સિક્યુરીટી ગાર્ડ પિતાએ એક નહીં બબ્બે સગી દીકરીને હવસનો શિકાર બનાવવા પ્રયાસ કર્યો


– 22 અને 17 વર્ષની દીકરીઓ રાતે નિંદ્રાધીન હતી ત્યારે અશ્લીલ હરકતો કરી, મોટી પુત્રીએ બુમાબુમ કરતા પડોશી દોડી આવ્યા

– મૂળ ઉત્તરપ્રદેશના આધેડની પત્નીનું ચાર માસ પહેલા અવસાન થયું હતું

સુરત
અમરોલી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની ચાર મહિના અગાઉ માતાનું છત્ર ગુમાવનાર બે સગી બહેનને તેના પિતાએ હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કરતા મામલો અમરોલી પોલીસમાં પહોંચ્યો છે. રાત્રે નિંદ્રાધીન પુત્રીની બાજુમાં સુઇ જઇ અશ્લીલ હરકત કરનાર નરાધમ પિતાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉત્તરપ્રદેશના બારાબંસી જિલ્લાનો રહેવાસી ઇન્દ્રનાથ રામકિશોર મિશ્રા (ઉ.વ. 42) અમરોલી-ઉત્રાણ રોડ વિસ્તારમાં રહે છે. સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા ઇન્દ્રનાથને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે જયારે પત્ની સંગીતાનું ગત જુન મહિનામાં અવસાન થયું હતું. એકાદ મહિના અગાઉ મોટી પુત્રી કવિતા (ઉ.વ. 22 નામ બદલ્યું છે) રાત્રે સુતેલી હતી ત્યારે ઇન્દ્રનાથ તેની બાજુમાં સુઇ જઇ અશ્લીલ હરકત કરી હતી. પિતાના અક્ષોભનીય વર્તનથી કવિતા ડરી ગઇ હતીઅને તેણે તુરંત જ તેના મામાને સમગ્ર બાબતની વાકેફ કરતા ઇન્દ્રનાથે માફી માંગી લીધી હતી. દરમિયાનમાં ગત રાત્રે ધાગા કટીંગનું કામ કરતી કવિતા રાત્રે 12.30 વાગ્યાના અરસામાં કામ પતાવી બાથરૂમ જઇ રહી હતી ત્યારે હવસખોર નરાધમ પિતા ઇન્દ્રનાથે પુનઃ કવિતાને નિશાન બનાવવાનો પ્રયાસ કરી અશ્લીલ હરકત કરી કીસ કરવા લાગ્યો હતો.

જેથી કવિતાએ બુમાબુમ કરતા પડોશી મહિલા દોડી આવી હતી. જેથી ઇન્દ્રનાથ ત્યાંથી ભાગી ગયો હતો અને કવિતાએ મામાને જાણ કરતા તે પણ દોડી આવ્યા હતા. જયાં કવિતાની ધો. 11 માં અભ્યાસ કરતી નાની બહેન શીતલ (ઉ.વ. 17 નામ બદલ્યું છે) એ પણ મામા અને બહેન સમક્ષ પંદરેક દિવસ અગાઉ તેના પિતાએ રાત્રે ઉંઘમાં જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યાનું કહ્યું હતું. જેને પગલે છેવટે કવિતાએ તેના સગા પિતા ઇન્દ્રનાથ મિશ્રા વિરૂધ્ધ છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવતા પીએસઆઇ અશ્વીન કુવડીયાએ નરાધમની ધરપકડ કરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s