સરદાર બ્રિજ પરથી કૂદેલી કામરેજની મહિલા દુકાને જવાનું કહી નીકળી હતી


ગૃહ
મંત્રીનાં કાફલો પસાર થતો હતો ત્યારે

– ખડસડની કલ્પના માકડીયા સાથે પતિનો બે
દિવસ પહેલા ટીવી ચાલુ રાખવા મુદ્દે ઝઘડો પણ થયો હતો
: બે
જોડીયા પુત્રી અને એક પુત્ર છે

        સુરત

 શનિવારે ગૃહ મંત્રીનો કાફલો પસાર થતો હતો ત્યારે
સરદાર બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને મોતને ભેટેલી અજાણી મહિલાની ઓળખ થઇ હતી. પતિ
સાથે રકઝક બાદ કામરેજમાં રહેતી મહિલા દુકાને જવાનું કહીને નીકળી હતી અને  અંતિમ પગલુ ભર્યુ હતુ.

ફાયર
સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ અઠવાગેટ તરફના સરદાર બ્રિજ પરથી શનિવારે સાંજે
30 થી 35 વર્ષની અજાણી મહિલાને તાપીમાં ઝંપલાવ્યું હતુ. તે સમયે બ્રિજ પરથી
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંધવીનો કાફલો પસાર થઇ રહ્યો હોવાથી તરત થોભીને મહિલાને
બચાવવા સુચના આપી હતી. તેમ છતાં પણ મહિલા બચી શકી ન હતી. સોશિયલ મીડિયામાં આ
ઘટનાનો વિડીયો વાયરલ થતા તેની ઓળખ થઇ હતી. તેનું નામ કલ્પના હસ્તીત માકડીયા (ઉ.વ.
40,
રહે.નવકાર પેલેસ, ખડસડ, તા.કામરેજ)
હોવાનું બહાર આવ્યુ હતુ.

તેના
પરિવારના સભ્યોએ કહ્યું કે
,
કલ્પના મૂળ રાજકોટના સોડવદર ગામની હતી. તેના લગ્ન ૧૦ વર્ષ પહેલા થયા
હતા. તેમને સંતાનમાં આઠ વર્ષની જોડીયા પુત્રી અને ચાર વર્ષનો છે. તેના પતિ
વરાછામાં હીરાનું કામ કરે છે. શનિવારે બપોરે પતિએ ઘરે ફોન કર્યો ત્યારે તેની
પુત્રીએ ફોન ઉપાડયો હતો. પુત્રીએ મમ્મી દુકાને જવાનું કહીને નીકળ્યા હોવાનું
જણાવતા થોડા સમય બાદ પતિએ ફરી ફોન કર્યો હતો. ત્યારે પણ કલ્પના ઘરે નહીં હોવાથી
પતિ કામેથી તરત ઘરે દોડી જઇ પરિવારજનોને જાણ કરી હતી. બાદમાં તેના પરિવારજનો
શોધખોળ કરતા ભાળ નહીં મળતા કામરેજ પોલીસને જાણ કરી હતી. પોલીસે કહ્યુ કે બે દિવસ
પહેલા તેના પતિ નોકરીએથી આવ્યા હતા. ત્યારે ઘરમાં ટી.વી ચાલુ હતુ. તેથી પતિએ  ટી.વી બંધ કરવા કહ્યુ હતુ. આ મુદે તેઓ વચ્ચે
રકઝક થઇ  હોવાથી આ પગલુ ભર્યું હોવાની
શકયતા છે. આ અંગે અડાજણ પોલીસે તપાસ હાથ ઘરી છે.

 – પરિવારજનો અંબાજી મંદિરે શોધવા ગયા ત્યારે
ખબરે પડી 

<

p class=”12News”>કલ્પનાએ
ગત સાંજે  રીક્ષાવાળા પાસે ફોન લઇને તેના
ભાઇ દિપકને ફોન કર્યો હતો અને કહ્યુ કે પુત્રીની તબિયત સારી ન હોવાથી દવા લેવા આવી
છુ. બાદમાં તે નંબર પર તેના ભાઇએ ફરી ફોન કર્યો 
ત્યારે રીક્ષાવાળાએ કહ્યુ કે તે બહેન અંબાજી મંદિર પાસે ઉતરી ગયા હતા. તેથી
પરિવારજનો તેને શોધવા માટે સાંજે મંદિરે ગયા હતા. ત્યારે  પણ નહીં મળતા ફરી રાતે મંદિરે ગયા હતા. ત્યારે
ત્યાં બેઠેલા કેટલાક યુવાનોએ મહિલા નદીમાં કુદી હોવાનો વિડીયો બતાવ્યો હતો. તેથી
તેના પરિવારજનો સિવિલ પહોંચ્યા હતા. અને 
પોસ્ટમોર્ટમ રૃમમાં તેનો મૃતદેહ જોઇને ચોકી ગયા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s