
દરખાસ્ત મુલતવી રખાઇ છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે, કેટલીક કંપનીઓ
ગાર્ડન પીપીપી ધોરણે લેવા તૈયાર છે તેથી પીપીપી ધોરણે આપવા નીતિ બનાવાશે. તેથી દરખાસ્ત
મુલતવી રખાઇ છે.  શહેરમાં મોટા 28 ગાર્ડન છે
તેમાંથી કેટલાક ગાર્ડને પીપીપી ધોરણે લેવા માટે કેટલીક સંસ્થાઓ આગળ આવી છે.

આ ઉપરાંત કતારગામ ખાતેના પાર્ટી
પ્લોટને પાર્કિંગ સહિત ભાડે આપવાની દરખાસ્ત પણ મુલતવી રખાઇ હતી. ગાર્ડનની જેમ પાર્ટી
 પ્લોટ, કોમ્યુનિટી હોલ પણ પીપીપી ધોરણે આપવા
નીતિ બનાવાશે. પાર્ટી પ્લોટમાં રાતે મોડે સુધી તેના ઉપયોગની મંજુરી આપી આવક ઉભી કરવા
આયોજન છે. સ્થાયી સમિતિનું વલણ જોતા સુરતમાં એક બાદ એક પ્રોજેક્ટ પીપીપી ધોરણે આપી
દેવાય તેવી ચર્ચા છે.

<

p class=”12News” style=”text-align:justify;”>બીજી તરફ હાલમાં કોરોનાના કેસ ઓછા
થયા છે પણ મ્યુનિ. બે લાખ ટેસ્ટિંગ કીટ તાત્કાલિક ખરીદવા નિર્ણય કર્યો છે. જ્યારે અન્ય
ત્રણ લાખ કીટ જરુર પડે તો તે ખરીદવા મ્યુનિ. કમિશ્નરને અધિકૃત કર્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s