સુરત: સાતમા પગાર પંચ સહિતના 20 પડતર પ્રશ્નોના મુદ્દે એસટી કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું

સુરત,તા.20 ઓક્ટોબર 2021,બુધવાર

મોંઘવારી, સાતમા પગાર પંચનો અમલ સહિત પડતર પ્રશ્નોના મુદ્દે એસટી ડેપો-વર્કશોપ ખાતે આજે બપોરે કર્મચારીઓએ દેખાવો કર્યા હતાં. પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો, રાત્રે 12 વાગ્યાથી ઓપરેશન બંધ કરીને ચક્કાજામની ચીમકી આપવામાં આવી છે.

પડતર પ્રશ્નોના નિકાલની માંગણી કરીને સમગ્ર ગુજરાતના રાજ્ય પરિવહન નિગમના કર્મચારીઓ આંદોલન કરી રહ્યાં છે. નિગમના માન્ય ત્રણેય સંગઠનોએ લેખિત તથા મૌખિક રજુઆતો નિગમ કક્ષાએ તથા સરકારમાં કરવા છતાં આજદિન સુધી તે પ્રશ્નોનો કોઈ જ નિકાલ આવ્યું નથી, એમ યુનિયનના સૂત્રોએ કહ્યું હતું.

નિગમના ત્રણેય માન્ય સંગઠનોની બનેલ સંકલન સમિતિની તા.26મી ઓગષ્ટના રોજની મીટીંગમાં સર્વાનુમતે લીધેલ નિર્ણય મુજબ કર્મચારીઓના લાંબા સમયના પડતર પ્રશ્નોના મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર નિગમના એમડીને સુપ્રત કરવામાં આવ્યું હતું.

નિગમમાં કંડકટરની કક્ષામાં પગારની વિસંગતતા દુર કરી તાત્કાલીક 7માં પગાર પંચમાં સંકલન સમિતિએ માંગેલ પે-સ્કેલનો અમલ કરી ચુકવણું કરવું. આ ઉપરાંત અન્ય બીજી પડતર માગણીઓના મુદ્દે એસટી કર્મચારીઓ વિરોધી આંદોલન કરી રહ્યાં છે, એમ એસટી કર્મચારી સંકલન સમિતિ સુરત વતી અનિલ કુમાર નિષાદે કહ્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s