`આમોર મોત કા જીમેદાર કાશીનાથ અર્જુ ભાલેરાવ હૈ`: કોસાડના યુવાનના આપઘાત પ્રકરણમાં મિત્ર વિરૂધ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

– મિત્રને સંકટ સમયે રૂ. 30 હજારની મદદ કરી, પોતે આર્થિક ભીંસમાં મુકાતા ઉઘરાણી કરી ત્યારે મિત્રએ હાથ ઉંચા કરી દીધા

સુરત
ઉછીના આપેલા 30 હજાર રૂપિયા આર્થિક સમસ્યાના સમયે મિત્રએ પરત નહીં આપતા કોસાડ આવાસના શ્રમજીવી યુવાન દ્વારા આપઘાત કરી લેવાના પ્રકરણમાં સ્યુસાઇડ નોટના આધારે અમરોલી પોલીસે મિત્ર વિરૂધ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમરોલી-કોસાડ આવાસમાં રહેતા મહેન્દ્ર સીતારામ થોરાત (ઉ.વ. 39) એ ગત રોજ રસોડામાં પંખાની છત સાથે દોરી બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા અમરોલી પોલીસના પીએસઆઇ એમ.જી. રાઠોડ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે મોતીરામના ઘરની તલાશી લીધી હતી જેમાં એક નોટબુક મળી આવી હતી. નોટબુકમાં મોતીરામે સગાસંબંધી અને મિત્રોના નામ અને મોબાઇલ નંબર લખ્યા હતા. ઉપરાંત આમોર મોત કા જીમેદાર કાશીનાથ અર્જુન ભાલેરાવ હૈ, 30000 લેનેકા હૈ અને ત્યાર બાદ મોબાઇલ નંબર લખ્યો હતો. જેથી પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે લીધી હતી અને તેના આઘારે કાશીનાથ અર્જુન ભાલેરાવ વિરૂધ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે ઘાગા કટીંગ અને સાડી પર સ્ટોન લગાવવાનું કામ કરતો મહેન્દ્ર અને કાશીનાથ મિત્રો છે. કાશીનાથ માર્કેટમાંથી કામ લાવતો હતો અને મહેન્દ્ર સાથે મળી કામ કરતા હતા. મિત્રતાના નાતે મહેન્દ્રએ કાશીનાથને ઉછીના 30 હજાર આપ્યા હતા. પરંતુ પોતે આર્થિક સંક્ડામણમાં ફસાઇ જતા કાશીનાથે ઉછીની લીધેલી રકમ આપવાનો ઇન્કાર કરી દેતા આપઘાતનું પગલું ભર્યુ હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s