સુરતમાં માત્ર 24 કલાકમાં 20થી 43 વર્ષની ઉંમરના 10 વ્યક્તિનો આપઘાતબી.એસસીના વિદ્યાર્થીએ પરીક્ષાના ટેન્શનમાં તો એક માતાએ
સંતાનને ઓનલાઇન અભ્યાસમાં પડતી તકલીફથી તણાવમાં જીવન ટુંકાવ્યું

        સુરત :

સુરત
શહેરના વિવિધ પોલીસ સ્ટેશનનાં ચોપડે આપઘાતનાં બે-ત્રણ નહી પણ છેલ્લા
24 કલાકમાં 10-10 બનાવો નોંધાયો છે. આપઘાતના વધી રહેલા બનાવો ચિંતાનો વિષય બન્યા છે.

શહેરમાં
નોંધાયેલા આપઘાતના
10 બનાવોમાં જીવન ટુંકાવી લેનારાઓની ઉંમર 20થી 43 વર્ષ છે. જેમાં સાયન્સ કૉલેજના થર્ડ યરના એક વિદ્યાથીનો પણ સમાવેશ થાય
છે. તણાવ
, માનસિક બીમારી તેમજ નજીવી વાત પણ  કારણો તરીકે બહાર આવ્યા છે.

ડિંડોલીના 21 વર્ષના જીતેશ પાત્રેને પરીક્ષાનું ટેન્શન હતું

ડિંડોલી
નવાગામ શ્રીનાથ નગરમાં રહેતો અને પીટી સાયન્સ કોલેજમાં બીએસ.સી.ના ત્રીજા વર્ષમાં
અભ્યાસ કરતા
21 વર્ષના જીતેશ તારાચંદ પાત્રેએ ગત સાંજે ઘરમાં પંખા સાથે સાડી બાંધી ફાંસો
ખાઇ લીધો હતો. જીતેશે પરીક્ષાના ટેન્શનમાં આ પગલુ ભર્યુ હોવાની શક્યતા છે.

અડાજણના 31 વર્ષના ધીરેન્દ્ર વર્માને ખાવાનું પચતું
નહોતું

અડાજણ
હનીપાર્ક રોડ ગોવિંદનાથ ખાતે રહેતા
31 વર્ષીય ધીરેન્દ્ર કુમાર દયાપ્રસાદ વર્માએ ગઇકાલે રાત્રે ઘરમાં પંખા સાથે
દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. તેને ગત ડિસેમ્બર માસમાં કોરોના થયો હતો. ત્યારબાદ
તેને ખાવાનું પચતુ નહી હતુ અને ઉલ્ટી થતી હતી. આ તણાવમાં તેણે આ પગલુ ભર્યુ હતુ.

મોટાવરાછાના 33 વર્ષીય હેતલબેનના સંતાનને અભ્યાસમાં તકલીફ હતી

મોટા
વરાછા મહાદેવ ચોક પાસે કુદરત એપાર્ટમેન્ટમાં રહેતા
33 વર્ષીય હેતલબેન કાંતિભાઇ ભારોલીયાએ
ગઇકાલે પંખા સાથે દુપટ્ટો બાંધી ઘરે ફાંસો ખાઇ લીધો હતો. મૂળ ભાવનગરના ગારીયાધારના
વતની હેતલબેનને સંતાનમાં એક છોકરી અને એક ધોરણ પાંચમાં અભ્યાસ કરતો પુત્ર છે.
ઓનલાઇન અભ્યાસમાં પુત્રને તકલીફ પડતી હતી જેને કારણે હેતલબેન માનસિક તણાવમાં રહેતા
હોવાથી આ પગલુ ભર્યુ હોવાની શક્યતા છે. તેના પતિ હીરાની ઓફિસમાં કામ કરે છે.

