ઉત્તરાખંડમાં ફસાયેલા લોકો માટે સુરતમાં હેલ્પલાઇન, હજુ એકેય કોલ મળ્યો નથી


– ટુર, બસ ઓપરેટરો, આરટીઓમાંથી માહિતી મેળવાઇઃ સુરત જિલ્લામાંથી કોઇ નાગરિકો ફસાયાના અહેવાલ
નથીઃકલેકટર

      સુરત

ભારે
વરસાદના કારણે ઉતરાખંડની ચારધામની યાત્રા સ્થગિત કરવાના લેવાયેલ નિર્ણયને પગલે
દર્શનાથે ગયેલા સુરત જિલ્લાના યાત્રાળુઓમાંથી કોઇ બેઝ કેમ્પ પર કે ઘાટીમાં ફસાયુ
હોય તેવા નાગરિકો માટે સુરત જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ દ્વારા હેલ્પલાઇન શરૃ કરાઇ
છે. પરંતુ હજુ સુધી કોઇએ સંર્પક નહીં કરતા હાલ કોઇ ફસાયુ હોવાની પ્રાથમિક જાણકારી
સામે આવી નથી.

છેલ્લા ત્રણ
દિવસથી ઉતરાખંડમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. જેના કારણે યાત્રા સ્થગિત કરી દેવાઇ છે.
જેના કારણે ગુજરાતભરમાંથી દર્શનાથે ગયેલા ભાવિક ભકતોમાંથી કોઇ કેદારનાથ
, ગૌરી કુજ સહિત અન્ય યાત્રાધામો
કે પછી બેઝ કેમ્પ પર ફસાઇ ગયા છે. જેને લઇને સમ્રગ ગુજરાતમાં હેલ્પલાઇન સેવા શરૃ કરાઇ
છે. સુરત શહેરના યાત્રાળુઓ માટે પણ ડિઝાસ્ટર કંટ્રોલ રૃમમાં હેલ્પલાઇન શરૃ કરાઇ છે.
જેને લઇને જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા જણાવ્યુ હતુ કે અમોએ ટુર ઓપરેટર
, બસ ઓપરેટરો, સ્થાનિક ટ્રાવેલ્સ, આરટીઓ પાસેથી ચારધામની યાત્રાએ જનારાઓની વિગતો માંગી હતી. પરંતુ હજુ સુધી કોઇ
ફસાયુ હોવાની માહિતી ઉપલબ્ધ થઇ નથી. તેમજ ડિઝાસ્ટર કંટ્રોલ રૃમમાં જે નંબર આપવામાં
આવ્યો છે. તે નંબર પર પણ કોઇ ફસાયુ હોવાના ફોન આવ્યા નથી. તેમ છતા અમારી ટીમ સતત વોચ
રાખી રહી છે. સાથે જ ઉતરાખંડની ચારધામની યાત્રાએ પહોંચેલા નાગરિકોના પરિવારજનોને  હેલ્પલાઇન પર સંર્પક કરવા તાકીદ કરાઇ છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s