પ્રથમ મુલાકાતની સેલ્ફી વાયરલ કરવાની ધમકી આપી વરાછાની પરિણીતા સાથે વારંવાર દુષ્કર્મ

– મૂળ રાજસ્થાનનો યુવાન 21 વર્ષની પરિણીતાને પખવાડીયા અગાઉ ભગાવી પણ ગયો હતો

– કુટુંબીઓએ પાવાગઢ જતી વેળા ઝડપી લીધા હતા

સુરત, : સુરતના વરાછા વિસ્તારમાં રહેતી યુવાન પરિણીતાને પ્રથમ મુલાકાતની સેલ્ફી વાયરલ કરવાની ધમકી આપી દૂરના કાકાએ અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. દૂરનો કાકા હોવા છતાં તે પરિણીતાને પખવાડીયા અગાઉ ભગાવી પણ ગયો હતો. બંને ભાવનગરથી પાવાગઢ જતા હતા ત્યારે કુટુંબીઓએ ઝડપી લીધા બાદ પરિણીતાએ ગતરોજ આ અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાકાની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનની વતની અને સુરતમાં છેલ્લા દોઢ મહિનાથી વરાછા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 21 વર્ષીય મીતા ( નામ બદલ્યું છે ) ના લગ્ન ફેબ્રુઆરી 2020 માં વતનમાં થયા હતા. તેના કુટુંબી કાકા લક્ષ્મણ વાઘારામ રબારી ( રહે. ફ્લેટ નં.304, સત્યનારાયણ બિલ્ડીંગ, પ્રકાશભાઈ સંઘવીના મકાનમાં, કંસારા શેરીના નાકે, મહીધરપુરા, સુરત. મુળ રહે.જોલપુર, તા.રેવધર, જી.શિરોહી, રાજસ્થાન ) સાથે તેની મોબાઈલ ફોન પર અવારનવાર વાત થતી હતી. બીજા લોકડાઉનમાં મીતા પરિવાર સાથે વતન ગઈ હતી ત્યારે સુરતથી વતન આવેલા લક્ષ્મણે ગામના મંદિર પાસે મળવા બોલાવી ત્યાં સેલ્ફી લીધી હતી. લોકડાઉન પૂરું થતા મીતા સુરત પાછી ફરી હતી. દરમિયાન, ગત 16 સપ્ટેમ્બરના રોજ તે ઘરે એકલી હતી ત્યારે લક્ષ્મણ મળવા આવ્યો હતો અને પહેલી મુલાકાતની સેલ્ફી વાયરલ કરવાની ધમકી આપી બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો.

તે સમયે પણ લક્ષ્મણે કિસ કરતા ફોટા પાડી દીધા હતા. ત્યાર બાદ 17 દિવસ અગાઉ લક્ષ્મણે મીતાને ફોન કરી પાંચમીની રાત્રે ભાગી જવાનું કહ્યું હતું. જો મીતા નહીં આવે તો ફોટા વાયરલ કરવાણીયુ ધમકી આપતા મીતા ગભરાઈને તેની સાથે ભાગી હતી. તેઓ સુરતથી ટ્રેનમાં ચંદીગઢ ગયા હતા અને ત્યાં સ્ટેશન વિસ્તારના એક ગેસ્ટ હાઉસમાં ચાર દિવસ રોકાયા ત્યારે પણ લક્ષ્મણે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાંથી બસમાં દિલ્હી અને ત્યાંથી ટ્રેનમાં તેઓ વાયા રાજકોટ ભાવનગર પહોંચ્યા હતા. ત્યાં ગેસ્ટ હાઉસમાં લક્ષ્મણે ફરી શરીર સંબંધ બાંધ્યો હતો. બે દિવસ રોકાઈ તેઓ પાવાગઢ જવા હોટલમાંથી બહાર નીકળ્યા તે સાથે જ કુટુંબીઓએ તેમને ઝડપી લીધા હતા. ત્યાર બાદ તેમને સુરત લાવી ગતરોજ મીતાએ આ અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લક્ષ્મણની ધરપકડ કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s