સુરત: ઘારી બનાવવા માટેની સામગ્રી સાથે માવાની દુકાનો પર લોકોની ભીડ

ઘારી બનાવવા માટે પતાસાનું બુરૃ, ચણાનો ગગરો લોટ, ઘી અને સુકા મેવાનું વેચાણ થઈ રહ્યું છે

સુરત, તા. 19 ઓક્ટોબર 2021 મંગળવાર 

સુરતના મીઠાઈ બજારમાં ઘારીની વધતી જતી કિંમત તથા ભેળસેળની બુમ બાદ હવે ઘરે ઘારી બનાવવાનો ક્રેઝ ફરીથી વધી રહ્યો છે. લોકો ઘારી ઘરે બનાવતાં થયાં હોવાથી સુરતના માવાની દુકાનોમાં ઘારી બનાવવા માટેનો માવો લેવા માટે લાઈન લાગી રહી છે. આ ઉપરાંત ઘારી બનાવવા માટેની તૈયાર સામગ્રી પણ લોકો લઈ રહ્યાં છે. લોકો ઘરે ઘારી બનાવતાં હોવાથી પોતાના ટેસ્ટ મુજબ મીઠાસ તથા ડ્રાયફ્રુટનો ઉપયોગ કરી રહ્યાં છે. લોકો ઘરે ઘારી બનાવતાં હોવા છતાં પણ સુરતમાં મીઠાઈની દુકાનો પર ઘારીનું વેચાણ ધુમ થઈ રહ્યું છે. 

સુરતમાં ઘણાં વર્ષોથી ચંદની પડવાની ઉજવણી ભારે ધામધુમથી કરવામાં આવે છે. સુરતમાં લોકો ચંદની પડવાની ઉજવણી એવી રીતે કરે છે કે આ દિવસે સુરત ડુમસ રોડ ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવે છે. વર્ષો પહેલાં મોટા ભાગના સુરતીઓના ઘરે ઘારી બનતી હતી પરંતુ છેલ્ ઘણાર્વર્ષોથી સુરતીઓ મીઠાઈની દુકાનેથી જ ઘારીની ખરીદી કરી રહ્યાં છે. હાલમાં મોંઘવારીના કારણે ઘારીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકોએ ફરીથી ઘરે ઘારી બનાવવાનું શરૃ કર્યું છે. 

મુળ સુરતી ગણાતી જ્ઞાતિઓના અનેક ઘરોમાં આજે પણ ઘરે જ ઘારી બને છે તેમાં હવે કેટલાક અન્ય લોકો પણ ઘરે ઘારી બનાવતાં થયાં છે. જેના કારણે આજે દિવસ દરમિયાન સુરતમાં ઘારી માટેના માવાનું વેચાણ કરતી દુકાનો સામે લોકોની ભીડ જોવા મળી હતી. લોકો માવો તો ખરીદી લે છે પરંતુ તેમાં ઘારી માટેનો અન્ય સામાન ખરીદવા માટે કરિયાણાની દુકાનો પર જાય છે. સુરતમાં કેટલાક કરિયાણાનું વેચાણ કરતાં વેપારીઓ ઘારી માટેની સામગ્રીનું વેચાણ કરે છે. 

અડાજણ હની પાર્ક રોડ પર દુકાન ધરાવતાં ભરતભાઈ કહે છે, અમારે ત્યાં લોકો માવાનું પ્રમાણ કહે છે તે પ્રમાણે અમે તેની સામગ્રી આપીએ છીએ. ગ્રાહકોને ઘારી બનાવતાં તો આવડે છે પરંતુ તેમાં નાખવામાં આવતી સામગ્રીનું પ્રમાણનું માપ ન હોવાથી અમે ચોક્કસ માપથી સામગ્રી આપીએ છીએ. ઘારી બનાવવા માટે અમે ચણાનો ગગરો લોટ, પતાસાનું બુરૃ ( સેકેલું), મેંદો, કેસર, ગ્રીન એલચી, પિશોરી પિસ્તી, બદામ સાથે ડેરીનું  શુધ્ધ ઘી પણ પ્રમાણસર આપીએ છીએ જેના કારણે લોકોને ઘરે ઘારી બનાવવામાં સરળતા રહે છે.

ઘારીની સામગ્રી ખરીદનાર રજનીકાંતભાઈ કહે છે, અમે દર વર્ષે ઘારી બજારમાંથી લાવતાં હતા પરંતુ હવે મોંઘવારી વધી રહી છે અને ઘરે ઘારી બનાવીએ તો ઘણી સસ્તી પડે છે. ઘરે ઘારી બનાવવામાં થોડી કળાકુટ રહે છે પરંતુ અમારા ઘરમાં વધુ લોકો હોવાથી ઘરે બનાવેલી ઘારીમાં અમે મરજી મુજબની સામગ્રી નાંખીએ છીએ અને સસ્તી પણ પડે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s