સેટિંગ કરી 15 શિક્ષકોને કાયમી કરવાનો ભાજપ શાસકોનો ઠરાવ ગળે ભેરવાયો


સુમન સ્કુલ માટે શિક્ષકોની ભરતીની
નીતિ બનાવી તેમાં સતત પાંચ વર્ષ શિક્ષકની નોકરી હોવી જોઈએ જે પંદર શિક્ષકોની નથીે

        સુરત,

સુરત મ્યુનિ.ના ભાજપ શાસકોએ તમામ
નિયમોને નેવે મુકીને સેટીંગ કરીને ધારાસભ્યના માનીતા 15 શિક્ષકોને સુમન સ્કુલમાં કાયમી
શિક્ષક તરીકે નિમણુંકને ઠરાવ કર્યો હતો. પરંતુ આ અંગે વિવાદ થતાં શાસકોએ સામાન્ય સભાના
ઠરાવમાં મોટો ફેરફાર કર્યો છે. સ્થાયી સમિતિ અને સામાન્ય સભાના ઠરાવમાં મોટો તફાવત
હોવાથી ભાજપના સેટીંગવાળા 15 શિક્ષકોને નિમણુંક મળી શકે તેમ નથી.

સુમન સ્કુલમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ
બગડે તેવા બહાના હેઠળ ભાજપ શાસકોએ સેટીંગ કરીને 50થી વધુ પ્રવાસી શિક્ષકોમાંથી માત્ર
15શિક્ષકોને જ નિયમ અને લાયકાત વિરૃધ્ધ કાયમી કરાતા વિવાદ થયો હતો. સ્થાયી સમિતિએ પાછલા
બારણે 15 શિક્ષકોને કાયમી કરવા દરખાસ્ત કરતા ભારે વિરોધ થયો હતો. સામાન્ય સભામાં વિરોધ
પક્ષનું વલણ આક્રમક રહ્યું હતું પણ દરખાસ્ત પર વિરોધ નહી નોંધાવતા તે સર્વાનુમતે મંજુર
થઇ ગઇ હતી.

બીજી તરફ નિમણૂંકથી વંચિત શિક્ષકોએ
કોર્ટમાં ધા નાંખવા તૈયારી કરી છે. જેથી કાનૂની ગુંચ આવી શકે છે. તા.27 સપ્ટેમ્બરે
સામાન્ય સભામાં વધારાના કામ તરીકે 15 શિક્ષકોને કાયમી કરવા દરખાસ્ત રજૂ થઇ હતી. તે
અંતર્ગત સરકારની ગાઇડલાઇન મુજબ લાયકાત અનુસાર શિક્ષકોને કાયમી નિમણૂંક આપવા નિર્ણય
થયો હતો. જોકે, સરકારની ગાઇડલાઇન મુજબ સતત પાંચ વર્ષ પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવી
હોય તેને જ કાયમી કરી શકાય છે. ભાજપ શાસકોએ જે 15 શિક્ષકોને કાયમી કરવા નિર્ણય કર્યો
છે તેઓ આ લાયકાત ધરાવતા નથી તેથી તેમને નિમણૂંક આપી શકાશે નહી.  આમ  કાનુની
કામગીરીથી બચવા માટે શાસકો હવે નીચી મુંડીએ શિક્ષકોની નિમણુંકમાં યુ-ટર્ન લઇ લેશે.

નિમણૂંક માટે રૃા.12 થી 15 લાખનો વહેવાર
થયાનો આક્ષેપ, હવે પરત અપાશે ?

        સુરત,

15 શિક્ષકોને કાયમી કરવા માટે
રૃા.12થી 15 લાખનો વહેવાર કરાયાનો આક્ષેપ નિમણૂંક નહી પામનારા શિક્ષકોએ કર્યો હતો.
જ્યારે કોંગ્રેસના માજી કોર્પોરેટરોએ જે શિક્ષકોને નિમણુંક આપી છે તેમના લિંબાયતના
ધારાસભ્ય સંગીતા પાટીલ સાથેના ફોટા વાઈરલ કરીને નિમણુંકમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ
કર્યો હતો.

<

p class=”12News” style=”text-align:justify;”>હવે નિયમ મુજબ આ 15  શિક્ષકોને નિમણુંક મળી શકે તેમ નથી તો શું પૈસા  પાછા મળશે? કે પછી તેમના પાંચ વર્ષ પુરા થાય ત્યારે
કાયમી નિમણુંકનો વાયદો કરી પૈસા જમા રખાશે ? તે ચર્ચા મ્યુનિ. કેમ્પસમાં ચાલી રહી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s