ત્રણ બાળકો સાથે સૃષ્ટિ વિરુધ્ધ કૃત્યમાં મંદિરના મહારાજને 14 વર્ષની સખ્તકેદ


સુરત

નવસારી બજાર શ્રી શેષનારાયણ મંદિરના આચાર્ય બિરમની પાંડેએ ચોકલેટ-પતંગની લાલચ આપી માસૂમો સાથે કુકર્મ કર્યું હતું

ત્રણેક
વર્ષ પહેલાં નવસારી બજાર સ્થિત શ્રી શેષનારાયણ મંદિરમાં ત્રણ સગીર બાળકોને
ચોકલેટ-પતંગની લાલચ આપીને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી પોક્સો એક્ટના ભંગના
ગુનામાં મંદિરના આરોપી મહારાજ આચાર્ય બીરમની પાંડેને તમામ ગુનામાં દોષી ઠેરવી
એડીશ્નલ સેશન્સ જજ અમૃત્ત એચ
.ધમાણીએ આરોપીને સૃષ્ટિ વિરુધ્ધના ગુનામાં 14 વર્ષની સખ્તકેદ,રૃ.5 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી છે.જ્યારે
ભોગ બનનાર દરેક બાળકોને રૃ.1 લાખ વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે.

નવસારી
બજાર મેઈન રોડ ગોપી તળાવની સામે આવેલા શ્રી શેષનારાયણ મંદિરમાં તા.14-2-2018 ના રોજ
ચાર પાંચ દિવસ અગાઉ મૂળ બિહારના નાલંદા જિલ્લાના વતની 45 વર્ષીય આચાર્ય બિરમની
શ્રીવાલક પાંડે વિરુધ્ધ ભોગ બનનાર સગીર ત્રણ બાળકોના વાલીએ સૃષ્ટિ વિરુધ્ધનું
કૃત્ય આચરી પોક્સો એક્ટના ભંગ બદલ અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સરેરાશ 10 વર્ષની વયના ત્રણેય બાળકોને ચોકલેટ-પતંગની લાલચ આપી મહારાજે મંદિરમાં લઇ જઇ તેમની
ચડ્ડી કઢાવીને ગુપ્તાંગ સાથે છેડછાડ કરી હતી.

ત્યારબાદ
મહારાજે બાળકોને ખોળામાં બેસાડીને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હોવાનો
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો. અઠવા પોલીસે જેલભેગા કરેલા આરોપી મહારાજ આચાર્ય
બિરમની પાંડે વિરુધ્ધ  મે-2018 માં ચાર્જશીટ
રજુ થયા બાદ કેસ કાર્યવાહી થઇ હતી. આજે અંતિમ સુનાવણી હાથ ધરાઇ હતી. સરકારપક્ષે
એપીપી રાજેશ ડોબરીયાએ 20 જેટલા મૌખિક તથા 12 જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા
હતા. જેમાં મુખ્યત્વે ફરિયાદી
,ભોગ બનનાર બાળકો, તબીબી તથા એફએસએલના પુરાવા તથા
ઘટના સ્થળના પંચ સાક્ષીઓના નિવેદનો હતા. અલબત્ત ભોગ બનનાર બાળકોની જુબાનીની
વિસંગતતા અંગે કોર્ટે બચાવપક્ષની દલીલોને નકારી કાઢીને જણાવ્યું હતું કે કોર્ટ
સમક્ષ 164 ના નિવેદનમાં પણ બાળકોએ ફરિયાદપક્ષની હકીકતને સમર્થન આપ્યું  છે. કોર્ટે આરોપી આચાર્ય બીરમની પાંડેને 377તથા પોક્સો એક્ટની અલગ અલગ કલમ હેઠળ દોષી ઠેરવી 14 વર્ષની સખ્તકેદ તથા અલગ અલગ
દંડની સજા કરી હતી.

આવા
ધૃણાસ્પદ ગુના અટકે તે માટે સખત કેદ અને દંડ કરવો જરૃરી

કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું  હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુના ફરિયાદપક્ષે
સાબિત કર્યો હોઈ સજામાં પ્રોબેશનનો લાભ આપી શકાય નહીં.આરોપીએ મંદિરનું સેવા
પુજાનું કામ કરે છે. તેનું કુટુંબ ગુજરાત બહાર યુપીમાં હોઈ તેની પત્ની તથા સગીર
બાળકો હાલ તેના પર આર્થિક  રીતે નિર્ભર હોઈ
ભારે દંડ કરવો કોર્ટે યોગ્ય માન્યું નહોતુ. જો કે સમાજમાં આ પ્રકારની ગુનાખોરી
અટકાવવા માટે તથા બીજા આરોપી આ પ્રકારના ધૃણાસ્પદ ગુના કરતા અટકે તે માટે સખત કેદ
તથા દંડ કરવો જોઈએ. આરોપીના કૃત્યના કારણે કુમળા માનસ પર વિપરિત ખરાબ અસર પડે છે

 પોક્સો એક્ટના ભંગના ગુનામાં ભોગ બનનાર મોડી
ફરિયાદ કરે તો ગંભીરતા ઘટતી નથી

પોક્સો
એક્ટના ભંગના ગુનામા આરોપી મહારાજ આચાર્ય બિરમની પાંડેના બચાવપક્ષે બનાવના પાંચ
દિવસના વિલંબ બાદ કરેલી ફરિયાદ ઉપજાવી કાઢી હોવાનો બચાવ લીધો હતો.તદુપરાંત 10 વર્ષથી આરોપી મહારાજ સામે કોઈ ફરિયાદ ન હોવા તથા મંદિરના લાખો રૃપિયા વહીવટનો
મામલે ખોટી ફરિયાદ કરાયાનું જણાવાયું હતું. જો કે કોર્ટે મોડી ફરિયાદ અંગેના
મુદ્દાને નકારી કાઢી જણાવ્યું હતું કે આવા કિસ્સામાં સગીર બાળકો પોતાની સાથે બનેલી
અઘટિત ઘટના અંગે તાકીદે જાણ કરતા અચકાતા હોય છે. જેના કારણે ગુનાની ગંભીરતા ઘટી
જતી નથી. ઘણીવાર બાળકોને આવી જાતીય વિકૃત્તિ કે પોતાની સાથે કેવા પ્રકારની ગંભીર
ઘટના થઈ રહી છે તેની ખબર નથી હોતી. માત્ર 10 વર્ષથી આરોપી પુજારી હોવાથી અગાઉ નથી
કર્યું એટલે હવે ગુનો કર્યો નહીં હોય તેવું અનુમાન થઈ શકે નહીં.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s