વિદ્યાર્થિની વાળ તોડીને ખાતી હતી, પેટમાંથી 500 ગ્રામ ગુચ્છો નીકળ્યો


– માનસિક અસ્વસ્થ તરૃણીને વાળ ખાવાની કુટેવ

– ધો-11ની વિદ્યાર્થિનીના
જઠરમાં વાળનો જથ્થો એકત્ર થઇ જતા ખોરાક ઓછો થઇ ગયો હતોઃ નવી સિવિલ હોસ્પિટલમાં
સર્જરી કરાઇ

        સુરત :

 ઘોડદોડ રોડની માનસિક તકલીફ ધરાવતી ધોરણ 11ની વિદ્યાર્થીની વાળ
તોડી ખાયા કરતી હતી. જેથી તેના પેટમાંથી નવી સિવિલના સર્જરીના ડોકટરની ટીમે સફળ
ઓપરેશન કરી
500 
ગ્રામ વાળનો ગુચ્છો બહાર કાઢયો હતો.

પ્રાપ્ત
વિગત મુજબ ઘોડદોડ રોડ પર રહેતી આને ધોરણ
11 આર્ટસ માં અભ્યાસ કરતી 16વર્ષીય વિદ્યાર્થીની લાંબા
સમયથી માનસિક તકલીફ હોવાથી છેલ્લા ઘણા સમયથી પોતાના માથાના વાળ તોડીને ખાયા કરતી
હતી. જેથી તેનું ખાવાનુ ઓછુ થઇ ગયુ હતુ તેમજ વજન ઘટવા લાગ્યુ હતુ. આવી તકલીફ ને
લીધે તે સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાં તેને સોનોગ્રાફી
કરાવતા જઠરમાં વાળનો ગુચ્છો દેખાયો હતો. તેની માતા ઘરકામ કરીને પરિવારનુ ગુજરાન
ચલાવે છે. તેમની પાસે  સર્જરી કરાવવાના
પૈસા ન હોવાથી તેના પરિવારજનો મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. ગઈ તા.
11મીએ તેને પરિવારના સભ્યો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં
લાવ્યા હતા.

 તા. 13મીએ  નવી સિવિલ સર્જરી વિભાગના વડા
ડા. નિમેષ વર્માના માર્ગદર્શન હેઠળ ડો.દેવેન્દ્ર ચૌધરી ડો.અમિત
, ડો.ધર્મેશ સહિતના ડોક્ટરોની ટીમે બે કલાક સુધી જહેમત ઉઠાવી  સફળ સર્જરી કરી હતી. અને તેના પેટમાં 7 થી 8 સેન્ટીમીટર કાપ મૂકીને જઠરમાં ફસાયેલો વાળનો
ગુચ્છો બહાર કાઢયો હતો.  અંદાજિત
500 ગ્રામ વાળનો ગુચ્છો હતો. 
વાળનો  ગુચ્છો બહાર નીકળતા તેની
તકલીફમાં ઘટાડો અને તબિયતમાં સુધારો આવતા આજે તેને રજા આપવામાં આવી હતી. તેને
માનસિક તકલીફ દુર થાય તે માટે પણ ડોકટરે દવા શરૃ કરી છે.

 

અગાઉ પણ એક
કિલોગ્રામ વાળ ખાઇ ગઇ હતી

<

p class=”12News0″>તરૃણીને
માનસિક તકલીફ હોવાથી ચાર વર્ષ પહેલા પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં સર્જરી કરીને અંદાજીત
એક કિલો વાળનો ગુચ્છો બહાર કાઢ્યો હતો. એવુ તેના પરિવારના સભ્યોએ સિવિલના ડોકટરને
કહ્યુ હતુ. માનસિક તકલીફ ધરાવતા એક હજારમાંથી પાંચને વાળ તોડીને ખાવાની આદત હોય
છે.  એક વખત ઓપરેશન કર્યા બાદ બીજી વખત
વાળનો ગુચ્છો થાય એવુ રેર કેસમાં બને  છે.
પ્રથમ વખતે  સર્જરી  બાદ માનસિક તકલીફની દવા લીધી ન હોય તેવી શક્યતા
છે એમ ડો. ધર્મેશે ચૌહાણે કહ્યુ હતુ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s