આઠ દલાલ-વેપારીઓએ રૂ.3.66 કરોડનું ગ્રે કાપડ મંગાવી અલથાણના વેપારીને પેમેન્ટ કર્યું નહીં

– દલાલ અર્થ ઉર્ફે સાગર પટેલે સાત વેપારીઓ સાથે સંપર્ક કરાવ્યો હતો

– એક વેપારીએ પોતાનું નામ પણ ખોટું આપ્યું હતું

સુરત, : સુરતના ભાઠેના મિલેનિયમ ટેક્ષટાઈલ માર્કેટ 4 માં ગ્રે કાપડનો વેપાર કરતા અલથાણના વેપારીનો દલાલે સાત વેપારી સાથે સંપર્ક કરાવી રૂ.3.66 કરોડનું ગ્રે કાપડ ખરીદી પેમેન્ટ નહીં કરતા ઉધના પોલીસે તમામ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જૂનાગઢના ભેંસાણના ઉમરાડી ગામના વતની અને સુરતમાં અલથાણ કેનાલ રોડ ગ્રીન વિકટરી એ/1004 માં રહેતા 36 વર્ષીય અરવિંદભાઇ ઉર્ફે અતુલભાઇ ભગવાનભાઇ વઘાસીયા ભાઠેના મિલેનિયમ ટેક્ષટાઈલ માર્કેટ 4 માં ગ્રે કાપડનો વેપાર કરે છે. અલથાણ ભીમરાડ કોરલ હાઈટ્સ બી/307 માં રહેતા કાપડ દલાલ અર્થ ઉર્ફે સાગર મનુભાઇ પટેલ ( કાપડીયા ) ની સાથે તેમની મુલાકાત ડિસેમ્બર 2019 માં થઈ હતી. અર્થ ઉર્ફે સાગરે પોતાની પાસે સારા વેપારીઓ છે તેમ કહી થોડા દિવસોમાં અરવિંદભાઈની ઓળખાણ જુદાજુદા વેપારીઓ સાથે કરાવતા અરવિંદભાઈએ તેમની સાથે ગ્રે કાપડનો વેપાર શરૂ કર્યો હતો. તમામે શરૂઆતમાં સમયસર પેમેન્ટ કર્યું હતું. જોકે, તે પૈકી 7 વેપારીઓએ ફેબ્રુઆરી 2020 થી જાન્યુઆરી 2021 દરમિયાન ઉધારમાં ખરીદેલા રૂ.3,65,68,096 ની મત્તાના ગ્રે કાપડનું પેમેન્ટ કર્યું નહોતું.

આ અંગે જયારે અરવિંદભાઈએ તપાસ કરી તો એક વેપારી નિકુંજ પટેલે તેનું ખોટું નામ જણાવ્યું હતું. હકીકતમાં તેનું નામ મયુર હતું. આમ, છેતરપિંડીના ઇરાદે જ સંપર્ક કરી ગ્રે કાપડનો વેપાર શરૂ કરી શરૂઆતમાં સમયસર પેમેન્ટ કર્યા બાદ બાકી પેમેન્ટ રૂ.3.66 કરોડ નહીં ચુકવનાર ટોળકી વિરુદ્ધ અરવિંદભાઈએ ગતરોજ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીઆઈ વી.બી.દેસાઈ કરી રહ્યા છે.

કોના કોના વિરુદ્ધ ગુનો નોંધાયો

(1) દલાલ અર્થ ઉર્ફે સાગર મનુભાઇ પટેલ ( કાપડીયા )
(2) રામેન્દ્ર પ્રહલાદભાઇ પટેલ તે રૂદ્રાશ ફેશનના પ્રોપ્રાઇટર ( રહે. પ્લોટ નં.6/14, પહેલો માળ, ખટોદરા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, અરહિંત સેલ્સની સામે, ખટોદરા, સુરત તથા દુકાન નં.2128 બીજો માળ, શ્રી વણકર ટેક્ષટાઇલ માર્કેટ, રીંગરોડ, સુરત )
(3) મહેન્દ્ર કાંતિલાલ પટેલ તે રીયા ફેશનના પ્રોપ્રાઈટર ( રહે.પ્લોટ નં. સી/109, લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઅલ સોસાયટી, બી.આર.સી, ઉધના, સુરત. રહે. ઘર નં.3/2885, સી/12-એ, માલીની વાડી, પીપરડી શેરી, સલાબતપુરા, સુરત )
(4) તરંગ પટેલ તે રીયા ફેશનના કર્તાહર્તા
(5) ધર્મેન્દ્રકુમાર કનુભાઇ પટેલ તે સાંવરીયા ફેશનના પ્રોપ્રાઇટર ( રહે. ફ્લેટ નં.403, પ્રાઇમ પોઇન્ટ, બિલ્ડીંગ નં. એન, ગજાનંદ સંકુલની બાજુમાં, વડોદ, બમરોલી, સુરત તથા દુકાન નં.1042, કુબેરજી વર્લ્ડ, સારોલી, સુરત તથા 547 અવધ ટેક્ષટાઇલ માર્કેટ, સહારા દરવાજા, રીંગરોડ, સુરત )
(6) વિપુલકુમાર ઇશ્વરભાઇ પટેલ તે સાનિયા ફેશનના પ્રોપ્રાઇટર ( રહે. પ્લોટ નં.આઇ/10, લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, બી.આર.સી, ઉધના, સુરત )
(7) નીકુંજકુમાર ડાહ્યાલાલ પટેલ તે રેઇમ્બો ફેબ્રિકસના પ્રોપ્રાઇટર ( રહે. પ્લોટ નં.3/4, ખટોદરા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, ઇશીતા હાઉસની પાસે, સબજેલ, ખટોદરા, સુરત. રહે.બિલ્ડીંગ નં.6, પ્લોટ નં.14, સબજેલની પાછળ, ખટોદરા ઇન્ડસ્ટ્રીયલ કો.ઓ.સર્વીસ સોસાયટી લી., ખટોદરા, સુરત )
(8) મયુરભાઇ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s