ટ્રકોની અછતને પગલે ઉત્તરના રાજ્યો માટેના ગુડ્સના પાર્સલો ટ્રાન્સપોર્ટરો સ્વીકારતા નથી

-બહારગામથી
ટ્રક રિટર્ન ગુડ્સ લઈને આવતી નહીં હોવાને કારણે ટ્રકોની અછતઃ પાર્સલ મુકવા મુકાદમોએ
ત્રણ-ચાર ધક્કા ખાવા પડે છે

સુરત,     

પંજાબ, દિલ્હી અને યુપી વિસ્તારની
વિવિધ મંડીઓ માટે ફિનિશ્ડ પાર્સલો મોકલવામાં સુરતથી થોડી મુશ્કેલી પડી રહી છે. મુકાદમ
પાર્સલો લઈને ટ્રાન્સપોર્ટર્સની ત્યાં પહોંચે છે, ત્યારે ટ્રક નથી અને ગોડાઉનમાં જગ્યા
નથી, એમ કહીને પરત મોકલવામાં આવે છે એવી ફરિયાદ છે.

ટ્રાન્સપોર્ટર્સ પાસે અત્યારે સૌથી
વધુ કામકાજ છે. તમામ ટ્રાન્સપોર્ટના ગોડાઉનો પાર્સલોથી જામ થયાં છે. પાર્સલ મૂકવાની
પણ જગ્યા નથી. ગોડાઉન સંપૂર્ણપણે ફુલ થયાં હોવાથી, નવા પાર્સલોનું બુકિંગ લેવા માટે
અચકાઇ રહ્યાં છે. હકીકતમાં તો રિટર્ન ટ્રક મળતી નહીં હોવાને કારણે આ પરિસ્થિતિ ઊભી
થઇ છે.

સુરતથી રોજેરોજ 400થી વધુ ટ્રકો
ટેક્સ્ટાઇલ ગુડ્ઝ લઈને બહારગામ માટે નીકળી રહી છે. પંજાબ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ,
બિહાર સહિતના વિભિન્ન રાજયોની મંડીઓ માટે સરેરાશ 40થી 50 ટ્રાન્સપોર્ટર્સ સંકળાયેલાં
છે. બહારગામથી ટ્રક રિટર્ન ગુડસ્ લઈને આવતી નહીં હોવાને કારણે ટ્રકોની અછત છે, એમ ટેક્સ્ટાઇલ
ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ યુવરાજ દેશલેએ કહ્યું હતું.

ટ્રકોના ધંધામાં પણ પરિસ્થિતિ હંમેશા
બદલાતી રહી છે. સુરતમાં ધંધામાં તેજી હોય ત્યારે બહારગામ મંદીનો માહોલ હોય છે અને બહારગામ
જ્યારે તેજી હોય ત્યારે સુરતમાં સંપૂર્ણપણે મંદીનો માહોલ હોય છે. ટ્રાન્સપોર્ટર્સને
જ્યારે જ્યારે ટ્રકોની જરૃર પડતી હોય છે, ત્યારે પૂરતા પ્રમાણમાં ટ્રકો મળતી નથી. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s