વકીલમંડળને હવે જીયાવ બુડીયાની સુચિત નવી કોર્ટ બિલ્ડીંગની જગ્યા પસંદ નથી


સુરત

50 હજાર ચોરસ મીટર જમીન સરકારે ફાળવ્યા બાદ વકીલ મંડળના હોદ્દેદારોએ ફરી પ્રદુષણનો મુદ્દો ઉઠાવીને વૈક્લ્પિક જગ્યાની માંગ

રૃ.43 કરોડની ખર્ચે સુરતની નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગ કાર્યરત થયાને માત્ર છ-સાત વર્ષ જ
થયા છે.તેવામાં સુરતની ભાવિ જરૃરિયાતને લક્ષમાં લઈને વકીલ મંડળ દ્વારા ૫૦ હજાર
ચોરસ મીટરથી વધુ જગ્યા ફાળવવાની માંગને પગલે જીયાવ-બુડીયા રોડ સ્થિત જમીનની ફાળવણી
ફાઈનલ કરવામાં આવી છે.તેવામાં વધુ એકવાર વકીલ મંડળ દ્વારા ફરી જીયાવ બુડીયાની
જમીનની ફાળવણી સામે પ્રદુષણનો મુદ્દો ઉઠાવી નવી જગ્યા ફાળવવા માંગ કરી છે.

અઠવાલાઈન્સ
સ્થિત ભૂકંપ ગ્રસ્ત છ માળની જુની કોર્ટ બિલ્ડીંગને તોડી પાડીને વકીલમંડળની
માંગણીના પગલે મહેસુલ ખાતાને હસ્તક ડી બ્લોકની જમીનમાં અંદાજિત 43 કરોડના ખર્ચે દશ
માળની નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગમાં વર્ષ-2014માં ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં
આવી છે.અગાઉ સી બ્લોકની જમીનમાં નવનિર્મિત ફાસ્ટટ્રેક કોર્ટ બિલ્ડીંગ બાદ થોડા
સમયમાં જ ડી બ્લોકની જગ્યામાં અદ્યતન સુવિધા સાથે નવ નિર્મિત કોર્ટ
બિલ્ડીંગમાંન્યાયિક કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.પરંતુ ગણતરીના વર્ષોમાં જ
વકીલોને નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગમાં વાહન પાર્કીંગથી માંડીને સુરતની વધતી વસ્તીને
ધ્યાને લઈને ભવિષ્યનો વિચાર કરીને વધુ એકવાર નવી કોર્ટ બિલ્ડીંગ સંકુલની માંગ ઉઠાવવા
આવી હતી.જેના પગલે જીયાવ-બુડીયા ખાતે 50 હજાર ચોરસમીટર જમીનની ફાળવણી નવ નિર્મિત
કોર્ટ બિલ્ડીંગ માટે કરવામાં આવી છે.જેના પર મહેસુલ વિભાગના રેવન્યુ રેકર્ડમાં પણ
આ જમીન સુચિત ન્યાયાલય બિલ્ડીંગ માટે કરવામાં આવી છે.

પરંતુ
કોરાના કાળ પત્યા બાદ સુરત જિલ્લા વકીલ મંડળના હોદ્દેદારો દ્વારા તાજેતરમાં નવ
નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મળીને
નવો રાગ આલાપ્યો છે.વકીલ મંડળના હોદ્દેદારો દ્વારા હવે જીયાવ-બુડીયા સ્થિત જમીનની
ફાળવણી કોર્ટ બિલ્ડીંગને કરાયા બાદ હવે નનૈયો ભણીને ત્યાં જવાનો ઈન્કાર કર્યો
છે.જેની પાછળ વધુ એકવાર પ્રદૂષણ
,સુરતથી દુર હોવા સહિતના અન્ય કારણો જણાવીને વકીલ મંડળે પાલ આરટીઓ,ઓલપાડ રોડ તરફ કે વેસુના વીઆઈપી રોડ તરફ નવી જગ્યાએ કોર્ટ બિલ્ડીંગ
ફાળવવાની માંગ કરી છે.અલબત્ત વર્ષો અગાઉ વકીલોએ વેસુ સ્થિત કૃષિફાર્મની જગ્યા નવ નિર્મિત
કોર્ટ બિલ્ડીંગ માટે ફાળવવાની માંગ કરી હતી.તદુપરાંત વર્ષો અગાઉ નાનપુરા બહુમાળી
ભવન સ્થિત જુની પોલીસ કમિશ્નર કચેરીની જગ્યા પણ ફેમીલી કોર્ટ માટે ફાળવણી માટેની
લડત આદર્યા બાદ મંજુરી મળે તેવા સંજોગોમાં જ વકીલોએ ફેરવી તોળ્યું હતુ.જેથી વધુ
એકવાર જીયાવ બુડીયાની જમીન ફાળવણી પર મંજુરીની મહોર લાગ્યા બાદ ફરી નવી વૈકલ્પિક
જગ્યાની માંગ કરવામાં આવતાં અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઉઠવા પામ્યા છે

<

p class=”MsoNormal”>

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s