ફાઇનાન્સ કું. ની પર્સનલ લોનના નામે લોકોના લાખો પડાવનાર સેલ્સ એક્ઝીક્યુટીવ ઝબ્બે


ડાજણની બજાજ ફાઇનાન્સના અજય ધાંધલ એફી. ડી ના ઇન્ટરેસ્ટ રેટનો બોગસ લેટર બતાવતો અને એફ.ડીની રકમ તફડાવી લેતો હતો

સુરત
બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી પર્સનલ લોન અપાવવાના બહાને ગ્રાહકોને કંપનીના ફીક્સ ડિપોઝીટ ઇન્ટરેસ્ટ રેટ વાળો બોગસ લેટર બતાવી ડિપોઝીટી પેટે ગ્રાહકો પાસેથી ગુગલ પે, ચેક અને રોકડેથી રકમ મેળવી લાખ્ખો રૂપિયાની ઠગાઇ કરનાર સેલ્સ એક્ઝીક્યુટીવની અડાજણ પોલીસે ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
અડાજણ એલ.પી. સવાણી રોડ સ્થિત યુનિવર્સલ બિઝનેશ સેન્ટરમાં આવેલી બજાજ ફાઇનાન્સ કંપનીના સેલ્સ એક્ઝીક્યુટીવ અજય દેવજી ધાંધલ (રહે. ઘર નં. 1370, ગાયત્રી નગર, છાપરાભાઠા રોડ, ભરથાણા-કોસાડ રોડ) એ ગ્રાહકોને પર્સનલ લોનની પ્રોસેસ કરતી વેળા ફીક્સ ડિપોઝીટ ઇન્ટરેસ્ટ રેટનો બોગસ લેટર બતાવી લોન લેનાર ગ્રાહકને ફીક્સ ડિપોઝીટ પેટે ચૌક્કસ રકમ ભરપાઇ કરવાનું કહી 24થી વધુ લોકો પાસેથી લાખ્ખો રૂપિયા પડાવ્યા હતા. અજયે સિધ્ધાર્થ યશવંત ઠેસીયાને રૂ. 3 લાખની પર્સનલ લોનની લાલચ આપી રૂ. 25 હજાર ગુગલ પે થી પોતાના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.

જયારે અન્ય ગ્રાહકોને રૂ. 3 લાખ અને રૂ. 4.50 લાખની પર્સનલ લોન અપાવવા બહાને તેમની પાસેથી પણ ફીક્સ ડિપોઝીટ પેટે લાખ્ખો રૂપિયા પડાવ્યા હતા. જેને પગલે ફાઇનાન્સ કંપની દ્વારા અજયને નોકરીમાંથી હાંકી કાઢવાની સાથે ત્રણ મહિના અગાઉ નોંધાવેલી ફરીયાદ અંતર્ગત અડાજણ પોલીસે તેની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સુરતથી ભાગીને વતન અમરેલીના બાબરા ખાતે ગયો હતો અને ત્યાં વાડીમાં જ રહેતો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s