સુરત: દેશભરમાં વીજ કટોકટીની વાત થઇ રહી છે ત્યારે મહાનગરપાલિકાનો અનોખો પ્રયોગ


– વીજ ખર્ચનું ભારણ ઘટાડવા પાલિકા 10 મેગાવોટ ક્ષમતાનો સોલાર પ્લાન્ટ બનાવશે

– સોલાર પ્લાન્ટ માટે પાલિકાની લાઈટ ઓન ફાયર કમિટીમાં 64.46 કરોડના અંદાજ મંજૂર કરાયા

સુરત,તા.13 ઓક્ટોબર 2021,બુધવાર

દેશભરમાં વીજળીની કટોકટીની વાત ચાલી રહી છે ત્યારે પાલિકાએ વીજ ખર્ચનુ ભારણ ઘટાડવા માટે જુદો જ નિર્ણય કર્યો છે. સુરત મનપા 10 મેગા વોટ ક્ષમતાનો સોલાર પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે. પાલિકાની લાઇટ એન્ડ ફાયર સમિતિની બેઠકમાં આ સોલાર પ્લાન્ટ માટે 64.46 કરોડનો અંદાજ મંજુર કરવામાં આવ્યો છે. સોલાર પ્લાન્ટ માટે રાજયના કોઇ પણ સ્થળે મનપા જરૂરી 20 એકર જગ્યા પ્રાપ્ત કરશે. કેપિટલ ખર્ચ મનપા કરશે જયારે પ્લાન્ટની સંચાલનની જવાબદારી ખાનગી એજન્સીને સોંપવામાં આવશે. 10 મેગા વોટ પ્લાન્ટના માધ્મયથી વર્ષે 17 લાખ યુનિટ વીજ ઉત્પાદન કરવામાં આવશે.

સુરત મહાગરપાલિકા વર્ષે દહાડે વિજ પુરવઠા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ખર્ચનું ભારણ હળવું કરવા માટે મનપા કુદરતી ઉર્જા તરફ આગળ વધી રહી છે. સુરત મનપાએ વર્ષ 2010માં 22 કરોડના ખર્ચે 3.75 મે.વો ક્ષમતાનો પ્રથમ ‌વિન્ડ પાવર પ્લાન્ટ કચ્છમાં સ્થા‌‌‌પિત કર્યો હતો. આ પ્લાન્ટ પાછળ જેટલો ખર્ચ થયો હતો તે સરભર થઇ ગયો છે. આ ઉપરાંત મનપાને વિજ ઉત્પાદનથી કરોડ રૂ‌પિયાની આવક પણ થઇ છે. ત્યારબાદ મનપાએ તબક્કાવાર કચ્છ નખતરાણા ખાતે 8, પોરબંદર ખાતે 5 અને જામનગર ખાતે 4 મળી અંદાજે 320 કરોડના ખર્ચે કુલ 17 જેટલા પ્લાન્ટ સ્થા‌પિત કર્યા છે. આ સાથે મનપાની વિવિધ મિલકતો પર સોલાર પ્લાન્ટ ગોઠવીને આત્મનિર્ભર બનવા પ્રયાસ મનપા દ્વારા કરવામાં આવી રહ્યો છે.

સુરત મનપા ખાતે મળેલી લાઇટ એન્ડ ફાયર સમિતિની બેઠકમાં 10 મેગા વોટ ક્ષમતાનો વધુ એક સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે 64.46 કરોડનો અંદાજ મંજુર કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટના મેઇન્ટેન્સ પાછળ 10 વર્ષે 3 કરોડનો ખર્ચ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. 10 મેગા વોટના સોલાર પ્લાન્ટ માટે મનપા ગુજરાતના કો‌ઇ પણ સ્થળે 40 એકર જગ્યા ભાડેથી મેળવશે. ત્યારબાદ પ્લાન્ટની જાળવણીની જવાબદારી ખાનગી એજન્સીને સોપવામાં આવશે. પ્લાન્ટમાંથી જે વિજળી ઉત્પાદન કરવામાં આવશે તે વિજળીનું વેચાણ કરી જગ્યાનું ભાડું ચુકવવમાં આવશે. વર્ષે દહાડે 17 લાખ યુનિટ વિજળીનું ઉત્પાદન કરીને મનપા 9.50 કરોડની આવક કરશે એવો અંદાજ આંકવામાં આવ્યો છે. આજે મળેલી લાઇટ એન્ડ ફાયર સમિતિની બેઠકમાં ઉક્ત 10 મેગા વોટ સોલાર પ્લાન્ટને લીલીઝંડી આપવામાં આવી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s