TRB જવાન એવા પુત્રની પિતાએ જ હત્યા કરી બનાવને આત્મહત્યામાં ખપાવ્યો


– નશાખોર પિતા અને દોઢ વર્ષ અગાઉ ટીઆરબીની નોકરી છોડનાર પુત્ર વચ્ચે અવારનવાર સામાન્ય બાબતે ઝઘડા થતા હતા

– પોલીસને બે વખત ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરનાર પિતાની મોડીરાત્રે ધરપકડ

સુરત, : સુરતના વેડરોડની લક્ષ્મીનગર સોસાયટીમાં પિતાએ અગાઉ ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા પુત્રની હત્યા કરી બનાવને આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, શરૂઆતમાં પુત્રનું મોત કુદરતી રીતે થયું છે કહી બાદમાં તેણે ગળેફાંસો ખાધો છે તેવી વાત કરી પોલીસને બે વખત ગેરમાર્ગે દોરનાર પિતા વિરુદ્ધ ચોકબજાર પોલીસે પોસ્ટમોર્ટમ રીપોર્ટના આધારે હત્યાનો ગુનો નોંધી મોડીરાત્રે ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના ધુલીયાના આર્વી ગામનો વતની અને સુરતમાં વેડરોડ લક્ષ્મીનગર સોસાયટી ઘર નં.230 માં રહેતો તેમજ દોઢ વર્ષ અગાઉ સુરત શહેર ટ્રાફિક પોલીસમાં ટીઆરબી જવાન તરીકે બજાવતો સાગર કારબારી માળી ( ઉ.વ.25 ) ગત રવિવારે સાંજે ઘરમાંથી મૃત હાલતમાં મળ્યો હતો. તે સમયે ઘરમાં તેની સાથે એકલા હાજર તેના પિતા કારબારીએ તે કુદરતી રીતે મોતને ભેટ્યો છે તેવું પરિવારજનો અને સ્થળ પર પહોંચેલી ચોકબજાર પોલીસને જણાવ્યું હતું. જોકે, પોલીસે સાગરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડતા તેનું મોત ગળેટૂંપો આપ્યાથી થયું હોવાનું બહાર આવતા ચોકબજાર પોલીસે તેના પિતાની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી.અગાઉ સાગરનું મોત કુદરતી હોવાનું જણાવનાર તેના પિતાએ પોલીસને પુછપરછમાં સાગરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું.

જોકે, પોલીસે સાંયોગીક પુરાવાઓ અને પોસ્ટમોર્ટમ રીપોર્ટના આધારે કારબારીની ઉલટતપાસ કરતા તેણે પુત્ર સાગર સાથે અવારનવાર થતા ઝઘડાથી કંટાળીને તેની દોરી વડે ગળેટૂંપો આપી હત્યા કર્યાની કબૂલાત કરી હતી. દારૂની લત ધરાવતા કારબારીનો દોઢ વર્ષ અગાઉ ટીઆરબીની નોકરી છોડી છૂટક મજૂરીકામ કરતા અને ઘણા સમયથી વ્યવસ્થિત કામ નહીં કરતા સાગર સાથે વારંવાર ઝઘડો થતો હતો. આથી જ કારબારીએ ગત રવિવારે ઘરે અન્ય કોઈ હાજર નહોતું ત્યારે ફરી ઝઘડો થતા પુત્રની હત્યા કરી બનાવને આત્મહત્યામાં ખપાવી હતી. ચોકબજાર પોલીસે મૃતક સાગરના નાના ભાઈ સમાધાનની ફરિયાદના આધારે તેના પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી મોડીરાત્રે ધરપકડ કરી હતી. વધુ તપાસ પીઆઈ એ.એ.ચૌધરી કરી રહ્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s