હનીટ્રેપમાં જામીન પર છૂટેલા યુવાનને મધરાતે ચપ્પુના 15 ઘા ઝીંકી રહેંસી નાંખ્યો


– જેલમાં સાથે હતા તે અંગેની વાતચીત દરમિયાન ઝઘડો થયો

– હત્યા કરનાર દુષ્કર્મના ગુનામાં જામીન પર છૂટ્યો હતો : મિત્રો સાથે મળી હુમલા વેળા મૃતકને બચાવવા આવેલા મિત્રને પણ ઘા માર્યો

સુરત, : સુરતના ડિંડોલી જયજલારામનગર સોસાયટીના પાછળના ભાગે ગુરુવારે મધરાત બાદ હનીટ્રેપમાં જામીન પર છૂટેલા યુવાન અને દુષ્કર્મના ગુનામાં જામીન પર છૂટેલા યુવાન જેલમાં સાથે હતા તે અંગેની વાત કરતા હતા ત્યારે અચાનક ઝઘડો થતા દુષ્કર્મના ગુનામાં જામીન પર છૂટેલા યુવાન અને મિત્રએ હનીટ્રેપમાં જામીન પર છૂટેલા યુવાનને ચપ્પુના 15 ઘા ઝીંકી રહેંસી નાંખ્યો હતો. મૃતક યુવાનને બચાવવા ગયેલા મિત્ર પર પણ બંનેએ જીવલેણ હુમલો કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જલગાંવનો વતની અને સુરતમાં ડિંડોલી ખરવાસા રોડ જયજલારામનગર સોસાયટી ઘર નં.215 માં રહેતો તેમજ ઉધનામાં ડ્રેસ મટીરીયલના કારખાનામાં નોકરી કરતો ગણેશ રાજેન્દ્રભાઇ કુમાવત ( ઉ.વ.25 ) ગતરાત્રે ડિંડોલી પોલીસ મથકમાં હનીટ્રેપના ગુનામાં અગાઉ ઝડપાયેલા અને હાલ જામીન પર છૂટેલા મિત્ર સુજીત ઉર્ફે સોનુ છપરી પ્રજાપતિ ( ઉ.વ.28, રહે.શ્રી લક્ષ્મી રેસિડન્સી, ડિંડોલી, સુરત ) સાથે ગતરાત્રે ઘર નજીક ગરબા રમી, નાસ્તો અને આઈસ્ક્રીમ ખાઈ એક વાગ્યે સોસાયટીની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં સોનુની એક્ટીવા પાસે ઉભા રહી વાત કરતા હતા ત્યારે ત્યાંથી થોડે દૂર ગણેશની જ સોસાયટીના ઘર નં.270 માં રહેતો સાહિલ પ્રદીપભાઈ બોકડે તેના મિત્ર ગુરુપ્રીતસિંગ ઉર્ફે અમન પાજી ( રહે.પરવત પાટીયા, સુરત ) સાથે ઉભો રહી વાત કરતો હતો.

ગુરુપ્રીતસિંગ ઉર્ફે અમન પાજી પણ દુષ્કર્મના બનાવમાં ઝડપાયા બાદ જેલમાં હતો અને તે સમયે જ સુજીત ઉર્ફે સોનુ છપરી પણ જેલમાં હોય બંને એકબીજાને જાણતા હતા. ગુરુપ્રીતસિંગ ઉર્ફે અમન પાજી ઉર્ફે અમન પાજી અને સાહિલ તેમની પાસે આવ્યા બાદ ગુરુપ્રીતસિંગ અને સુજીત જેલની વાત કરવા માંડયા હતા. તે સમયે કોઈક બાબતે ઝઘડો થતા ગુરુપ્રીતસિંગે ચપ્પુ કાઢી સુજીતને પેટમાં મારી દીધું હતું. સાહિલે પણ ચપ્પુ કાઢી હુમલો કરી સુજીતને પેટમાં ચપ્પુ માર્યા બાદ બંનેએ આડેધડ ઘા ઝીંકતા ગણેશ સુજીતને બચાવવા ગયો તો ગુરુપ્રીતસિંગે તેના જમણા હાથમાં ચપ્પુ મારતા આરપાર નીકળી ગયું હતું. ગભરાયેલો ગણેશ બચાવો બચાવોની બૂમો પાડતો દોડતા બંને તેની પાછળ મારવા દોડયા હતા. પણ સોસાયટીના લોકો એકત્ર થતા બંને અંધારામાં ફરાર થઈ ગયા હતા.

લોકોએ જોયું તો સુજીત લોહીલુહાણ હાલતમાં પડેલો હતો અને તેના પેટ, ગળા, શરીરના અન્ય ભાગો ઉપર ચપ્પુના 15 જેટલા ઘા હતા અને ચપ્પુ કમરના ભાગે ફસાયેલું હતું. ગણેશની માતાએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તે દોડી આવી હતી. એમ્બ્યુલન્સના ડોકટરે સુજીતને મૃત જાહેર કર્યો હતો. જયારે ગણેશને ગંભીર ઇજા થઈ હોય તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. બનાવની જાણ થતા ડિંડોલી પોલીસે ગણેશની ફરિયાદના આધારે સાહિલ પ્રદીપભાઈ બોકડે તેના મિત્ર ગુરુપ્રીતસિંગ ઉર્ફે અમન પાજી વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s