પલસાણાના વરેલીની વિવાહ પેકેજીંગ ફેક્ટરીમાં ભિષણ આગ લાગતા બેના મોતઃ70ને ઇજા

 

પાંચ માળની બિલ્ડીંગમાં નીચે આગ લાગતા ઉપર રહેતા કામદારો ફસાયા ૧૦૦થી વધુને સુરત ફાયરની ટીમે હાઇડ્રોલીક સીડીથી રેથી રેસ્ક્યુ કર્યા

– ચોથા માળેથી દોરડું બાંધી ૭૦થી વધુ કામદારો નીચે ઉતરતા હાથ
છોલાયા:એક કામદારનું પટકાતા મોત તો એક કામદાર જીવતો ભૂંજાયો

– ગંભીર બેદરકારી બદલ વિવાહ પેકેજીંગના બે માલિક એવા મૂળ અમરેલી, બોટાદના
જનક જોગાણી
, શૈલેષ જાગણી અને મેનેજર દિનેશ વઘાસીયા વિરુધ્ધ
ગુનો નોંધાયો

બારડોલી, સોમવાર

સુરત
નજીક પલસાણા તાલુકાના વરેલી ગામે વિવાહ પેકેજીંગ ફેક્ટરીમાં મળસ્કે આગ લાગતાં બે કામદારના  મોત થયા હતા. જ્યારે ચાર માળના બિલ્ડીંગમાં અગાસી
ઉપર ફસાયેલા ૧૦૦થી વધુ કામદારોને સુરત ફાયર બ્રિગેડની ટીમે હાઇડ્રોલિક સીડીથી સલામત
રીતે રેસ્ક્યુ કર્યા હતા. ચોથા માળેથી દોરડું બાંધી નીચે ઉતરવા જતાં ૭૦થી વધુ કામદારોના
હાથમાં ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કર્યા છે. પોલીસે ફેક્ટરીના બે માલિક અને મેનેજર
વિરૃધ્ધ ગુનાહિત બેદરકારીમાં કામદારોના મોત નિપજવા અંગે ગુનો નોંધ્યો હતો.

વરેલી
ગામે  સાંઈ દર્શન સોસાયટી જવાના રોડ ઉપર
તુલસીપત્ર એમ્બ્રોઈડરી પાર્કમાં વિવાહ પેકેજીંગ ફેક્ટરી આવેલી છે. ચાર માળના
બિલ્ડીંગમાં ભોયતળિયામાં અને પ્રથમ માળે પ્લાસ્ટિકની બેગ તેમજ માસ્ક બનાવવામાં
આવતા હતા. ફેક્ટરીમાં ચોથા અને પાંચમાં માળે રૃમ બનાવેલી છે. જેમાં કામદારો રહેતા
હતા. ફેક્ટરીના માલિક જનક મધુભાઈ જોગાણી (ઉ.વ.૩૫
, હાલ રહે. મહાલક્ષ્મી સોસાયટી, યોગીચોક, વરાછા, સુરત. મુળ
રહે.ઢસા
, તા.ગઢડા, જિ.બોટાદ) અને શૈલેષ
વિનુભાઈ જાગણી (ઉ.વ.૩૧
, હાલ રહે. કવિતા રો હાઉસ, સરથાણા જકાતનાકા, સુરત, મૂળ
રહે.આસોદર
, તા.લાઠી, જી.અમરેલી) છે.
જ્યારે મેનેજર તરીકે દિનેશ નાથાભાઈ વઘાસીયા (ઉ.વ.૪૯
, રહે.
અંગના સોસાયટી
, સીમાડા રોડ, નાના વરાછા,
સુરત. મૂળ રહે. આસોદર, તા.લાઠી, જી.અમરેલી) નોકરી કરે છે. નિત્યક્રમ મુજબ ફેકટરીના માલિકો સાંજે
બિલ્ડીંગના મુખ્ય દરવાજાએ તાળું મારી દે છે. રવિવારે ફેક્ટરી બંધ હતી અને રાત્રે
તમામ કામદારો રૃમમાં અને ફેકટરીમાં ઉંઘતા હતા.

