20 લાખના ચેક રીટર્ન કેસમાં સિસ્કો ઈન્ડસ્ટ્રીઝના ચાર ડીરેકટર્સને એક વર્ષની કેદ


સુરત


આરોપી ડીરેકટર્સને બચાવની પુરતી તક આપવા છતાં ફરિયાદીની ઉલટ તપાસ કે બચાવના પુરાવા રજુ કર્યા નહોતા

આજથી
ચાર વર્ષ પહેલાં લીનીયર લો ડેન્સીટી પોલીથીનની ઉધાર ખરીદીના બાકી નીકળતા કુલ 78.59 લાખના પાર્ટ પેમેન્ટ પેટે આપેલા રૃ.20 લાખના ચેક રીટર્ન કેસમાં મોટા બોરસરા
સ્થિત  સિસ્કો ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.ના ચાર
આરોપી સંચાલકોને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ હરીશ વર્માએ દોષી ઠેરવી
એક વર્ષની કેદ તથા ફરિયાદીને રૃ.23.60 લાખનું વળતર ત્રીસ દિવસમાં ન ચુકવે તો વધુ
ત્રણ માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

નવસારી-જલાલપુર
સ્થિત ઈન્ડીયન ઓઈલ  કોર્પોરેશન લિ.માં
ડાયરેક્ટ કન્સાઈનમેન્ટ એજન્ટ તરીકે નોધાયેલી મે.સુર્યા એક્ઝીમ પ્રા.લિ. મારફતે
માંગરોળ તાલુકાના મોટા બોરસરા સ્થિત પેકીંગ મટીરીયલ્સ ઉત્પાદન કરતી સિસ્કો
ઈન્ડસ્ટ્રીઝના આરોપી ડીરેકટર્સ દ્વારા જુન-2017માં કુલ રૃ
.85.52 લાખની કિંમતનું
એલડીપીઈ(લીનીયર લો ડેન્સીટી પોલીથીન) 
ફરિયાદી કંપનીના સેલવાસ બ્રાંચમાંથી ઉધાર ખરીદી કરી હતી.જેના બાકી પેમેન્ટ
પેટે કુલ રૃ.78.59 લાખના પાર્ટ પેમેન્ટ પેટે સિસ્કો ઈન્ડીસ્ટ્રીઝના સંચાલકોએ આપેલા
રૃ.20 લાખના ચેક રીટર્ન થયા હતા.

જેથી
ફરિયાદી મે.સુર્યા એક્ઝીમ પ્રા.લિ.ના ફરિયાદી પાવરદાર અશ્વિનીકુમાર શર્માએ કીરીટ
પાનવાલા તથા ધર્મેશ ગાંધી મારફતે સિસ્કો ઈન્ડીસ્ટ્રીઝના આરોપી સંચાલકો ભરત ભૂષણ
, સિધ્ધાર્થ ભૂષણ,
સૌરભ બી.જૈન તથા મહાદેવ રોય વિરુધ્ધ ચેક રીટર્ન અંગે કોર્ટ ફરિયાદ
નોંધાવી હતી.જેની સુનાવણી દરમિયાન ફરિયાદપક્ષના પુરાવાનો માત્ર ઈન્કાર કરીને
આરોપીઓ બચાવના સાક્ષી તપાસવા છે અને જુબાની આપવાનું જણાવ્યા બાદ કોઈ સાક્ષી કે
પુરાવા આરોપીએ રજુ કર્યા નથી.આરોપી પક્ષને બચાવની ઘણી તક આપવા છતાં ફરિયાદી ની ઉલટ
તપાસનો બંધ થયેલા હક્કને ખોલવા કે બચાવના પુરાવારજુ કરવા માટે કોઈજ પ્રયત્ન
કરવામાં આવ્યો નહોતો.જેથી કોર્ટે ફરિયાદીના પુરાવા તથા દલીલોને માન્ય રાખી સિસ્કો
ઈન્ડીસ્ટ્રીઝના ઉપરોક્ત ચારેય સંચાલકોને દોષી ઠેરવી એક વર્ષની કેદ તથા ફરિયાદીને 23.60 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો હતો.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s