ખોલવડના યુવાન પર હોટલ માલિકના પુત્રએ જીવલેણ હુમલો કર્યો

લસકાણા ડાયમંડ નગરના કાઠીયાવાડી ઢાબા પર પાણી પીવા ગયેલા

– હોટલ માલિકની વળતી ફરિયાદ, પાણી પીવા આવેલા યુવાને રૂ.1000 ની માંગણી કરી મિત્ર સાથે હુમલો કર્યો હતો

સુરત, : સુરતના છેવાડાના લસકાણા ડાયમંડ નગરના એક ઢાબા પર પાણી પીવા ગયેલા ખોલવડના યુવાનનો વૃદ્ધ હોટલ માલિક સાથે ઝઘડો થયા બાદ હોટલ માલિકના પુત્રએ લોખંડની પાઈપ માથામાં મારતા ગંભીર ઈજા થઈ હતી. આ અંગે યુવાનના મિત્રએ હોટલ માલિક અને તેના પુત્ર વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અંગેનો ગુનો નોંધાવ્યો હતો. જયારે હોટલ માલિકે યુવાન અને તેના મિત્ર વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી હતી કે પાણી પીવા આવેલા યુવાને રૂ.1000 ની માંગણી કરી મિત્ર સાથે હુમલો કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ જેતપુરના જુનીસાંકડીના વતની અને સુરતમાં કામરેજ નવાગામ સ્થિત ધર્મ રેસિડન્સી ફ્લેટ નં.એફ/2/302 માં રહેતા 62 વર્ષીય ધનસુખલાલ મગનભાઇ જોટંગીયા પુત્ર કેતન સાથે લસકાણા ડાયમંડ નગર ભારત પેટ્રોલપંપની બાજુમા બાપા સીતારામ કાઠીયાવાડી ઢાબાના નામે હોટલ ધરાવે છે. કામરેજ ખોલવડ ગામ ખેતીવાડી ફાર્મ ફળીયામાં રહેતો દિપક ગીરીશભાઇ રાઠોડ તેના બે મિત્ર રોહિત વસાવા અને આકાશ સાથે ગત બપોરે એક વાગ્યે ડાયમંડ નગરમાં મિત્રને ટિફિન આપી પરત ફરતો હતો ત્યારે બાઇકમાં પેટ્રોલ પૂરું થતા આકાશ પેટ્રોલ ભરાવવા ગયો હતો. જયારે દિપક અને રોહિત બાપા સીતારામ કાઠીયાવાડી ઢાબાની બહાર તેની રાહ જોતા ઉભા રહ્યા હતા.

દરમિયાન, રોહિતને તરસ લાગતા તે હોટલમાં ગયો હતો અને ધનસુખલાલ પાસે પાણી માંગતા તેમણે રોહિતને ગાળ આપી બહાર મુકેલા કુલરમાંથી પાણી પીવા કહ્યું હતું. રોહિતે હોટલમાં પડેલું પાણી પીવડાવી દો, ગાળ શું કામ બોલો છો કહેતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. તે સમયે રોહિતે કેતનને મારવા પ્રયાસ કરતા ધનુસખભાઈએ ધક્કો મારતા રોહિત પાણીના કેરબાના લોખંડના સ્ટેન્ડ પર પડતા માથામાં ઇજા થઈ હતી. રોહિતે હોટલની સામેથી ઈંટનો ટુકડો ઊંચકીને છુટ્ટો મારતા ધનસુખભાઈને માથામાં ઇજા થઈ હતી. રોહિત હું પાછો આવું છું, તમને બંનેને જીવતા નહીં છોડીશ તેમ કહી બહાર નીકળ્યો હતો અને થોડીવારમાં દિપકને લઈ આવી ફરી ઝઘડો કરતા કેતને લોખંડના પાઈપના ટુકડા વડે રોહિતના માથામાં ચાર ઘા મારતા તે લોહીલુહાણ હાલતમાં નીચે ફસડાઈ પડયો હતો.

રોહિતને સારવાર માટે પહેલા સ્મીમેર અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. આ તરફ બનાવને પગલે સ્થળ પર ટોળું એકત્ર થઈ જતા મારની બીકે ધનસુખભાઇ અને કેતન હોટલ બંધ કરી ત્યાંથી નીકળી ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. બનાવ અંગે રોહિતના મિત્ર દિપકે ધનસુખભાઇ અને કેતન વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અંગે ગુનો નોંધાવ્યો હતો. જયારે ધનુસખભાઈએ રોહિત વિરુદ્ધ હોટલમાં ઘુસી પાણી પીધા બાદ રૂ.1000 ની માંગણી કરી કેતને પૈસા આપવા ઇન્કાર કરતા હુમલો કર્યાની વળતી ફરિયાદ નોંધાવી હતી.સરથાણા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તમામની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ પીઆઈ એમ.કે.ગુર્જર કરી રહ્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s