બાયો ડીઝલ પંપની લાલચ આપી રૂ. 15 લાખ પડાવનાર ટોળકીનો એક ઝડપાયો


– માય ઓવન ઇકો એનર્જી પ્રા. લીના એરીયા મેનેજેરની અમદાવાદથી ધરપકડઃ યુવાન પાસે એડવાન્સ પેટે રકમ પડાવી લીધી હતી

સુરત
પાલનપુર પાટીયાના યુવાનને માય ઓવન ઇકો એર્નજી પ્રા. લિ. કંપનીનો બાયો ડિઝલ પંપ અપાવવાની લાલચ આપી રોકાણના નામે રૂ. 15.03 લાખ પડાવી લઇ વિશ્વાસઘાત કરનાર કંપનીના તત્કાલીન એરીયા મેનેજરની ધરપકડ કરી છે. જયારે કંપનીના ડિરેક્ટર સહિત ચાર જણા હજી ભાગતા ફરે છે.
પાલનપુર પાટીયા સ્થિત રંગ અવધૂત સોસાયટીમાં રહેતા આનંદ ધીરજ પટેલ (ઉ.વ. 28) એ નવેમ્બર 2016માં બાયો ડીઝલ પંપ અંગેની વર્તમાન પત્રમાં જાહેરાત જોઇ મહારાષ્ટ્ર-મુંબઇના પ્રભાદેવી સ્થિત એની બેસન્ટ રોડ રોડના મધુહંસ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતી માય ઓવન ઇકો એર્નજી પ્રા. લિ. કંપનીનો ટેલિફોનીક સંર્પક કર્યો હતો.

ત્યાર બાદ કંપનીના ડિરેક્ટર સંતોષ વર્મા, ઉપરાંત સ્ટાફના અન્ય સંજય શ્રીવાસ્તવ, ગૌરાંગ ચોકસી, પરાગ કામત અને રીપલ ગાંધી વિગેરે આનંદને મળવા સુરત આવ્યા હતા અને બાયો ડિઝલ પંપ અંગેની વાતચીત કરી હતી. સંતોષ અને તેમની ટીમે પંપ ચાલુ કરાવવા એડવાન્સ પેટે રૂ. 15 લાખ ચુકવ્યા હતા. પરંતુ પંપ શરૂ નહીં થતા ચાર મહિના અગાઉ રાંદેર પોલીસમા ફરીયાદ નોંધાવી હતી. જે અંતર્ગત પોલીસે માય ઓવન ઇકો એર્નજી પ્રા. લિ. ના એરીયા મેનેજર ગૌરાંગ લક્ષ્મણ ચોકસી (ઉ.વ. 41 રહે. જય એપાર્ટમેન્ટ, સેટેલાઇટ, અમદાવાદ) ની ધરપકડ કરી છે. હાલમાં જ્વેલરને ત્યાં સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s