સુરતથી ટેક્સટાઇલ ગુડ્સ લઇ રવાના થતી ટ્રકો પૈકી 25 ટકા બિહાર અને યુ.પી માટે

-રેલવેમાં પણ પચ્ચીસ ટ્રકોનો માલ રવાના થાય છે દિવાળીને
લીધે કાપડબજારમાં પાર્સલોનું કામકાજ વધ્યું
,
લગ્નસરાની ખરીદી પણ નીકળી

સુરત

બહારગામના
છૂટક વેપારીઓ તરફથી પુષ્કળ ઓર્ડર હોવાને કારણે ટેકસટાઇલ ગુડ્સનું ડિસ્પેચીગ સુરતથી
એકાએક વધી ગયું છે. સુરતથી રોજની
350 ટ્રકોમાં તથા રેલ્વે માર્ગે 25 ટ્રકોનો માલ રવાના
થઇ રહ્યો છે. આમાંનો
25 ટકા માલ માત્ર યુપી અને બિહાર માટે
હોય છે.

ઘણાં
સમય પછી વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સે તેજીનો માહોલ જોવાયો છે. ડાઇગ-પ્રોસેસિંગ
એકમો નવેમ્બર મહિનો બંધ રહેવાના છે
,
એવી આ અંગાઉ થયેલી જાહેરાતનો આડકતરો લાભ ટેક્સટાઇલની સમગ્ર
ઇન્ડસ્ટ્રીઝને મળ્યો છે અને નવરાત્રી પહેલાથી માલનું ડિસ્પેચીગ સતત ચાલુ રહ્યું
છે. બહારગામથી રિટર્ન ગુડહ લઈને આવતી ટ્રકો પ્રમાણમાં ઓછી હોવાને કારણે ટ્રાન્સપોર્ટર્સે
ટ્રક ભાડાં પણ અંદાજે
20 ટકા વધારી દીધા છે.

અત્યારે
સૌથી વધુ કામકાજ યુપી અને બિહારની વિવિધ મંડીઓમાં છે. સુરતથી રવાના થતી ટ્રકોમાંથી
૨૫ ટકા માલ માત્ર આ બે રાજ્યો માટેનો હોય છે
,
એમ ટેકસટાઇલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ યુવરાજ દેશલેને કહ્યું
હતું. નવરાત્રી પહેલા રોજની
400થી વધુ ટ્રકો ટેક્સટાઇલ્સ
ગુડસ લઈને સુરતથી રવાના થતી હતી. અત્યારે સાઉથમાં અને મહારાષ્ટ્રમાં કામકાજ ધીમા
પડયાં છે. તેને કારણે કામકાજ ઓછું છે. જોકે
, ટ્રકો પુરતી ન
હોવાથી રેલવેમાં ૨૫ ટ્રકો જેટલો માલ રવાના કરાઇ રહ્યો છે.

દિવાળી
પહેલાં કાપડ બજારમાં ભારે તેજી આવી હોવાને કારણે તેનો લાભ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે
સીધી અને આડકતરી રીતે સંકળાયેલાં વિવિધ ઉદ્યોગો અને ક્ષેત્રોને મળ્યો છે. વેપારીઓએ
તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને તૈયાર કરાવેલો ફિનિશ્ડનો સ્ટોક પણ સંતોષજનક રીતે
ખાલી કરી શક્યાં છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s