નર્મદ યુનિ.ની પ્રવેશ પ્રક્રિયામાં માંડ અડધા જ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

– બી.કોમ, બીએસસી,
બીબીએ અને બીસીએની કુલ 56101 બેઠકમાંથી 29844 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો

   સુરત

વીર
નર્મદ યુનિવર્સિટી દ્વારા મોડે મોડે શરૃ થયેલી પ્રથમ વર્ષમાં ઓનલાઇન પ્રવેશ
પ્રકિયામાં બી.કોમ
,
બીબીએ, બીએસસી, બીસીએ
મળીને કુલ
29844 વિદ્યાર્થીએ પ્રવેશ મેેળવી લીધો છે. જો કે
હજુ સુધી અડધા જ
53 ટકા વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો છે.

ધો.૧૨ના
પરિણામ જાહેર થયા બાદ જુલાઇથી શરૃ થયેલી ઓનલાઇન પ્રવેશ પ્રકિયાની ગાડી ધીરે ધીરે
પાટા પર આવી રહી છે. પણ હજુ સુધી પ્રથમ વર્ષ બી.કોમ
, બીએસસી, બીબીએ તેમજ
બીસીએ મળીને કુલ
56101 બેઠકમાંથી 29844
વિદ્યાર્થીએ મનગમતી કોલેજમાં પ્રવેશ લીધો છે. આમ હજુ સુધી ૫૩ ટકા જ વિદ્યાર્થીએ
કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે. જેને લઇને નર્મદ યુનિવર્સિટીના સુત્રો જણાવે છે કે
સત્તાધીશો જ એ નક્કી કરી શકતા ન હતા કે સેન્ટ્રલાઇઝેશન પ્રકિયા કરવી કે
ડિસેન્ટ્રલાઇઝેશન કરવી
? પહેલા સેન્ટ્રલાઇઝેશન એટલે કે નર્મદ
યુનિવર્સિટી દ્વારા ફાળવવાનું નક્કી કરાયુ હતુ. ત્યારબાદ ડિસેન્ટ્રલાઇઝેશન નક્કી
કરાયું છે. અને હાલ કોલેજો દ્વારા મેરિટ મુજબ વિદ્યાર્થીઓને બોલાવીને પ્રવેશ
ફાળવવામાં આવી રહ્યો છે. કોલેજો દ્વારા ગત વર્ષે ફાળવેલા પ્રવેશમાં મોડુ થયુ હતુ.
અને આખી સિસ્ટમ ફારસરૃપ સાબિત થઇ હતી. તેમ છતા આ વર્ષે પણ કોલેજોને પ્રવેશ ફાળવાતા
આજે તેનું પરિણામ જોવા મળી રહ્યુ છે. અને દિવાળી નજીક આવી હોવા છતાં હજુ સુધી અડધા
જ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

આંકડાકીય
માહિતી

ફેકલ્ટી કુલ બેઠક મેળવેલ
પ્રવેશ

બી.કોમ          32966      17343

બી.એસ.સી       12550      5571

બી.સી.એ        6460       4109

બી.બી.એ        4125       2821

કુલ              65101      29844

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s