સચિનમાં ચાર વર્ષની બાળા સાથે દુષ્કર્મના બનાવમાં ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાશેસુરત

આરોપી હનુમાન ઉર્ફે નિષાદના 7 દિવસના રિમાન્ડઃ ફુટેજમાં ચહેરો ક્લિયર દેખાતો ન હોવાથી FSLની ટીમ પાસે ગેઇટ એનાલીસીસ કરાવાશે
સચીન
જીઆઈડીસી વિસ્તારના શ્રમજીવી પરિવારની માત્ર ચાર વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ
આચરીને સિધ્ધિવિનાયક ઈન્ડીસ્ટ્રીયલ પાર્કની કમ્પાઉન્ડ વોલ નજીક ઝાડી ઝંખરામાં ફેંકી
દેનાર આરોપીને સીસીટીવી ફુટેજના આધારે ઝડપી લઈ સચીન જીઆઈડીસી પોલીસે સાત દિવસના રિમાન્ડની
માંગ સાથે કોર્ટમાં રજુ કરતાં કોર્ટે આરોપીને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં સોંપતો હુકમ
કર્યો છે.

સચીન જીઆઈડીસી
વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની રૃમની બહાર રમતી માત્ર ચાર વર્ષની બાળકીનું બદકામ
કરવાના ઈરાદે અપહરણ કરી સિધ્ધિવિનાયક ઈન્ડસ્ટ્રીયલ પાર્ક નજીકની કમ્પાઉન્ડ વોલની નજીકની
ઝાડીમાં લઈ જઈને દુષ્કર્મ આચરી બાળકીને ફેંકી દેવાઇ હતી. સોશિયલ મીડિયામાં ફરતા સીસીટીવી
ફુટેજના વિડીયોમાં અજાણ્યો શખ્સ બાળાને લઇ જતા નજરે પડયો હતો.જેથી સચિન જીઆઇડીસી પોલીસે
ટીમોએ  તપાસ કરતા અજાણ્યો શખ્સ મધુભાઈ મારવાડીની
ચાલમાં રહેતા 39  વર્ષીય હનુમાન ઉર્ફે અજય મંગી નિષાદ નામના શખ્શ હોવાનું બહાર આવતા
મૂળ ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લાના પુરાના જમનાઘાટના શખ્સને ઝડપી લીધો હતો.

પુછપરછમાં
પહેલા ગોળગોળ વાતો કર્યા બાદ આરોપીએ બાળકીનું અપહરણ કરી તેના શરીરના ગુપ્તભાગે
છેડછાડ કરતા જોરથી રડવા લાગતા ઝાડીમાં તેને એકલી મુકીને આરોપી નાસી ગયાની કબૂલાત
કરી હતી. આરોપીને આજે કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડ મંગાયા હતા. સુનાવણીમાં
એપીપી દિપેશ દવેએ જણાવ્યું હતું કે
,
બાળાને અપહરણ કરીને લઇ જવાય છે તેનું રીકન્સ્ટ્રકશન ઔઆરોપીને સાથે
રાખી કરવાનું છે. તે રૃટમાં આવતાં સીસીટીવી કેમેરાના ફુટેજ કબજે કરવાના છે.
બાળકીનું અપહરણ કરી ખાવા માટે મોસંબી
, સમોસા, ફ્રુટ સલાડ તથા જીરા સોડા લઈ આપી હોય તે તમામ જગ્યાના પુરાવા એકઠા કરવાના
છે. આરોપીએ અગાઉ આ પ્રકારના કોઈ ગંભીર ગુનો કર્યો છે કે કેમ
? ગુનો કરવાની દુષ્પ્રેરણા ક્યાંથી મળી તેની તપાસ કરવાની છે.

સીસીટીવી
ફુટેજમાં આરોપીનો ચહેરો ક્લીયર દેખાતો ન હોઈ એફએસએલ અધિકારી પાસે ગેઈટ એનાલીસીસ કરવાની
કામગીરીમાં વિલંબ થાય તેમ હોવાથી આરોપીની કસ્ટડી માંગી છે. આરોપીને જતા નજરે જોનાર
કેટલાક સાક્ષીઓ મળ્યા હોઈ આરોપીની  ઓળખપરેડ
કરાવવાની છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s