સિવિલની સિઝનલ ફ્લૂ ઓપીડીમાં સ્લેબ તૂટયોઃ મહિલા કર્મચારીને ઇજા

– સિવિલની
જુની બિલ્ડીંગ જર્જરિત થઇ ગઇ હોવાથી અવાર નવાર સ્લેબના ભાગ કે પોપડા પડવાની ઘટના બની
રહી  છે

                સુરત :

સુરત
નવી સિવિલમાં જૂની બિલ્ડિંગમાં  સિઝનલ ફ્લૂ
ઓપીડીમાં સ્લેબનો ભાગ તૂટી પડતા મહિલા કર્મચારીને ઈજા થતા ભારે ભાગદોડ ગઇ  હતી.

નવી
સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં હીમોફીલિયા વિભાગમાં સિઝનલ ફ્લૂ ઓપીડીમાં
બહારગામ જતા વ્યક્તિઓના કોરોના અંગેના સેમ્પલ લેવામાં આવે છે. ત્યાં આજે સવારે
ટેકનિશિયન સહિતના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા હતા ત્યારે અચાનક સ્લેબનો ભાગ
તૂટીને  સર્વન્ટ વિમલબાઈ પાટીલ
(ઉ- વ- 62, રહે – આવિર્ભાવ સોસાયટી, પાંડેસરા) પર  પડયો હતો. જોકે સદ્નસીબે અન્ય કર્મચારીઓ બચી
ગયા હતા પણ સ્લેબ પડવાનો જોરદાર અવાજ સાંભળીને તેઓ ગભરાઈ ગયા હતા. જ્યારે મહિલાને
ડાબા પગમાં ઇજા થતા લોહી નીકળ્યુ હતું.  અન્ય
કર્મચારીઓ તરત તેને ટ્રોમા સેન્ટરમાં લઈ જતા ડોકટરે સારવાર શરૃ કરી હતી.

 – જુની
બિલ્ડીંગ નવી ન બને ત્યાં સુધી કિડની બિલ્ડીંગમાં શિફ્ટીંગ કરવું જોઇએ

<

p class=”12News”>નવી
સિવિલની જુની બિલ્ડિંગમાં ધણા વર્ષો પહેલા બાંધકામ થયુ હતુ. તેથી બિલ્ડીૅંગ
જર્જરિત થઇ ગઇ  છે. બિલ્ડીંગના કેટલાક
ભાગમાં વારંવાર પાણી ટપકવાની
,
ગટર લીકેજ થવાની અને 
સ્લેબના ભાગ તથા પોપડા અને  ફોલ
સિલિંગ સહિતની સમસ્યાઓ સર્જાઇ રહી છે. જુની બિલ્ડીંગને તોડીને નવી બનાવે ત્યાં
સુધી કિડની બિલ્ડીંગમાં દર્દીઓને શિફ્ટ કરવા જોઇએ. એવી ડોકટરો સહિતના સ્ટાફમાં
ચર્ચા ચાલી રહી છે. બીજીતરફ તંત્ર દ્વારા બિલ્ડીંગ જર્જરિત થઇ ગયુ હોય તેવા ભાગમાં
માત્ર રિપેરીંગ કરીને ગાડુ  ગબડાવામાં આવી
રહ્યુ છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s