તરૃણીને ભગાડી જઈ દુષ્કર્મ કરનાર મૂળ પંજાબના યુવાનને 20 વર્ષની સખ્તકેદ


સુરત

ઇન્દ્રજીત આરકે 16 વ તરૃણીને લગ્નની લાલચેર્ષની ભગાડી એકથી વધુવાર દુષ્કર્મ કર્યું હતું ઃ તરૃણીને રૃા.1.50 લાખ વળતર આપવા હુકમવા હુકમ

ચારેક
વર્ષ પહેલાં સચીન જીઆઈડીસી વિસ્તારની તરૃણીને લગ્નની લાલચ આપી વાલીપણાના કબજામાંથી
યુ.પી.
, લુધિયાણા ભગાડી જઈને એકથી વધુવાર જાતીય શોષણ કરનાર આરોપી યુવકને આજે
પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ દિલીપ મહીડાએ દોષી ઠેરવી પોક્સો
એક્ટના ભંગ બદલ20  વર્ષની સખ્તકેદ
, 20 હજાર દંડ તથા દંડ ન
ભરે તો વધુ એક વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.જ્યારે ભોગ બનનાર તરૃણીને
વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 1.50 લાખ વળતર ચુકવવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.

સચીન જીઆઈડીસી
વિસ્તારમાં રહેતી 16 વર્ષથી નાની વયની તરૃણીને તા.21-4-17ના રોજ મૂળ ઉત્તર પ્રદેશના
બાંદા-ફત્તેપુર જિલ્લાના વતની  32 વર્ષીય આરોપી
ઈન્દ્રજીત ઈશ્વરીપ્રસાદ આરક (રે.ગેસપુરા
,
સુવારોડ, લુધિયાણા પંજાબ)લગ્નની લાલચ આપીને ભગાડી
ગયો હતો અને લુધિયાણા
, ઉત્તરપ્રદેશમાં એકથી વધુવાર દુષ્કર્મ કર્યુ
ંહતું. તરુણીના પિતાએ તા. 16-5-17 ના રોજ સચીન જીઆઈડીસી પોલીસમાં અપહરણ અને પોક્સો એક્ટના
ભંગ અંગે ફરિયાદ નોંધાવી હતી.

આરોપી
ઈન્દ્રજીત આરક અને તરૃણીને લુધિયાણાથી શોધી કાઢી તા.10 ફેબુ્રઆરી
, 2019ના રોજ આરોપીની
ધરપકડ કરી હતી. કેસની આજે અંતિમ સુનાવણી હાથ ધરાઇ હતી. આરોપીના બચાવપક્ષે
મુખ્યત્વે ૨૫ દિવસ મોડી ફરિયાદ કરવા અંગે ખુલાસો ન કરવા પીડિત સગીર હોવાનો પુરાવો
નથી
, જુબાનીમાં વિસંગતતાની રજૂઆત થઇ હતી. જ્યારે સરકારપક્ષે
એપીપી અરવિંદ વસોયાએ આરોપી સામેનું તહોમતનામુ પુરવાર કરવા 10 જેટલા સાક્ષીઓના
મૌખિક પુરાવા તથા 18 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા.

ભોગ
બનનાર બનાવ સમયે ૧૨ થી ૧૪ વર્ષની સગીર હોવાનું વિશ્વસનીય પુરાવાથી સાબિત કર્યું
હતુ. જેથી ભોગ બનનારની સંમતિ અંગેનો પ્રશ્ન જ રહેતો ન હોઈ કોર્ટે પોક્સો એક્ટના
ભંગ બદલ આરોપીને દોષી ઠેરવી ૨૦ વર્ષની સખ્તકેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો
છે.

સજામાં રહેમની
ભીખ નકારી કોર્ટે કહ્યું
,
જરુર કરતા વધુ દયા બતાવાય ત્યારે બહુજન સમાજનું હિત જોખમાય છે

કોર્ટે આરોપીની સજામાં રહેમની ભીખને નકારી કાઢતા જણાવ્યું
હતું કે
, સગીર હોવાનું જાણવા છતા આરોપીએ તરૃણીને
ભગાડી એકથી વધુવાર દુષ્કર્મ કર્યું છે. વધુમાં કોર્ટે જણાવ્યું હતું કે
, સગીર બાળકનું જીવન નર્ક સમાન બનાવનાર નરાધમો આવા પ્રકારના ગુના કરતા અટકે
અને સમાજમાં બાળાઓ સુરક્ષિત જીવન પસાર કરી શકે તેવા સમાજનું નિર્માણ કરવા કાયદા
ઘડવામાં આવ્યા છે. જ્યારે જરૃર કરતાં વધુ દયા બતાવવામાં આવે ત્યારે બહુજન સમાજનું
હિત જોખમાય છે

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s