દરમિયાન
મળસ્કે ૪-૦૦ વાગ્યાના સુમારે ફેકટરીના નીચે અકસ્માતે અચાનક આગ ભભૂકી હતી.
જોતજોતામાં આગ વિકરાળ બનતા બિલ્ડીંગમાં ધુમાડાના ગોટેગોટા થઈ ગયા હતા. ઉંઘમાંથી
જાગી કામદારોએ જીવ બચાવવા દોડધામ કરી હતી. ઘણા કામદારો ચોથા માળેથી દોરડું પકડીને
નીચે ઉતર્યા હતા. આગની ઘટના અંગે સુરત મહાનગરપાલિકા ફાયર બ્રિગેડ
, બારડોલી અને નવસારીની
ફાયર બ્રિગેડની ૧૧થી વધુ વાહનો સાથેની ટીમ દોડી આવી હતી. સુરત ફાયર બ્રિગેડની ટીમે
હાઇડ્રોલિક સીડીની મદદથી અગાસી ઉપર ફસાયેલા ૧૦૦થી વધુ કામદારોને સલામત બચાવી નીચે
ઉતાર્યા હતા. જ્યારે ચોથા માળેથી દોરડું બાંધી દોરડું પકડી નીચે ઉતારવા જતા ૭૦થી
વધુ કામદારોના હાથ છોલાઈ જતાં ઈજા થઈ હતી. ૧૭ ઇજાગ્રસ્તોને ચલથાણ સંજીવની
હોસ્પિટલમાં અને ૫૪ને સુરત સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આગ ઉપર કાબુ મેળવી
ફાયરના જવાનો બિલ્ડીંગમાં જતા અર્ધ બળી ગયેલી અર્ધનગ્ન હાલતમાં મોહન ક્રીપાકાન્ત
અમેરી ઝા (ઉ.વ. ૩૮
, મૂળ રહે. કેતુકા, જી.દરભંગા,
બિહાર) ની લાશ બહાર કાઢી હતી. જ્યારે ચોથા માળેથી ઉતરતા પટકાયેલા
અબ્દુલ કાદિર અબ્દુલ સમદ ભરવલીયા (ઉ.વ.૨૩
, મૂળ રહે. કરહી,
જી. સિદ્ધાર્થનગર, ઉત્તર પ્રદેશ)ને ગંભીર ઈજા
થતાં તેનું મોત થયું હતુ. પોલીસે બંનેની લાશને પલસાણા સરકારી દવાખાને પીએમ કરાવ્યા
બાદ સંબંધીઓ વતન લઈ ગયા હતા. પોલીસે આગમાં બળી ગયેલા મોહન ઝાના ભાઈ બસંતકુમાર ઝાની
ફરિયાદ લઈ ફેક્ટરી માલિક જનક જોગણી
, શૈલેષ જાગણી અને મેનેજર
દિનેશ વઘાસીયા વિરૃધ્ધ ગંભીર પ્રકારની બેદરકારી દાખવી બે કામદારોના મોત નિપજાવવા
અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જીવ
બચાવવા એક કામદાર પાઈપથી અને બીજો ચેઇન પકડી નીચે ઉતર્યો

(પ્રતિનિધિ દ્વારા)       સુરત સોમવાર

સ્મીમેર
હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પેકેજીંગ યુનિટ માં 
રહેતો અને ત્યાં કામ કરતો ૨૦ વર્ષીય રવિન્દ્ર રાજભરે આગમાં જીવ બચાવવા પાંચમાં
માળેથીનીચે ઉતરવા માટે રસ્તો શોધતો હતો. પણ ધુમાડાના લીધે કંઇ દેખાતુ ન હોવાથી આખરે
લાંબી ચેઇન પકડીને નીચે ઉતરવા લાગ્યો હતો. બાદ પહેલા માળેથી તે નીચે કુદતા પતરા પર
પડયો હતો. જેમાં તેના હાથ – પગ માં ઇજા થઇ હતી. આ સાથે ૩૫ વર્ષીય મુસ્તુફા અન્સારીને
આગનાં  ધુમાડાના લીધે શ્વાસ લેવામાં તકલીફ અને
આંખમાં બળતરા થવા લાગી હતી જેથી પાંચમાં માળેથી પાઇપ પકડીને નીચે ઉતર્યો હતો.ઇજા થતા
તેને પણ સ્મીમેર ખસેડાયો હતો.

