ઉછીના આપેલા રૂ.30 હજાર પરત માંગતા વિકલાંગ પરિણીતા સાથે પરિણીત પ્રેમીનું દુષ્કર્મ


– સંબંધ જાહેર કરવાની ધમકી આપી : પૈસા પરત નહીં કરતા સંબંધ કાપ્યો હતો

– પતિના મિત્ર સાથે આંખ મળી જતા અગાઉ મરજીથી ઘણી વખત શરીર સંબંધ બાંધ્યા હતા

સુરત, : સુરતના ભેસ્તાન આવાસમાં રહેતા ખાનગી હોસ્પિટલના સફાઈકર્મીની વિકલાંગ પત્નીએ પરિણીત પ્રેમીને ઉછીના આપેલા રૂ.30 હજાર પરત માંગ્યા તો પ્રેમીએ સંબંધ જાહેર કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. ડિંડોલી પોલીસે આ અંગે ગુનો નોંધી પરિણીત પ્રેમીની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉર્ટના ડિંડોલી સ્થિત ભેસ્તાન આવાસમાં રહેતા અને વેસુની ખાનગી હોસ્પિટલમાં સફાઈકર્મી તરીકે નોકરી કરતા યુવાનની વિકલાંગ પત્ની સલમા ( ઉ.વ.24, નામ બદલ્યું છે ) ને પતિનો મિત્ર શેખ શરીફ શેખ લુકમાન ( રહે.જાવેદ ટેલરની ગલી, ફૂલવાડી, મીઠીખાડી, લીંબાયત, સુરત ) અવારનવાર ઘરે આવતો હોય તેની સાથે બે વર્ષ અગાઉ પ્રેમ સંબંધ બંધાયો હતો. બંનેએ અગાઉ મરજીથી ઘણી વખત શરીર સંબંધ બાંધ્યો હતો. સલમા કુટુંબના 15 સભ્યો બનાવી મહિને રૂ.1000 ઉઘરાવી રૂ.15 હજારની વીશી ચલાવતી હતી. પાંચ મહિના અગાઉ શેખ શરીફ શેખ લુકમાને પત્ની આફરીનનું ઓપરેશન કરાવવાનું છે કહી સલમા પાસેથી બે મહિનાની વીશીના રૂ.30 હજાર લીધા હતા.

બે મહિના બાદ સલમાએ શેખ શરીફ શેખ લુકમાન પાસે પૈસા પરત માંગ્યા તો તે વાયદા કરી સમય પસાર કરતો હતો. આથી સલમાએ તેને તારા ઘરે આવી પૈસા માંગીશ તેમ કહેતા ઝઘડો થયો હતો અને ત્યાર બાદ સલમાએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. દરમિયાન, એક મહિના પહેલા રાત્રે સવા આઠથી પોણા નવના સમયગાળામાં સલમા ઘરે એકલી હતી ત્યારે શેખ શરીફ શેખ લુકમાન તેના ઘરે આવ્યો હતો. તું મારી પાસે પૈસાની ઉઘરાણી કરવા ઘરે આવશે તો હું તારા પતિને આપણા બંને વચ્ચેના સંબંધ વિશે બધું જણાવી તને બદનામ કરી દઈશ તેવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. જતા જતા તેણે ધમકી આપી હતી કે તું મારી પાસે પૈસા માંગશે તો હું તારા પતિને કહી તારો ઘરસંસાર તોડાવી નાંખીશ અને હું જયારે આવું ત્યારે તારે મારી સાથે સૂવું પડશે.

પખવાડીયા અગાઉ સલમાએ શેખ શરીફ શેખ લુકમાનના ઘરે જઈ ત્યાં હાજર તેની પત્ની પાસે પૈસાની માંગણી કરતા ઝઘડો થયો હતો. તે અંગે આફરીને લીંબાયત પોલીસ મથકમાં સલમા વિરુદ્ધ અરજી કરતા ચાર દિવસ અગાઉ સલમાએ હિંમત એકત્ર કરી પતિને સમગ્ર હકીકત જણાવી હતી. પતિએ પોલીસ ફરિયાદ કરવા કહેતા સલમાએ ગતરોજ શેખ શરીફ શેખ લુકમાન વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s