સુરત ડિસ્ટ્રીક્ટ બેંકની મોતા શાખામાં ધોળે દિવસે કર્મચારીઓને બંધક બનાવી રૃ.10.42લાખની લૂંટ

-સફેદ કલરની બાઇક પર આવેલા ત્રણ હિન્દીભાષી  લૂંટારૃએ બે રિવોલ્વરની અણીએ ઘટનાને અંજામ આપ્યો
ઃ -લૂંટારૃઓનું બાઇક બગડી જતાં ખેંચીને ભાગતા સીસીટીવી કેમેરામાં દેખાયા

-બેંક મેનેજર અને કર્મચારીઓને થપ્પડ મારી
રિવોલ્વરની અણીએ લોકર રૃમમાં બંધક બનાવ્યા

બારડોલી, મંગળવાર

બારડોલી તાલુકાના મોતા ગામે હલધરૃ
રોડ પર રહેણાંક વિસ્તારની વચ્ચે આવેલી ધી સુરત ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકની શાખામાં
બાઈક ઉપર આવેલા ત્રણ ૨૫ થી ૩૦ વર્ષના બુકાનીધારી શખ્સો બેંક મેનેજર અને ૫ કર્મચારીને
રિવોલ્વરની અણીએ લોકરવાળા રૃમમાં બંધક બનાવી કેશ કાઉન્ટર પર રાખેલા રોકડા રૃ.૧૦.૪૨
લાખની લૂંટ ચલાવી હતી. લૂંટારૃઓની બાઇક બગડી જતા બાઇકને ખેંચીને દોડતા નજીકના ઘરમાં
લગાવાયેલા સીસીટીવી કેમેરામાં નજરે પડયા હતા. જિલ્લા પોલીસે બેંકના અને ખાનગી સીસીટીવી
ફૂટેજ કબજે કરી લૂંટ કરનારાને પકડવા દોડધામ શરૃ કરી છે.

મોતા ગામે હલધરૃ રોડ ઉપર બહુચરાજી
મંદિર નજીક ચરોતરીયા લેઉવા પાટીદાર સમાજ હોલના બિલ્ડીંગમાં ધી સુરત ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ
બેંકની શાખા છે. બેંક મેનેજર તરીકે જતીન કિરણભાઈ રબારી (રહે. મઢી, તા.બારડોલી) અને
કેશિયર તરીકે મીત દિનેશભાઈ પટેલ સહિત પાંચ કર્મચારી ફરજ બજાવે છે. મંગળવારે સવારે ૧૦-૩૦
વાગે મેનેજર જતીન અને તમામ કર્મચારીઓ નિત્યક્રમ મુજબ બેંકની શાખા ખોલી પોતપોતાની રીતે
કામ કરી રહ્યા હતા. દરમિયાન બપોરે ૧.૩૭ કલાકે સફેદ કલરની બાઈક ઉપર ત્રણ હિન્દીભાષી
૨૫ થી ૩૦ વર્ષના શખ્સ આવ્યા હતા. જેમાંથી એક શખ્સ પ્રથમ એટીએમ મશીનમાં ગયો હતો. બે
શખ્સ બેંકમાં નજર કર્યા બાદ એટીએમમાંથી નીકળેલો શખ્સ બીજા શખ્સ સાથે સીધા બેંકમાં ઘૂસી
બેંક મેનેજર જતીન રબારી પાસે જઈ બે-ત્રણ થપ્પડ મારી લમણે રિવોલ્વર મુકી દીધી હતી. બીજા
શખ્સે અન્ય કર્મચારીને થપ્પડ મારી રિવોલ્વર બતાવી બધાને અંદર ધકેલી દીધા હતા. મહિલા
કર્મચારી સહિત તમામને લોકર રૃમમાં બંધક બનાવી દીધા હતા.

