વેચાણ વધારવા મોટી પેઢીઓએ ઉંચું વળતર આપતા નાનાં વેપારીઓની ચિંતા વધી

-100 કરોડથી વધુનું ટર્નઓવર કરતી પેઢીઓએ બહારગામના
વેપારીઓને
16 ટકા સુધી વળતરનું પ્રલોભન આપી રહી છે

સુરત,     

દિવાળીની
મુખ્ય સિઝન અને ત્યારબાદ લગ્નસરાની સિઝનની ખરીદી હાલમાં ચાલુ છે. ત્યારે કરોડોનું
ટર્નઓવર કરતી મોટી પેઢીઓએ માર્કેટિંગની નવી સ્કીમ બહારગામના વેપારીઓને લલચાવવા
માટે શરૃ કરતાં હોલસેલના નાનાં વેપારીઓને ચિંતા વધી છે.
14થી લઈને 300 પાર્સલો ખરીદનાર વેપારીને ખૂબ જ ઊંચાં વળતરની લાલચ આપવામાં આવી રહી છે.

સાડી અને
ડ્રેસ મટીરીયલમાં
4-5 ટકાથી વધુ નફો નથી ત્યારે સ્થાનિક જથ્થાબંધ મોટા વેપારીઓ બહારગામના વેપારીઓને
16 ટકા વળતરની લાલચ આપી રહ્યાં હોવાથી, ખરીદી હવે એક જગ્યાએથી થવાનો ડર વેપારીઓને છે. બહારગામનો છુટક વેપારી જુદા-જુદા
વેપારીઓ પાસેથી ખરીદી કરતો હોય છે. પરંતુ હવે લાલચને કારણે બીજા વેપારીઓ પાસેથી ખરીદી
કરવાનું બંધ કરી દેશે
, એમ મિલેનિયમ માર્કેટના એક વેપારીએ વાતચીતમાં
જણાવ્યું હતું.

મોટા
જથ્થાબંધ વેપારીઓની માર્કેટિંગની આ નવી સ્કીમ કાપડ બજારના વેપારને સીધી અસર કરશે.
વર્ષે દિવસે રુ.
100 કરોડથી વધુનું ટર્નઓવર કરતી બે-ત્રણ મોટી પેઢીઓએ આ નવી સ્કીમ અમલમાં મૂકી
છે. અત્યારે દિવાળીના સીઝન પહેલાં જે રીતે સ્કીમો મૂકવામાં આવી છે
, તે જોતાં ઘણાં વખત પહેલાંથી મોટી પેઢીઓએ સ્ટોક કરી રાખ્યો હોવાની આશંકા પણ
છે.

કાપડબજારના
વેપારીઓ ખૂબ જ પાતળે નફે વેપાર કરી રહ્યાં છે. જોકે છૂટક વેપારીઓનો નફો બેશક ખૂબ જ
મોટો હોય છે. જ્યારે જથ્થાબંધ વેપારીઓ
4-5 ટકાએ ધંધો કરતા હોય ત્યારે 16 ટકા સુધીની ઓફર કંઈ
રીતે શક્ય બને
? એવા પ્રશ્નો પણ ઉઠી રહ્યાં છે. 14 પાર્સલ બૂક કરાવનારને રુ 51 હજાર અને 300 પાર્સલ બુકિંગ કરાવનારને ફોરવ્હીલ આપવાની ઓફર મોટી પેઢીઓએ શરૃ કરી છે.

જોબચાર્જ અને રા-મટીરીયલમાં વધારા પછી પડતરમાં 20 ટકા
બોજો વધ્યો છે

<

p class=”12News”>વેચાણ
વધારવા માટે મોટી પેઢીઓએ માર્કેટિંગ સ્કીમ રજૂ કરી છે
, તેને કારણે નાના નાના
છૂટક વેપારીઓ અને કામકાજ સમેટી લેવાનો સમય આવશે એવી ચિંતા છે. નાનો વેપારી
જોબચાર્જ તથા તમામ પ્રકારના રા મટીરીયલમાં થયેલાં ભાવ વધારાને પડતર
20 ટકા સુધી વધી હોવાથી, ધંધો કેમ કરવો ? તેની મૂંઝવણમાં છે. ત્યારે માર્કેટિંગની નવી સ્કીમને કારણે સ્પર્ધામાં ટકી
જ નહીં શકશે એવી આશંકા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s