કામરેજ પોલીસે પકડેલા દારૃમાંથી 3.94 લાખનો દારૃ પોલીસે જ વગે કર્યો

-બે પોલીસ જવાન
એક જીઆરડીની સંડોવણી

-પોલીસલાઈનમાં મુકેલો દારૃ વગે કરી ત્રણેય ગાયબ

બારડોલી

સુરત જિલ્લાના કામરેજ પોલીસે
પકડેલા વિદેશી દારૃના જથ્થામાંથી બે પોલીસ જવાન અને જીઆરડીએ મળી રૃ. ૩.૯૪ લાખનો વિદેશી
દારૃ જૂની સબજેલમાં સંગ્રહ કરી સગેવગે કરવાના મામલે ત્રણેય વિરૃધ્ધ સરકારી મુદ્દામાલનો
અંગત લાભ માટે ઉપયોગ કરવા ગુનાહીત કાવતરૃં રચવાનો ગુનો નોંધાતા ત્રણેય ભૂગર્ભમાં ઉતરી
ગયા હતા. બંને પોલીસે પોલીસ લાઇનના પીએસઆઇ કવાટર્સમાં મુકેલા વિદેશી દારૃ માંથી પણ
રૃ.૬૮૦૦ નો જથ્થો સગેવગે કર્યો હતો.

કામરેજ પોલીસ મથકમાં પો.કો. પીનેશ
જેઠાલાલ અને અ.લો.રક્ષક ગુલાબ કરશનભાઈ તેમજ જીઆરડી ધવલ કિરીટભાઈ સોલંકી નોકરી કરે છે.
પો.કો. પીનેશ એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતો હોય ક્રાઈમ રાઈટર હેડ એએસઆઈ જાતરીયાભાઈ ફતેસિંહ
મદદ માટે બોલાવતા હતા અને ક્રાઇમને લગતી કામગીરી કરાવતા હતા. દરમિયાન ગત તા.૦૮-૧૦-૨૦૨૧ના
રાતના ૯ વાગે પો.કો. પીનેશે એએસઆઈ જાતરીયાભાઈ પાસેથી આજે ઈંગ્લિશ દારૃનો મોટો કેસ થયેલો
છે. જેથી કામરેજ પોલીસ લાઈનમાં આવેલા પીએસઆઇના કવાટર્સમા વિદેશી દારૃનો જથ્થો મૂકવા
ચાવી માટે લીધી હતી અને લોક રક્ષક ગુલાબ સાથે ચાવી લઈને ગયા હતા. દરમિયાન તા.૦૯-૧૦-૨૦૨૧ના
રોજ  પો.કો. પીનેશ જાતરીયાભાઈને મુદ્દામાલ રૃમની
ચાવી પર આપી દીધી હતી. દરમિયાન જાતરીયાભાઈએ પોલીસ સ્ટેશનનો રેકોર્ડ જોતા તા.૦૮-૧૦-૨૦૨૧
ના રોજ વિદેશી દારૃનો કોઈ કેસ દાખલ થયેલો ન હોય શંકા જતા પીઆઈ એમ.એમ. ગીલાતરને જાણ
કરી હતી. જેથી પોલીસ સ્ટાફ સાથે પીએસઆઇના કવાટર્સમાં મૂકવામાં આવેલો મુદ્દામાલ ચેક
કરતા તેમાંથી રૃ.૬૮૦૦ ના વિદેશી દારૃની બોટલની હેરાફેરી થઈ હતી. પો.કો. પીનેશ અને ગુલાબને
બોલાવતા બંને ફરજ પર હાજર ન હતા. અને બંનેની ગેરહાજરીની નોંધ કરી હતી. દરમિયાન પીઆઈ
એમ.એમ.ગીલાતરને શંકા જતા જુની સબ જેલ ખાતેના રૃમના તાળાની ચાવી પણ પો.કો. પીનેશ પાસે
હોય વિડીયોગ્રાફી કરી તાળું તોડી ચેક કરતાં જેમાં પોલીસે અગાઉ પકડેલા વિદેશી દારૃ પૈકીનો
કુલ ૩,૨૨૧ બોટલ કિંમત રૃ.૩,૯૪,૧૦૦ નો જથ્થો સગેવગે કરેલો હોવાનું જણાયું હતું. જે અંગે
પો.કો. પીનેશ, લોકરક્ષક ગુલાબ અને જીઆરડી ધવલ વિરૃધ્ધ પોતાના અંગત લાભ માટે સરકારી
મિલ્કત સબ જેલમાં વિદેશી દારૃનો જથ્થો સગેવગે કરી ગુનાહિત કાવતરૃં રચવા અંગે ગુનો નોંધી
વધુ તપાસ હાથ ધરી છે.

સબજેલના રૃમમાં મળેલો દારૃ ચોપડે નાશ
કરાયો હતો

કામરેજ પોલીસે જુની સબજેલમાં
પો.કો. પીનેશ, લોકરક્ષક ગુલાબ અને જીઆરડી ધવલે સગેવગે કરેલો રૃ.૩.૯૪ લાખના વિદેશી દારૃ
અંગે ગુનાહિત કાવતરૃં રચી પોતાના અંગત ફાયદા માટે સરકારી મિલકતનો ઉપયોગ કરવાનો ગુનો
નોંધ્યો છે. પરંતુ જે વિદેશી દારૃનો જથ્થો જુની સબજેલના રૃમમાંથી મળી આવ્યો તે જથ્થો
પોલીસ રેકોર્ડ ઉપર થોડા સમય અગાઉ ધોરણપારડી ગામની સીમમાં જુના પુલ ઉપર વિદેશી દારૃનો
જથ્થો નાશ કરવામાં આવેલો હોય પોલીસની ગુનો નોંધવાની અને ઉચ્ચ અધિકારી રૃબરૃ વિદેશી
દારૃ નાશ કરવાના મામલે વિસંગતતા ઉભી થઈ રહી છે.

ગુનો નોંધાતા
બે પોલીસ કર્મચારી તત્કાલ અસરથી સસ્પેન્ડ

પો.કો. પીનેશ જેઠાલાલ અને ક્રાઈમનો
કોમ્પ્યુટર ઉપર કામકાજ કરતાં હતાં. પો.કો. પીનેશ, લોકરક્ષક ગુલાબ કરશનભાઈ અને જીઆરડી
ધવલ સામે પીએસઆઇ કવાટર્સમાંથી રૃ.૬,૮૦૦ નો વિદેશી દારૃ તેમજ જૂની સબજેલના રૃમમાંથી
રૃ.૩.૯૪ લાખનો વિદેશી દારૃનો જથ્થો મળી આવતા બંને મામલે કામરેજ પોલીસમાં અલગ અલગ બે
ગુનો નોંધાતા ડીએસપી ઉષા રાડાએ તાત્કાલિક અસરથી પો.કો. પીનેશ અને લોકરક્ષક ગુલાબને
સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો.

<

p class=”12News0″> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s