સુરતના ત્રણ સ્વાતંત્ર્ય સેનાનીઓને ટપાલ વિભાગનાં વિશેષ કવરમાં સ્થાન

-મહાદેવભાઇ દેસાઇ, પોપટલાલ વ્યાસ અને તેમના પત્ની સરયૂબેનના વિશેષ
કવર બહાર પડાયા

સુરત

આઝાદી કા અમૃત મહોત્સવ  અંતર્ગત સુરત પોસ્ટ વિભાગે સુરતનાં મહાદેવભાઇ દેસાઇ
, પોપટલાલ વ્યાસ અને સરયૂબેન વ્યાસના વિશેષ 
કવર બહાર પાડયા છે.

તા . ૯ થી ૧૬ ઓક્ટોબર સુધી પોસ્ટ
વિભાગ દ્વારા રાષ્ટ્રીય ડાક સપ્તાહની ઉજવણી થઇ રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ  નિમિતે ભારત ભરમાં ૧૦૩ આઝાદીના અનસંગ હીરોના કવર
બહાર પાડવામાં આવ્યા છે. જેમાં ગુજરાત માંથી પાંચ હીરો  છે . સુરત પોસ્ટ વિભાગ દ્વારા  મહાદેવભાઇ દેસાઇ , પોપટલાલ વ્યાસ અને સરયૂબેન વ્યાસના
કવર બહાર પાડવામાં આવ્યા છે.  મહાદેવ દેસાઈ
કે જેમનો જન્મ ૧ જાન્યુઆરી , ૧૮૯૨ ના રોજ સુરતના સરસ ગામમાં થયો હતો . ૧૯૧૯ માં જ્યારે
કોલોનિયલ સરકારે પંજાબમાં ગાંધીજીની ધરપકડ કરી ત્યારે તેમણે દેસાઈને પોતાના વારસ તરીકે
જાહેર કર્યા હતા.

ગુજરાતના અન્ય સ્વાતંત્ય સેનાનીઓમાં
સામેલ અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર ૧૯૭૫ થી ૧૯૮૦ સુધી
રહી હતી ત્યારે પોપટલાલ વ્યાસ તેમાં કેબિનેટ મંત્રી તરીકે રહ્યા હતા . ૧૯૪૨ ની ભારત
છોડો ચળવળ દરમિયાન તેઓ કેટલાક એવા સ્વાતંત્ર્ય સેનાનીઓમાં સામેલ રહ્યા કે જેમને ૧૫
ઓગસ્ટ ,૧૯૪૭ ના રોજ ભારતની આઝાદીના દિવસે સુરતમાં પ્રથમવાર રાષ્ટ્રધ્વજ લહેરાવવાની
તક મળી હતી . તેમના પત્ની સરયુબેન પણ સક્રિય રીતે આઝાદીની લડાઈમાં સામેલ રહ્યા હતા
. સુરતમાં આયોજિત કાર્યક્રમમાં નાટયકાર કપિલદેવ શુક્લ વિશેષ અતિથી તરીકે હાજર રહ્યા
હતા.

સરયૂબેન નાસિકની
જેલમાં ૨૧ મહિના રહ્યા 

<

p class=”12News0″>એકવાર ૯ ઓગસ્ટ , ૧૯૪૨ ના રોજ
મોતી ટોકિઝમાં ‘ ગોન વિથ ધ વિન્ડ્સ’ ફિલ્મ નિહાળી રહ્યા હતા ત્યારે તેમને કોંગ્રેસના
વરિ નેતાઓની ધરપકડના સમાચાર મળ્યા હતા . તેઓ ટોકિઝમાંથી નીકળી ગયા પણ થોડા દિવસ પછી
તેમની પણ ધરપકડ થઈ . તેમને નાસિકની જેલમાં ૨૧ મહિના માટે રાખવામાં આવ્યા હતા , પોપટલાલ
વ્યાસ સરયુબેનને આઝાદીની લડાઈ સમયે મળ્યા હતા અને પછી બંનેએ લગ્ન કર્યા હતા . સરયુબેન
શહેરના સ્વાતંર્ત્ય સેનાનીઓમાં અગ્રણી મહિલા નેતા તરીકે સક્રિય રહ્યા હતા . તેમનું
નિધન ૨૦૦૭ માં થયું હતું . પોપટલાલ વ્યાસે અખંડ આનંદ ટ્રસ્ટ , સુરત માનવ સેવા સંઘ અને
છાયડોની સ્થાપના કરી હતી.તેઓ સુરત જિલ્લાના અધ્યક્ષ પણ રહ્યા હતા .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s