બે તમંચા વડે તમામને બંધક બનાવી
કેશિયર કોણ છે ? તેમ હિન્દીમાં પૂછી મીત પટેલને બહાર કાઢી કેશ કાઉન્ટર ઉપર લઈ ગયા હતા.
જેમાં રોકડા રૃ.૧૦.૪૨ લાખ હતા, જે તમામ રૃપિયા થેલીમાં ભરી ત્રણેય બહાર નીકળી બાઇક
ચાલુ કરવા લાગ્યા હતા પરંતુ બાઈક ચાલુ ન થતાં રૃપિયા ભરેલી થેલી સાથે બે શખ્સ ફરીથી
બેંકમાં જતાં જતીન અને કર્મચારીઓ લોકર રૃમમાંથી બહાર આવેલા હતા. બંને શખ્સોએ બધાને
ફરીથી ધમકાવી લોકર રૃમમાં મોકલી દઇ કાઉન્ટર ઉપરથી તમામના મોબાઈલ નીચે નાંખી દઈ બાઈકની
ચાવી લઈ બાઈક ચાલુ કરી ભાગવા જતાં રસ્તામાં ફરીથી બગડી જતા બાઈક ખેંચીને હલધરૃ વાંક
સુધી ભાગતા નજરે પડયા હતા.  તેમની પાછળ રોકડા
૧૦.૪૨ લાખ ભરેલો થેલો લઇને એક લૂંટારૃં ભાગતો દેખાય છે. કમનસીબે આ સમયે રોડ પરથી એક
પણ વાહન પસાર થયું ન હતુ. બનાવની જાણ થતાં બારડોલી પોલીસ અને જિલ્લાભરની તમામ પોલીસે
નાકાબંધી કરી હતી. ઉચ્ચ અધિકારીઓની ટીમ મોતા ગામે બેંકની શાખા ઉપર દોડી ગઇ હતી. બેંકમાં
લગાવેલા સીસીટીવી અને ખાનગી ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજો કબજે કરી લૂંટ
કરનારા શખ્સોને પકડવા દોડધામ શરૃ કરી છે. બારડોલી પોલીસે બેંક મેનેજર જતીન રબારીની
ફરિયાદ લઈ ત્રણ અજાણ્યા શખ્સ વિરૃધ્ધ રોકડા રૃ.૧૦.૪૨ લાખની લૂંટનો ગુનો નોંધી તપાસ
હાથ ધરી છે.

વોચમેનકે સિક્યુરીટી
નથી

 રહેણાંક વિસ્તારમાં આવેલી બેંકમાં વોચમેન કે સીકયુરીટી
નથી. સુરત જિલ્લામાં સુડીકો બેન્કની છ શાખાના એટીએમ મશીન તોડી ચોરી અને ચોરીના પ્રયાસના
ગુના નોંધાયેલા છે. જેમાં મોતા ગામે લૂંટ થતાં ચકચાર મચી છે.બેંકના એટીએમ અને બેંકની
શાખા ઉપર સિક્યુરિટી-વોચમેન ન હોય લૂંટ કરવા માટે મોકળું મેદાન મળતું હોય તેમ જણાય
છે.

લૂંટારૃઓએ રેકી કર્યાની શક્યતા 

<

p class=”12News”>મોતા ગામમાં રામેશ્વર મંદિર નજીક
દેસાઈ ફળિયામાં બેંક ઓફ બરોડાની શાખા વર્ષોથી છે. જયારે સુડીકો બેંકની શાખા તા.૦૩-૧૧-૨૦૧૮
રોજ શરૃ થઈ હતી. મંગળવારે લૂંટ કરનારા ત્રણ હિન્દીભાષી શખ્સોએ અગાઉથી રેકી કરી હોવાની
શક્યતા છે. લૂંટ કરનારા શખ્સોએ અગાઉ ચહલ પહલ પર પણ નજર રાખી હોય તેમ જણાય છે. બેંકની
શાખાની સામે આવેલા ચોરા ઉપર દરરોજ ગામના યુવાનો બેઠેલા હોય છે. પરંતુ બપોરનો સમયે યુવાનો
પણ બેઠેલા ન હોય લૂંટ કરનારાઓને સહેલાઈથી સફળતા મળી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s