સુરત: પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા પુણે અને ભગત કી કોઠી વચ્ચે સંપૂર્ણ રીઝર્વ્ડ ટ્રેન 22મીથી શરૂ થશે

સુરત,તા.20 ઓક્ટોબર 2021,બુધવાર

આગામી તહેવારોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા તથા સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસને તા. 22 ઓક્ટોબરથી પુણે-ભગત કી કોઠી (01249-50)વચ્ચે વિશેષ સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે. સુરત, વડોદરા, અમદાવાદના રહેવાસીઓને આ ટ્રેનનો લાભ મળશે.

ટ્રેન નં. 01249 પુણે-ભગત કી કોઠી સ્પેશિયલ વીકલી સ્પેશિયલ તા. 22 ઓક્ટોબરથી તા.19 નવેમ્બર, 2021 સુધી પુણેથી શુક્રવારે રાત્રે 20.10 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે રાત્રે 19.55 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે.

જ્યારે ટ્રેન નં. 01250 ભગત કી કોઠી-પુણે સ્પેશિયલ તા. 23 ઓક્ટોબરથી તા. 20 નવેમ્બર, 2021 સુધી શનિવારે રાત્રે 22.20 વાગ્યે ભગતની કોઠીથી રવાના થશે અને બીજા દિવસે રાત્રે 19.05 વાગ્યે પુણે પહોંચશે, એમ વડોદરા ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માએ કહ્યું હતું.

બંને દિશામાં આવતા-જતાં ટ્રેન લોનાવાલા, કલ્યાણ, વસઈ રોડ, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમલ, મોદ્રાન, જાલોર, મોકલસર, સમદદી અને લુની સ્ટેશનો ખાતે ઊભી રહેશે. ટ્રેનમાં સેકન્ડ એસી,થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સીટિંગ કોચ હશે. આ ટ્રેન સંપૂર્ણપણે અનામત રહેશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s