અમરોલીના વિભાબેનની માનસિક બીમારીની દવા ચાલતી હતી

અમરોલીમાં
વિક્ટોરીયા હેરીટેજ એપાર્ટમેન્ટમાં રહેતા
43 વર્ષના વિભાબેન રાજેશભાઇ જીવાણીએ ગઇકાલે બપોરે ઘરે ઝેરી દવા પી લેતા
ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત થયુ હતુ. મૂળ ભાવનગરના ગારીયાધારના વતની
વિભાબેનની માનસિક બિમારીની દવા ચાલતી હતી. જેનાથી કંટાળીને પગલુ ભર્યુ હોવાની
શક્યતા છે. તેના પતિનું  કતારગામ જીઆઇડીસી
ખાતે એમ્બ્રોઇડરીનું ખાતુ છે.

ડિંડોલીની 20 વર્ષની શિવાની ઝડપથી ગુસ્સે થઇ જતી હતી

ડિંડોલી
સુમનધારા આવાસમાં રહેતી ૨૦ વર્ષીય શિવાની સંતોષભાઇ ટંડેલે ગઇ કાલે રાત્રે ઘરે પંખા
સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. તે ગુસ્સાવાળી સ્વભાવની હતી.

પુણા ગામમાં યુવાનને ફોનના વધુ ઉપયોગ અંગે ટકોર કરાતા માઠું
લાગ્યું

મૂળ
જુનાગઢના અને હાલ પુણાગામ રંગઅવધુત સોસાયટીમાં રહેતા અને હીરાના કામ સાથે
સંકળાયેલા ૨૦ વર્ષીય રમેશ માધાભાઇ કટારીયાએ ગઇકાલે સાંજે ઘરે ઝેરી દવા પી લેતા
સ્મીમેર હોસ્પિટલમાં ટૂંકી સારવાદ દરમિયાન મોત થયુ હતુ. રમેશ હીરાના કામ સાથે
બીએસએફમાં જવાની તૈયારી પણ કરતો હતો. તે મોબાઇલનો વધુ ઉપયોગ કરતો હોવાથી મોટા ભાઇએ
તેને બીએસએફની તૈયારીમાં ધ્યાન આપવાનું કહેતા માઠું લાગ્યું હતું.

યોગીચોકના રત્નકલાકારે ઝેરી દવા પીધી

સરથાણામાં
યોગીચોક ગોદાવરી પાર્ક સોસાયટીમાં રહેતા
38 વર્ષીય રત્નકલાકાર મયુર લક્ષ્મણભાઇ કાનપરીયાએ કોઇ કારણસર ગઇકાલે ઘરે ઝેરી
દવા પી લેતા ખાનગી હોસ્પિટલમાં મોત થયુ હતુ.

ધાગા-કટીંગ કરતા પંડોળના યુવાને ફાંસો ખાધો

ચોકબજાર
વિસ્તારમાં પંડોળ રહેમતનગર ખાતે રહેતા
35 વર્ષીય સુખરામ દેસરાજ નિષાદે ગઇકાલે સાંજે ઘરે પંખાના હૂક સાથે દોરી
બાંધી ફાંસો ખાઇ લીધો હતો. તે ધાગા કટીંગનું કામ કરતો હતો.

સચિનમાં બં સંતાનના પિતાએ જીવન ટુંકાવ્યું

સચિન જીઆઇડીસી
રોયલ પાર્ક સોસાયટી ખાતે રહેતી
27 વર્ષીય રેખાદેવી કરણે ઘરે છતની એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો.
તેને બે સંતાન છે અને પતિ મજુરી કામ કરે છે.

ઉનપાટીયાની 28 વર્ષની રીન્કુદેવીના પતિ મોડા આવતા રકઝક થઇ હતી

<

p class=”12News”>સચિન ઉન
પાટીયા ખાતે રહેતી
28 વર્ષીય રીન્કુદેવી મુકેશભાઇ ચમારે ગઇકાલે રાત્રે ઘરે એંગલ સાથે દોરી બાંધી
ફાંસો ખાઇ લીધો હતો. મજુરી કામ કરતો પતિ નોકરી પરથી મોડા આવતા આ બાબતે રકઝક થઇ હતી.
બાદમાં તેણે આ પગલુ ભર્યુ હતુ. તેને બે સંતાન છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s