વેસુમાં પતિ-પત્ની વચ્ચેના ફિલ્મી દ્રશ્યો જેવા મારામારી પ્રકરણમાં: કારમાં પીછો કરનાર પતિને માર મારનાર પત્નીના જીમ ટ્રેનર મિત્રની ધરપકડ


– અલગ રહેતી પત્નીને પરપુરૂષ સાથે કારમાં જોતા પતિએ પીછો કર્યો હતો, ઘૂંટણમાં દુખાવાની ટીપ્સ માટે મળ્યા હોવાની ટ્રેનરની કેફીયત

સુરત
વેસુ વીઆઇપી રોડ પર એકાદ વર્ષથી અલગ રહેતી પત્નીને અન્ય યુવાન સાથે કારમાં જોઇ જતા પીછો કરી રસ્તામાં આંતરનાર પતિને પત્ની અને તેના મિત્રએ જાહેરમાં માર મારી આ મારો પતિ નથી મારો એમ કહી એક્ત્ર થયેલા ટોળાને ઉશેકરવાના પ્રકરણમાં પોલીસે યુવાનની ધરપકડ કરી છે.
સિટીલાઇટ રોડની ઇન્દ્રપાલ સોસાયટીમાં રહેતો અને કન્સ્ટ્રક્શનનું કામ કરતો યોગેશ જગદીશ અગ્રવાલ (ઉ.વ. 30) બુધવારે સાંજે એકાદ વર્ષથી અલગ રહેતી પત્ની શ્રુતિ અગ્રવાલની કાર નં. જીજે-5 સીપી-2556 વેસુ નજીક હાઇટેક એવન્યુ રેસીડન્સી નજીક પાર્ક હોવાથી શંકા ગઇ હતી. શ્રુતિ તેની કારમાં ન હતી પરંતુ બાજુમાં પાર્ક સીઆઝ કાર નં. જીજે-5 આરડી-3952 માં કોઇક યુવાન સાથે હોવાથી યોગેશે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પત્ની શ્રૃતિ અને કારમાં બેસેલો તેનો મિત્ર ત્યાંથી ભાગી જતા યોગેશે તેમનો પીછો કરી વેસુ વીઆઇપી રોડ પર અટકાવ્યા હતા. જયાં શ્રુતિએ હું તારી પત્ની નથી એમ કહી એક તમાચો મારી દીધો હતો અને આને મારી નાંખો એવી બુમાબુમ કરી ઉશકેરણી કરી હતી. બીજી તરફ શ્રુતિનો મિત્રએ પણ યોગેશને માર મારી ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનામાં ઉમરા પોલીસે શ્રુતિના મિત્ર વિશાલ બાલારામ સાળુંકે (ઉ.વ. 34 રહે. 3/102, ભક્તિધર્મ ટાઉનશીપ, કેનાલ રોડ, જહાંગીરાબાદ) ની ધરપકડ કરી છે. પૂછપરછમાં વિશાલે કબૂલાત કરી હતી પોતે જીમ ટ્રેનર છે અને શ્રુતિને ઘૂંટણના દુખાવો છે અને તેણે અગાઉ પોતાની પાસે ટ્રીટમેન્ટ કરાવી હતી અને પુનઃ દુખાવો શરૂ થતા કસરત માટેની ટીપ્સ માટે મળ્યા હોવાની કબૂલાત કરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s