ખાખી પેન્ટધારી બે જણાએ કારખાનેદાર અને તેમના પિતાના ગળે રિવોલ્વર મૂકી બાનમાં લીધા


– તમારા ખાતાના કારીગરોએ મોટી લૂંટ અને મર્ડર કર્યું છે કહ્યું : સચિન જીઆઇડીસી પોલીસે પહેલા ગુનો નોંધ્યો નહીં : આરોપી ઝડપાતા ફરિયાદ નોંધી

– રિવોલ્વર પ્લાસ્ટીકની હોય કારખાનેદારને પિતાએ કાર ખાતા પર લઈ લે ભલે ગોળી મારતા કહી હિંમત આપતા બંને કારમાંથી ઉતરી ભાગી ગયા

સુરત, : સુરતના સચિન જીઆઈડીસીમાં લુમ્સનું કારખાનું ધરાવતા કારખાનેદાર પાંચ દિવસ અગાઉ પિતા સાથે કારમાં કારખાને જતા હતા ત્યારે ખાખી પેન્ટ પહેરેલા બે અજાણ્યાએ કાર અટકાવી તમારા ખાતાના કારીગરોએ મોટી લૂંટ અને મર્ડર કર્યું છે કહી કાર ખાતા પર લેવા કહ્યું હતું. જોકે, કારખાનેદારે સુપરવાઈઝરને ફોન કરી ખરાઈ કરતા પાછળની સીટ પર બેસેલા બંનેએ કારખાનેદાર અને તેમના પિતાની ગરદન પર એકીસાથે રિવોલ્વર મૂકી બાનમાં લીધા હતા. પરંતુ રિવોલ્વર પ્લાસ્ટીકની હોય કારખાનેદારને પિતાએ કાર ખાતા પર લઈ લે ભલે ગોળી મારતા કહી હિંમત આપતા બંને કારમાંથી ઉતરી ભાગી ગયા હતા. આ બનાવમાં સચિન જીઆઇડીસી પોલીસે પહેલા ગુનો નોંધ્યો નહોતો. બાદમાં આરોપી ઝડપાતા ફરિયાદ નોંધી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના ખાંભાના પીપળવા ગામના વતની અને સુરતમાં સુમુલ ડેરી રોડ સહયોગ સોસાયટી ઘર નં.31 માં રહેતા 47 વર્ષીય જયંતીભાઈ જીવણભાઈ સુદાણી સચિન જીઆઇડીસી રોડ નં.4/84 ખાતા નં.766 માં વિજય સિલ્ક મિલ્સના નામે લુમ્સનું કારખાનું ધરાવે છે. ગત 11 મી ની સવારે તે પિતા અને ભાઈ રાજુ સાથે કાર ( નં.જીજે-05-આરજી-766 ) માં કારખાને જવા નીકળ્યા હતા. ભાઈને રીંગરોડ વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઓફિસે છોડી જ્યંતીભાઈ અને તેમના પિતા કારખાના તરફ જતા હતા ત્યારે 9.45 કલાકે સચિન જીઆઇડીસી રોડ નં.6 પાલીવાલ ચાર રસ્તાથી જમણી બાજુ રોડ નં.3 વાળા રસ્તા પર દેવરેખા એન્જીનીયરીંગની સામે ખાખી પેન્ટ અને મોઢે માસ્ક પહેરેલા બે અજાણ્યાએ હાથથી ઈશારો કરી તેમની કાર અટકાવી હતી. બંનેએ કાર પાસે આવી જયંતીભાઈએ કાચ ખોલતા તમારા ખાતાના કારીગરો રવિ, વિરપાલ અને બહાદુરે ડાયમંડ પાર્કમાં મોટી લૂંટ અને મર્ડર કર્યું છે, કારીગરો તમારા ખાતા પર છે કહી કાર ખાતા પર લેવા કહ્યું હતું અને કારમાં બેસી ગયા હતા અને રસ્તામાં કાર સહજાનંદ પાસે ઉભી રાખવા સૂચના આપી હતી.

રસ્તામાં જ્યંતીભાઈએ ખાતા પર સુપરવાઈઝર નરપતને ફોન કરી કારીગરો ખાતા પર છે કે નહીં તેમ પૂછતાં તેઓ ખાતા પર નહોતા. આથી તે સમયે જ બંનેએ જયંતીભાઈ અને તેમના પિતાની ગરદન પર એકીસાથે રિવોલ્વર મૂકી ગાડી તું સીધી આગળ લઈ લે નહીંતર તારો છોકરો મીત, તારી પત્ની અસ્મિતા, ભાઈ રાજુના 100 મીટરના એરિયામાં મારા માણસો છે કહી બાનમાં લીધા હતા. જ્યંતીભાઈએ કાર અટકાવી પિતાની સાથે પાછળ જોયું તો બંનેના હાથમાં જે રિવોલ્વર હતી તે પ્લાસ્ટીકની હોય જયંતીભાઈના પિતાએ કાર ખાતા પર લઈ લે ભલે ગોળી મારતા કહી હિંમત આપતા બંને કારમાંથી ઉતરી ભાગી ગયા હતા.પરિવારને ફોન કરી સલામત રહેવા સૂચના આપી તેમણે સચિન જીઆઈડીસીમાં ફરિયાદ નોંધાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ જીઆઇડીસી વિસ્તારના સીસીટીવી કેમેરામાં આવા કોઈ બે વ્યક્તિ નજરે નહીં ચઢતા પોલીસે તે સમેય ફરિયાદ નોંધી નહોતી. બાદમાં આરોપી ઝડપાતા આજરોજ ફરિયાદ નોંધી હતી. વધુ તપાસ વુમન પીએસઆઈ એલ.એમ.ચૌધરી કરી રહ્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s