ગરબાની મંજુરી આપનાર કુલપતિ પણ ફિક્સમાં

– ગરબા રમવા આવેલા કેમ્પસમાં ભણતા નથી કે
હોસ્ટેલમાં રહેતા નથી !

– કોરોનાને
પગલે ગરબાની મંજુરીની કુલપતિ પાસે સત્તા જ નથીઃ આયોજકો સામે ગુનો દાખલ કરવા
NSUIની
માંગણી

     સુરત

કોરોનાની
ગાઇડ લાઇનમાં કુલપતિ પાસે ગરબા રમવા માટે મંજુરી આપવાની સત્તા જ નહીં હોવા છતા
મંજુરી આપતા ફિકસમાં મુકાઇ જાય તેમ છે. જે ગરબા રમવા આવ્યા હતા તે યુનિવર્સિટી
કેમ્પસમાં અભ્યાસ કરતા નથી કે હોસ્ટેલમાં રહેતા નથી. આથી ગરબા આયોજક સામે ફોજદારી
દાખલ કરવા માંગ કરાઇ છે.

નર્મદ
યુનિવર્સિટીમાં ગરબા રમવાની મંજુરી આપીને કુલપતિ પણ ફિક્સમાં મુકાઇ ગયા છે.
એનએસયુઆઇ દ્વારા પોલીસ કમિશ્નરને રજુઆત કરાઇ હતી કે કોરોનાની જે ગાઇડ લાઇન બહાર
પાડવામાં આવી છે. તેની વિરુદ્વમાં જઇને ગરબા ડે નું આયોજન કરાયુ છે. આ આયોજનની
પરવાનગી એબીવીપીના કાર્યકર કે જે યુનિવર્સિટીના કેમ્પસમાં અભ્યાસ કરતા નથી. તથા
હોસ્ટેલમાં રહેતા નથી. તથા આ વિદ્યાર્થીને કુલપતિએ ફકત મૌખિક મંજુરી આપેલી હતી.
સરકાર
, પોલીસ
કમિશ્નરની ગાઇડલાઇનની ઉપરવટ જઇ કુલપતિ પોતે આ પરવાનગી આપવા માટે સત્તા ધરાવતા નથી.
એટલુ જ નહીં જે પણ ગરબા રમવા આવ્યા હતા તે કેમ્પસની હોસ્ટેલમાં રહેતા નહોતા કે
અભ્યાસ પણ કરતા નહોતા. તો તેમને ગરબાની મંજુરી કેવી રીતે અપાઇ 
? જેથી સીસીટીવીના
ફુટેજના આધારે તપાસ કરીને ગરબા આયોજકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગણી થઇ છે.

યુનિ.
સત્તાધિશોએ એબીવીપીને છુટો દોર આપ્યો છે
,
મીડિયા સાથે પણ બેહુદુ વર્તન કરતા ખચકાતા નથી

<

p class=”12News”>નર્મદ
યુનિવર્સિટીના સતાધીશોએ યુનિવર્સિટીમાં જાણે એબીવીપીના કાર્યકરોને છુટો દૌર આપી
દીધો છે. યુનિવર્સિટીમાં પોતાનું રાજ ચલાવવા માંગતા હોય તેમ કાર્યકરો મીડિયા સાથે
પણ બેહુદુ વર્તન કરી રહ્યા છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં ફરજના ભાગરૃપે કવરેજ
કરવા ગયેલા મીડિયાકર્મીને એબીવીપીના કાર્યકરોએ ગેટ ઉપર અટકાવીને ધક્કો મારીને અંદર
જતા અટકાવી દીધો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s