સ્મીમેર હોસ્પિટલમાં
કામદારોને સારવાર માટે અલગ વોર્ડમાં વ્યવસ્થા કરાઈ

(પ્રતિનિધિ દ્વારા)       સુરત સોમવાર

ભિષણ
આગમાં દાઝવા
, ઇજા  કે ગુંગળામણની અસર સહિતની
તકલીફ ધરાવતા ૭૧ જેટલાકામદારોને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં
૫૪ વ્યકિતને નાની મોટી તકલીફ થતા સારવાર માટે પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં
ખસેડાયા હતા. ત્યાં તંત્ર દ્વારા આ તમામને યોગ્ય સારવાર મળે અને વિવિધ ઓ.પી.ડીમાં
જવુ નહી  તે માટે તે  અલગ વ્યવસ્થા રૃપે તમામ દર્દીઓને એક ખાલી
વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. આ વોર્ડમાં સર્જરી
, મેડીસીન,
ઓર્થો, આંખ સહિતના વિભાગના ડોકટરો ત્યાં જઇને
દર્દીઓનું ચેક અપ કરતા હતા. જેમાં દાઝેલા બે
, ચાર ઇજા પામેલા
મળી કુલ ૬ જેટલા દર્દીઓને દાખલ કરાયા હતા અને તમામને ડિસ્ચાર્જ કર્યા હોવાનું  સ્મીમેરના અધિકારીએ કહ્યુ હતુ.

સાત ફાયર સ્ટેશનના
૧૨૫ જવાનો કામે લાગ્યા
, ૩ લાખ લીટર પાણી વપરાયુ

આગ
ઇમારતના બેઝમેન્ટથી લઇ ત્રીજા માળ સુધી પ્રસરી હતી.  ઘટના સ્થળે પાલિકાના ૧૬ ફાયર એન્જિન
, ૧ હાઇડ્રોલિક
પ્લેટફોર્મ
,૧ ટર્ન ટેબલ લેડર મળી કુલ ૭ ફાયર સ્ટેશન ના ૧૨૫
જેટલા ફાયર ના જવાનો આગ બુઝાવવાની કામગીરીમાં 
જોતરાયેલા હતા. જોકે ૫ કલાક સુધી જવાનો ભારે જહેમત ઉઠાવી હતી. ભીષણ આગને
કાબુમાં કરવા ૩ લાખ લીટર જેટલા પાણીનો ઉપયોગ થયો હતો.

હાઇડ્રોલિક
પ્લેટફોર્મ અને ટર્ન ટેબલ લેડરની મદદથી 125થી વધુ રેસ્ક્યું

તક્ષશિલા
બાદ પ્રથમ વખત સુરતમાં આ મોટી ઘટના બની હતી. પાંચમાં માળે અગાસીમાં ફસાયેલા ૧૨૫થી
વધુ લોકોને ફાયરજવાનોએ હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્ન ટેબલ લેડરની મદદથી
રેસ્ક્યું કરી  સહી સલામત ઉતાર્યા હતા.
જોકે તક્ષશિલા ઘટના વખતે ટર્ન ટેબલ લેડર અને હાઇડ્રોલિક પ્લેટફોર્મનો અભાવ
હતો.  આ સાધનોને કારણે ઘણા બધા જીવ
બચાવવામાં ફાયરજવાનોને સફળતા મળી હતી.

એક યુવક
જીવ બચાવવા ત્રીજા માળેથી કુદયો: જીવ બચી ગયો કમરમાં ઈજા

મૂળ
આસામના અને ૨ વર્ષ અગાઉ જ સિલાઈ ખાતામાં કામે લાગનાર અબ્દુલ્લા સમસુદીન શેખ પણ
આગના સમયે ત્યાં હાજર હતો. ૩૦ વર્ષીય અબ્દુલ્લા એ કહ્યું કે
, પહેલી વાર જીવનમાં આવી
દુર્ઘટના જોઈ છે. ૪ વાગ્યે અચાનક ધુમાડા જોતા અમે બધા જ ડરી ગયા હતા. આગની બુમરાણ
થઈ ગઈ હતી. નીચે જોયું તો વિકરાળ આગ લાગી હતી. મારી સાથે અન્ય કારીગરો પણ
હતા.  બધા જીવ બચાવવા ત્રીજા માળેથી નીચે
કૂદવાનું નક્કી કરી કૂદી રહ્યા હતા. જેથી 
મેં પણ કૂદકો મારી તો દીધો અને મારો જીવ પણ બચી ગયો પરંતુ કમરના ભાગે ઈજા
થઈ છે. હાલ ઉભા થવાતું કે બેસાતું નથી સુઈ રહેવું પડે છે. સ્થળ પર આવેલી ૧૦૮માં
મને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. અડધો કલાક બાદ વધુ લોકોને લવાયા હતા.
રર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s