દા.ન.હવેલી લોકસભાની પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું ચતુષ્કોણીય જંગ થશે

-શિવસેના અને ભારતીય ટ્રાયલબ પાર્ટીના
ઉમેદવારને પાર્ટી સિમ્બોલ અંગે ચૂંટણી પંચે મંજુરી નહીં આપી , પ્રચાર પુરજોશમાં

વાપી

૩૦મી ઓકટોબરના રોજ દા.ન.હવેલીમાં
લોકસભાની પેટાચૂંટણીને લઇ ચિત્ર સ્પષ્ટ થયું છે. આ બેઠક પણ ચતુષ્કોણીય જંગ થશે. રાજકીય
પાર્ટીઓએ ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર તેજ કરી જીત માટે એડીચોટી જોર લગાવી રહ્યા છે.

દા.ન.હવેલીના સાંસદ મોહન ડેલકરના
અપમુત્યુ બાદ ખાલી પડેલી બેઠક માટે યોજાનારી પેટાચૂંટણીમાં બુધવારે પત્રકો ખેંચવાના
અંતિમ દિન બાદ ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. આ બેઠક પર કુલ ૧૦ ઉમેદવારી પત્રકો ભરાયા હતા.
જે પૈકી લોકજન શક્તિ પાર્ટીના ઉમદવાનું પત્રક રદ અને ૩ ડમી ઉમેદવાર મળી ૪ પત્રકો રદ
કરાયા હતા. અને ૨ પત્રકો પરત ખેંચી લેવાયા હતા.

હવે તા.૩૦મીના રોજ યોજાનારી ચૂંટણીમાં
ભાજપના મહેશ ગાવિત, કોંગ્રેસના મહેશ ધોડી, શિવસેનાના કલાબેન ડેલકર (માજી સાંસદ સ્વ.
મોહન ડેલકરના પત્ની) અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગણેશ બાબલુભાઈ ભુજાડા વચ્ચે ચતુષ્કોણીય
જંગ થશે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને જીતાડવા પ્રચારમાં લાગી ગયા છે અને એડીચોટીનું
જોર લગાવી રહ્યા છે.

<

p class=”12News”>ઉલ્લેખનીય છે કે, કલાબેન ડેલકરે
શિવસેના અને અપક્ષમાંથી બે પત્રકો ભર્યા હતા. જો કે ચૂંટણીપંચ દ્વારા શિવસેનાના ચિન્હ
અંગે કોઈ મંજુરી નહીં અપાતા કલાબેન ડેલકરને બેટસમેન (બલ્લેબાજ)નું ચિન્હ ફળવવામાં આવ્યું
છે. જયારે ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગણેશ ભુજાડાને પણ પાર્ટીનું સિમ્બોવ ફળવાયું નથી,
તેમને ઓટો રીક્ષા ચિન્હ ફાળવવામાં આવ્યું છે. આ ક્ષેત્રિય પાર્ટી હોવાથી તેમના પાર્ટીના
સિમ્બોલ લેવા હોય તો ચૂંટણી પંચ સમક્ષ ફોર્મ ભરવાની પ્રક્રિયા છે. જે પ્રક્રિયા આ ઉમેદવારોએ
નહીં કરતા તેમને પાર્ટીના સિમ્બોલ ફાળવવામાં આવ્યા નથી. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s