દશેરા પહેલા બહારગામનું ડિસ્પેચીંગ વધ્યું, રોજ 40 હજારથી વધુ પાર્સલો રવાના

-દશેરા-દિવાળી
ટાણે સુરતના કાપડ બજારમાં કામકાજમાં ભારે ધમધમાટ વચ્ચે વેપારીઓ અને કારીગરો પાસે ફુરસદ

સુરત

કોવિડ મહામારીને કારણે છેલ્લા
બે વર્ષથી ધંધામાં મોટી નુકસાની વેઠનારા કાપડ બજાર વેપારીઓને દશેરા-દિવાળી પહેલાં કામકાજ
બાબતે ફરિયાદ નથી. બહારગામના પુષ્કળ ઓર્ડરને કારણે હાલમાં જુદી-જુદી માર્કેટોમાં ડિસ્પેચીગ
માટેના ફિનિશ્ડ પાર્સલનો ભરાવો થયો છે.

કાપડ બજાર વિસ્તાર નહીં બહુધા દરેક
માર્કેટોમાં પાર્સલનો ભારે ઢગલો થયો છે. બહારગામના છૂટક વેપારીઓના ઓર્ડરો પૂરા કરવા
માટે છેલ્લાં ઘણાં દિવસોથી પાર્સલોના ડિસ્પેચીગના કામકાજમાં સતત વધારો હોવાને કારણે
જથ્થાબંધ વેપારીઓ વ્યસ્ત છે.  દેશભરની જુદી-જુદી
મંડીઓમાંથી ઓર્ડરો મળી રહ્યાં છે. તમામ પ્રકારની કવોલિટીઓમાં માંગ હોવાને કારણે, નાના-મોટા
જથ્થાબંધ વેપારીઓ અત્યારે સૌથી વધુ ખુશ છે. છેલ્લાં 12-15 દિવસથી માર્કેટોમાંથી પાર્સલોની
રવાનગીમાં મોટો ઉછાળો આવ્યો છે. દેશના મોટાભાગના રાજ્યોમાંની મંડીઓમાં સુરતથી રોજેરોજ
માલ રવાના થઇ રહ્યો છે.

ગુજરાત અને મહારાષ્ટ્રની મહત્વની
માર્કેટો માટે લોકલ ટ્રાન્સપોર્ટર્સ તરફથી પાર્સલ લઇ જવામાં આવે છે. આ ઉપરાંત રેલવે
મારફત પણ મોટી સંખ્યામાં પાર્સલો મોકલવામાં આવી રહ્યા છે સૌથી વધુ પાર્સલો યુપી, પંજાબ
દિલ્હી તથા દક્ષિણના વિવિધ રાજ્યો માટે રવાના થઈ રહ્યાં છે.

મોટી માર્કેટોમાંથી
1500થી 2000 નાનીમાંથી 500થી 1000 પાર્સલો રવાના થઇ રહ્યા છે

છેલ્લા પંદર દિવસથી કાપડ માર્કેટમાંથી
પાર્સલનું ડિસ્પેચિંગ ખૂબ જ વધ્યું છે. રોજેરોજ 40 હજારથી વધુ પાર્સલો ટ્રાન્સપોર્ટ
ગોડાઉન માટે રવાના કરવામાં આવે છે. મોટી માર્કેટમાંથી રોજના 1500થી 2000 તથા નાની માર્કેટમાંથી
500થી 1000 પાર્સલો રવાના કરવામાં આવે છે, એમ સૂત્રોએ કહ્યું હતું. વેપારીઓની સાથોસાથ
પાર્સલ મેકીગ અને કટીંગ-પેકિંગ સાથે સંકળાયેલા કારીગર-મજૂર વર્ગ અત્યારે સૌથી વધુ વ્યસ્ત
છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s