શેરબજારમાં દેવું થતા ટ્રેડરે NEFTથી પેમેન્ટનો બોગસ મેસેજ બતાવી રૂ. 2.70 લાખ સેરવ્યા

– દેવું ભરપાઇ કરવા સિટીલાઇટની શોપમાં ગ્રાહકના સ્વાંગમાં બે મોંઘા ફોન ખરીદી ખેલ કરનાર મૂળ અમરેલીનો નિકુંજ ભાલાળા ઝડપાયો

સુરત
શહેરના સિટીલાઇટ રોડની હર્ષ એન્ટરપ્રાઇઝીસ નામની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયાએ એનઇએફટીથી પેમેન્ટ ચુકવવાનું કહી બે મોબાઇલ ફોન મળી રૂ. રૂ. 2.70 લાખની ખરીદી કરી પેમેન્ટ નહીં ચુકવી વિશ્વાસઘાત કર્યો હતો. જો કે એસઓજીએ શેરબજારમાં ખોટ જતા દેવું થઇ જવાથી ઠગાઇ કરનાર શેર ટ્રેડરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
શહેરના સિટીલાઇટ રોડ સ્થિત ભગવતી આશિષ કોમ્પ્લેક્ષમાં આવેલી હર્ષ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાંથી અઠવાડિયા અગાઉ નિકુંજ બી. ભાલાળા નામની વ્યક્તિએ બે મોબાઇલ ફોન અને ચાર્જર એડેપ્ટર મળી કુલ રૂ. 2.70 લાખની ખરીદી કરી હતી. પેમેન્ટ ચુકવવા માટે દુકાનદાર આદર્શ રાજેન્દ્ર કાસટ (ઉ.વ. 29 રહે. 33, અગ્નિ બંગ્લોઝ, સારોલી) નો બેંક એકાઉન્ટ નંબર અને મોબાઇલ ફોન લઇ પેમેન્ટ એનઇએફટીથી કર્યુ છે તેવો મેસેજ બતાવ્યો હતો. પરંતુ પેમેન્ટ જમા થયું ન હતું. જેથી દુકાનદારે નિકુંજની બેંકમાં જઇ તપાસ કરતા સર્વર ડાઉન છે, 48 કલાકમાં પેમેન્ટ જમા થઇ જશે એવું જણાવતા નિકુંજે સિક્યુરીટી પેટે ચેક આપી ભાગી ગયો હતો. પરંતુ નિકુંજના એકાઉન્ટમાં બેલેન્સ ન હતી.

જેથી દુકાનદારે ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાવતા એસઓજીએ બાતમીના આધારે ઠગ નિકુંજ બાબુભાઇ ભાલાળા (ઉ.વ. 32 રહે. 94, સાંઇ આશિષ સોસાયટી, પરવટ પાટીયા તથા 205, અમી ઝરણા એપાર્ટમેન્ટ, દહીંસર, મુંબઇ-ઇસ્ટ, મહારાષ્ટ્ર અને મૂળ. ખાલપર, તા. સાવરકુંડલા, જિ. અમરેલી) ને ઝડપી પાડી રૂ. 1.16 લાખનો એક મોબાઇલ કબ્જે લીધો છે. ઉલ્લેખનીય છે કે શેર ટ્રેડીંગનું કામ કરતા નિકુંજને શેરબજારમાં ખોટ ગઇ હતી. જેથી દેવું ભરપાઇ કરવા ઠગાઇના રવાડે ચઢયો છે અને તેણે મુંબઇમાં પણ છેતરપિંડી કર્યાનું બહાર આવ્યું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s