સુરત: સલાબતપુરાના ભવાની મંદિરે નવાબે અઢી કિલો સોનાનો મુગટ ચઢાવ્યો હતો

સુરત,તા.14 ઓક્ટોબર 2021,ગુરૂવાર

સુરત શહેરમાં માતાજીના અનેક ઐતિહાસિક મંદિરો છે. જેમાંથી સલાબતપુરાનું ભવાની માતાજી મંદિર પણ આસ્થાનું અનેરું કેન્દ્ર છે. જ્યાં નવાબે પોતે અઢી કિલો સોનાનું મુગટ ચઢાવ્યું હતું. આઠમના દિવસે આ મુગટ અને માતાજીને ચઢવાયેલા અમૂલ્ય આભૂષણોનો શણગાર કરવામાં આવે છે.

આ મંદિર 216 વર્ષથી અડીખમ છે. આ મંદિરે મંગળવાર, રવિવાર અને પૂનમની આરતીના દર્શન માટે સંખ્યાબંધ ભક્તો આવે છે અને માતાજી તેમની સર્વ મનોકામના પૂર્ણ કરતી હોવાની માનતા છે. વર્ષ 1792માં ગુણશંકર નામના ભક્તને પુનાની અંદર સ્વપન આવ્યું હતું કે તારે સૂર્યપુર બંદર તરફ જવાનું છે. અગ્નિહોત્રી બ્રાહ્મણ એવા ગુણશંકર એક વર્ષ બાદ સંજોગોવસાત સુરત આવી પહોંચ્યા હતા. દરમિયાન ફરીવાર સ્વપનમાં દર્શન આપીને માતાજીનો આદેશ મળ્યો કે, સલાબતપુરા નવાબના કબજામાં આવેલા વિસ્તારના કુવા પાસે ભક્તિ કરો. ત્યારબાદ ગુણશંકર સ્વપ્નમાં માતાજીએ ચરણ પાદુકા આપી અને ખુદ કુવાની અંદર પુરાયેલા હોય બહાર કાઢવાનો આદેશ કર્યો હતો.

મંદિરના મહારાજ પિયુષાનંદજીએ કહ્યું કે, ગુણશંકરે આ અંગેની જાણ નગરજનોને કરતા ઇ.સ.1802માં માગસર સુદ છઠ્ઠને દિવસે માતાજીની મૂર્તિ કૂવામાં બહાર કાઢી હતી. માતાજી જે સમયે કુવામાંથી બહાર નીકળ્યા તે સમયે કુવાની અંદરથી સિંહના અવાજરૂપે ગર્જના સંભળાઇ હતી. જેથી માતાજીની મૂર્તિની આજુબાજુ બે નાના સિંહ પણ છે. જેને કારણે માતાજીનું નામ સિંહવાણી ભવાની માતાજી આપવામાં આવ્યું છે. પ્રથમ માતાજીનું દેરૂ ગુણશંકરના હાથે કુવાની નીચે જ સ્થાપવામાં આવ્યુ હતુ. ગુણશંકર મહારાજના સ્વર્ગવાસ બાદ ખંડેરાવજી નામના બ્રાહ્મણ દેરાની દેખરેખ કરતા હતા. ત્યાર બાદ ખંડેરાવજીને મળેલા આદેશને આધારે વર્ષ 1908માં માતાજીનો જીર્ણોદ્ધાર સંપન્ન થયો હતો અને નવું દેરૂ તે જ જગ્યા ઉપર બાંધવામાં આવ્યું હતું.

મહારાજ પિયુષાનંદજીએ કહ્યું કે, નવું દેરૂ બાંધતી વખતે પહેલા નવાબે ઇન્કાર કર્યો હતો. જો કે બાદમાં થયેલા અનુભવને આધારે નિર્માણની મંજૂરી આપી હતી. નવાબના હકની જમીન માતાજીના નામે કરી આપી હતી અને અઢી કિલો સોનાનું મુગટ પણ ચઢાવ્યું હતું. જે માણેક, પન્ના, નિલમ જેવા અમૂલ્ય નંગોથી જડિત છે. મહત્વની વાત એ છે કે બે વર્ષથી કોરોનાને કારણે માતાજીને સોનાના આભૂષણો અર્પણ કરાયા ન હતા જે આજે તેમને વિધિવત રીતે અર્પણ કરાયા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s