કોવિડમાં ગ્લોવ્ઝનો ધંધો કરવા જતા સુરતના કાપડ વેપારી-પુત્રએ રૂ.60 લાખ ગુમાવ્યા

– મુંબઈના વેપારીએ પોતાનો ઓર્ડર પૂરો કરવાના રૂ.450 ભાવે બોક્ષનો જથ્થો લીધા બાદ પેમેન્ટ કર્યું નહીં

– કાપડ વેપારીએ ઉઘરાણી કરતા તેમની પ્રોફેસર બહેનને ધમકી આપી, તેરે ભાઈ કો સમજા દે વરના માર ડાલુંગા

સુરત, : સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અને રીંગરોડ સ્વદેશી માર્કેટમાં દુકાન ધરાવતા કાપડ વેપારી અને પુત્રને કોવિડમાં ગ્લોવ્ઝનો ધંધો કરવા જતા રૂ.60 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. મુંબઈના જે વેપારી પાસેથી રૂ.330 નું બોક્ષ ખરીદતા હતા તે વેપારીએ પોતાનો ઓર્ડર પૂરો કરવાના બહાને પિતા-પુત્રને બોક્ષ દીઠ રૂ.450 ભાવ આપી ગ્લોવ્ઝ લીધા બાદ રૂ.60 લાખનું બાકી પેમેન્ટ નહીં કરી છેતરપિંડી કરી હતી. એટલું જ નહીં મુંબઈના વેપારીએ કાપડ વેપારીએ ઉઘરાણી કરતા તેમની પ્રોફેસર બહેનને તેરે ભાઈ કો સમજા દે વરના માર ડાલુંગા અને વેપારી અને પુત્રને સુરતમાં જ હાજર પોતાના માણસો મારફતે ઉઠાવી દેવાની પણ ધમકી આપી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં ઉધના તેરાપંથ ભવનની પાસે ભગવતીનગર ઘર નં.72,73 માં રહેતા 48 વર્ષીય જયંતિલાલ દલીચંદ કુકરા રીંગરોડ સાલાસર ગેટ સ્વદેશી માર્કેટમાં મેસર્સ રતનદીપ ફેબ્રિક્સના નામે કાપડનો વેપાર કરે છે. માર્ચ 2020 માં કોરોનાને લીધે લોકડાઉન થતા મેડીકલ સાધન સામગ્રીની જરૂરીયાત સર્જાતા તેમણે પુત્ર અક્ષય સાથે મેડીકલ ગ્લોવ્ઝનો વેપાર કરવા વિચાર્યું હતું. અક્ષયે ગુગલ પર સર્ચ કરી મુંબઈ સ્થિત મેસર્સ સોલીલોકવોના માલિક ક્ષિતિજકુમાર સીંગનો નંબર મેળવી વાત કરી હતી.ઘણા સમયથી મેડીકલ ઈન્સ્ટુમેન્ટન આયાત કરી તેનો વેપાર કરતા ક્ષિતિજકુમારે બોક્ષ દીઠ રૂ.330 ભાવ આપતા પિતા-પુત્રએ 20 હજાર બોક્ષનો ઓર્ડર આપી રૂ.73.92 લાખ ચૂકવ્યા હતા.

જોકે, પિતા=પુત્રને માત્ર 5000 બોક્ષનો જ ઓર્ડર મળતા તેમણે 15000 બોક્ષ મુંબઈ ક્ષિતિજકુમાર પાસે જ રાખ્યા હતા. દરમિયાન, ક્ષિતિજકુમારે મારી પાસે ઓર્ડર છે અને હું તમને બોક્ષ દીઠ રૂ.450 આપીશ તેમ કહેતા પિતા-પુત્રએ રૂ.75.60 લાખમાં સોદો કર્યો હતો. તે પૈકી ક્ષિતિજકુમારે રૂ.15.60 લાખ ચૂકવ્યા હતા. પરંતુ બાકી પેમેન્ટ રૂ.60 લાખ પેટે જે ચેક આપ્યા હતા તે રિટર્ન થયા હતા. જયંતિલાલે પેમેન્ટ માટે ફોન કર્યો તો ક્ષિતિજકુમાર ફોન ઉપાડતો નહોતો. ત્યાર બાદ જૂન 2021 માં ક્ષિતિજકુમારે જયંતિલાલની પ્રોફેસર બહેન અનામિકા તલેસરાને ફોન કરી ધમકી આપી હતી કે તેરે ભાઈ કો સમજા દેના પૈસે નહીં દૂંગા તો ક્યા કરોગે. પોલીસ કેસ કરો તો કુછ નહીં હોગા, પોલીસ ઓર જજ કો ખરીદ લૂંગા. તેરે ભાઈ કો સમજા દેના અભી મેરે પાસ પૈસે કી માંગણી કરેગા તો હાથ પગ તોડ ડાલુંગા યા મરવા ડાલુંગા.

અનામિકાબેને આ અંગે જ્યંતિલાલને જાણ કરતા તેમણે ક્ષિતિજકુમારને ફોન કરી વાત કરતા તેણે ધમકી આપી હતી કે મારી પાસેથી ખરીદેલા માલનો નફો કરાવી દીધો છે, હવે પછી ઉઘરાણી કરવી નહીં, નહીંતર હું તને તથા તારા પુત્રને સુરતથી જ મારા માણસો મારફતે ઉઠાવી લેવડાવીશ. આ પ્રકરણમાં જયંતિલાલે આજરોજ ક્ષિતિજકુમાર વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એ.જી.પરમારે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s