ફ્લેટનું બુકીંગ લઈ ચાર ટાવર નહીં બનાવી જમીન પિતરાઈને વેચી ઓફિસ બંધ કરી દીધી


– સાયણમાં 12 ટાવરના પ્રોજેક્ટમાં ડેવલપરની ઠગાઈ

– ધનરાજ ડેવલોપર્સના ત્રણ ભાગીદારો પાસે સરથાણાના વેપારી અને પરિવારે રૂ.53 લાખ આપી એક જ ટાવરમાં 10 ફ્લેટ બુક કરાવ્યા હતા

સુરત, : સુરતના પુણાની પ્રમુખપાર્ક સોસાયટીમાં ઓફિસ ધરાવતા મે.ધનરાજ ડેવલોપર્સના ત્રણ ભાગીદારોએ સાયણમાં પ્રોજેક્ટ મૂકી ફ્લેટનું બુકીંગ લઈ કુલ 12 ટાવરમાંથી ચાર ટાવર નહીં બનાવી તે જમીનનો ટુકડો હાલ રાજકોટમાં રહેતા પિતરાઈ ભાઈને વેચી ઓફિસ બંધ કરી દીધી હતી અને ફરાર થઈ ગયા હતા.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પુણાગામ દેવીદર્શન સોસાયટીની પાછળ પ્રમુખપાર્ક સોસાયટી ઓફીસ નં.49 માં મે.ધનરાજ ડેવલોપર્સના નામે પેઢી ધરાવતા ત્રણ ભાગીદારો હસમુખભાઇ લખમણભાઇ બેડ ( રહે.ઘર નં.258, પ્રમુખપાર્ક સોસાયટી, દેવીદર્શન સોસાયટીની પાછળ, પુણાગામ, સુરત. મુળ રહે.હેમાળ, તા.જાફરાબાદ, જી.અમરેલી ), મિલનભાઇ મનસુખભાઇ પાંભર ( રહે.ફ્લેટ નં.એ/603, ધનંજય પેરેડાઇઝ, રામધણ ગૌશાળાની બાજુમાં, મવડી પાળ રોડ, રાજકોટ. મુળ રહે.નવીધારી ગુંદળી, તા.ભેંસાણ, જી.જુનાગઢ ) અને પરેશભાઇ કેશુભાઇ સરધારા ( રહે.ફ્લેટ નં.એ/703, ધનંજય પેરેડાઇઝ, રામધણ ગૌશાળાની બાજુમાં, મવડી પાળ રોડ, રાજકોટ. મુળ રહે.સરવાણીયા, તા.કાલાવાડ, જી.જામનગર ) એ વર્ષ 2016 માં સાયણમાં નિલકંઠ ટાઉનશીપના નામે લો રાઇઝ બિલ્ડીંગો બનાવવાનો પ્રોજેક્ટ મુકી તે પ્રોજેક્ટમાં કુલ 12 ટાવર બનાવવાની જાહેરાત કરી ફ્લેટ બુકીંગ શરૂ કર્યું હતું.

મૂળ ભાવનગરના પાલીતાણાના નવાગામ બડેલીના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા સ્વસ્તિક રેસિડન્સીની બાજુમાં સાંસ્કૃત રેસિડન્સી સી-303 માં રહેતા 42 વર્ષીય વેપારી જયેશભાઈ વસંતરાય ધાનક અને તેમના પત્ની, પિતા અને ભાભીએ નિલકંઠ ટાઉનશીપના એફ-4 ટાવરમાં કુલ 10 ફ્લેટ બુક કરાવી રૂ.53 લાખ જમા કરાવતા મે.ધનરાજ ડેવલોપર્સના ત્રણ ભાગીદારોએ સાટાખત કરી આપ્યા હતા.જોકે, ડેવલોપર્સે ઈ-3,4 અને એફ-3,4 ટાવર નહીં બનાવી તે જમીનનો ટુકડો મિલનના પિતરાઈભાઈ જયેશભાઈ જયંતીભાઈ પાંભર ( રહે. બી-501, ધનંજય પેરેડાઈઝ, રામધણ ગૌશાળાની બાજુમાં, મવડી પાળ રોડ, રાજકોટ ) અને ઓળખીતા પિન્ટુભાઈ પરસોત્તમભાઈ પણસારા ( રહે.તાપસ સોસાયટી, વલ્લભાશય મકાન સામે, એસ.બી.આઈ બેંકવાળી શેરી, નાના મૈવા મેઈનરોડ, રાજકોટ ) ને જમીન વેચાણના ખોટા દસ્તાવેજો ઉભા કરી વેચી દીધી હતી.બાદમાં તેઓ પોતાની ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા હતા.

વેપારી, તેમના પરિવારજનો ઉપરાંત નહીં બનાવેલા ચાર ટાવરમાં ફ્લેટ બુક કરનારા અન્યો સાથે પણ છેતરપિંડી કરનાર મે.ધનરાજ ડેવલોપર્સના ત્રણેય ભાગીદાર સહિત પાંચ વિરુદ્ધ વેપારી જયેશભાઈએ ગતરોજ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા આર્થિક ગુના નિવારણ શાખાના પીએસઆઈ કે.પી.ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s