કોરોના પછી 150થી વધુ વેપારીઓ ફરાર થતાં જોબવર્કના રૃ.100 કરોડથી વધુ ફસાયા

-સુરતના
એમ્બ્રોઇડરીના કારખાનેદારોને રૃા.૫ લાખથી લઈને
20 લાખ સુધીની રકમથી હાથ ધોવા પડયા

સુરત

ટેક્સટાઇલ
ઉદ્યોગના જુદા જુદા ઘટકો પૈકી વિવિગ અને એમ્બ્રોઈડરી ક્ષેત્રની હાલત સમયસર નાણાં
નહીં મળવાના કે નાણાં ચાઉં કરી થવાને કારણે દર વર્ષે કરોડોની રકમ પરત આવતી નથી.
કોવિડ પછી એમ્બ્રોઈડરી જોબવર્ક કરતા સંખ્યાબંધ કારખાનેદારોની રુ
100 કરોડથી વધુની રકમ
ફસાઈ છે
.

દર
વર્ષે નાની મોટી મળી કરોડોની રકમ પરત આવતી નથી. કાપડ બજારમાં વર્ષોથી કામકાજ કરતા
બદમાશો સમય આવ્યે પેમેન્ટ ચૂકવ્યા વિના ફરાર થઈ જાય છે
, આવું ચાલતું રહે છે.
પોલીસમાં ફરિયાદ આપવા છતાં પણ કશું પરિણામ આવતું નહીં હોવાને કારણે કારખાનેદારો
ખૂબ જ નિરાશ થઇ જાય છે.

કાપડ
બજારમાં વેપાર કરતાં જુદા જુદા રાજ્યોના વેપારીઓ કોવિડ પછી છેલ્લાં દસેક મહિનામાં
કામકાજ સમેટીને ફરાર થઇ ગયાં હોવાથી
,
શહેરના સંખ્યાબંધ એમ્બ્રોઈડરીના કારખાનેદારની રુ. 100 કરોડથી વધુની રકમ ફસાઈ ગઈ છે. કારખાનેદારોને રુ 5
લાખથી લઈને
20 લાખ સુધીની રકમથી હાથ ધોવાનો વારો આવ્યો છે,
કેમકે, વેપારીઓ ભાગી છૂટયા છે, એમ તેજસના સૂત્રોએ જણાવ્યું હતું.

કારખાનેદારો
માટે સૌથી મોટી સમસ્યા પેમેન્ટની છે. પેમેન્ટ વસૂલવા માટે માલ નહીં આપવાનું જો
પગલું કારખાનેદારો દ્વારા લેવામાં આવે ત્યારે પોલીસ વેપારીની તરફદારી કરતી હોય
એવું હંમેશા બન્યું છે. કારખાનેદાર ફરિયાદ આપે છતાં અરજીને ધ્યાનમાં લેવાતી નથી
અને વેપારી માત્ર એક ફોન કરે ત્યારે કારખાનેદારને પોલીસ ઉઠાવી લાવે છે. સરકાર અને
પોલીસ તરફથી સહયોગ મળતો નથી અને તેને કારણે નિર્દોષ કારખાનેદારોને ભોગવવું પડે છે.

પૈસા આવશે ત્યારે આપીશું કહેવાય છે
તો કેટલાક ચૂકવવાની જ ના પાડી દે છેઃ પેમેન્ટના પ્રશ્ને દર રવિવારે મિટિંગ

લોક ડાઉન પછી એમ્બ્રોઇડરી જોબવર્ક કરતાં કારખાનેદારોની સૌથી
વધુ કફોડી સ્થિતિ ઊભી થઈ છે. વેપારીઓ કામ તો કરાવી લે છે. પરંતુ પછી પેમેન્ટ આપવા
માટે આનાકાની કરે છે. પૈસા આવ્યા નથી
, આવશે
ત્યારે આપીશું
, એવા સાચા-ખોટાં કારણો આપીને સમય કાઢવામાં આવે
છે. કેટલાક કિસ્સામાં તો વેપારીઓ પૈસા ચૂકવવાની જ ના પાડી દે છે. કારખાનેદારોના
વેપારીઓ સાથેના પેમેન્ટના વિવાદ બાબતે દર મહિને મિટિંગ યોજીને તેજસ (ટેક્સટાઇલ
એમ્બ્રોઇડરી જોબવર્ક એસો. ઓફ સુરત) નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરે છે
, એમ કરુણેશ રાણપરિયાએ કહ્યું હતું. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s