ઓક્સફર્ડ યુનિ.માં સુરતના વિદ્યાર્થીની એન્ટ્રી


અમેરિકન યુનિ.માં 8 એવોર્ડ મેળવનાર મૂળ ગારિયાધારના વાવડીનો પ્રિયાંશ ગુજરાતી ધો.9 સુધી ભણવામાં ઠોઠ હતો

સુરત

ઓક્સફર્ડ
યુનિવર્સિટીમાં પ્રવેશ એ જ મોટી સિદ્ધી સમાન ગણાય છે. ત્યારે સુરતના એક વિદ્યાર્થીએ
આ સિદ્ધી પ્રાપ્ત કરી છે. તેને અમેરીકામાં તેના 
રિસર્ચના આધારે ઓક્સફોર્ડ યુનિવસટીમાં સીધો પીએચ.ડી.માં પ્રવેશ મળ્યો છે.

<

p class=”12News0″>મૂળ
સૌરાષ્ટ્રનાં ગારિયાધારના વાવડી ગામના વતની અને હાલ સુરતમાં વરાછા રોડ પર વિઠ્ઠલ
નગર સોસાયટીમાં રહેતા ધનસુખભાઇ ગુજરાતીના ૨૧ વર્ષના પુત્ર પ્રિયાંશે ધો.૧ થી ૭
સુધી પી.પી.સવાણી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. બાદમાં આગળના અભ્યાસ માટે બેંગ્લોર
ગયો હતો. ધો.૧૨ સુધી બેંગલોરમાં સ્ટડી કર્યા બાદ અમેરિકાની ટાઉસન યુનિવસટીમાં કેમેસ્ટ્રીમાં
બેચલર ડિગ્રી મેળવી. હતી. તેના રિસર્ચને આઠ એવોર્ડ પણ મળ્યા હતા. તેના ત્રણ લેખ
અમેરિકાનાં જનરલમાં પ્રસિદ્ધ થયા હતા. તેના અમેરિકાના રિસર્ચનાં આધારે જ તેને
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સીધો પ્રવેશ મળ્યો હતો. તેને ઓર્ગેનિક કેેમેસ્ટ્રીમાં
પીએચ.ડી. માટે એડમીશન મળ્યુ છે. પ્રિયાંશના પિતા ધનસુખભાઇના જણાવ્યા અનુસાર
પ્રિયાંશ ધો.૧ થી ૯ સુધી ખૂબ તોફાની અને ભણવામાં ઠોઠ હતો
, પરંતુ ધો.૧૦ બાદ તેની
તેજસ્વિતા નીખરી હતી. રાત્રે દોઢ વાગ્યે જ્યારે ઓક્સફોર્ડ યુનિવર્સીટીમાં પ્રવેશ
મળ્યાના તેણે ન્યુઝ આપ્યા ત્યારે પરિવારમાં મધ્યરાત્રિએ ખુશીનું અજવાળુ પથરાય ગયુ
હતુ. નોંધનિય છે કે પ્રિયાંશ સારો તબલા વાદક પણ છે. ઓક્સફર્ડમાં શ્રેષ્ઠ
પરફોર્મન્સ દ્વારા દેશનું નામ રોશન કરવાનો પ્રિયાંશનો ઇરાદો હોવાનું તેણે કહ્યુ
હતું. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s