સુરત: યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનામાં પોલીસ કમિશ્નર માફી માંગે અને 24 કલાકમાં કાર્યવાહી કરી જવાબદારીને સસ્પેન્ડ કરે

સુરત,તા.12 ઓક્ટોબર 2021,મંગળવાર

નર્મદ યુનિવર્સિટીના કેમ્પસમાં ગરબા રમી રહેલા વિદ્યાથીઓ અને ABVP ના કાર્યકરોને ઉમરા પોલીસ જવાન દ્વારા માર મારવાની ઘટનામાં પીઆઈ સહિત તમામ સ્ટાફને તુરત સસ્પેન્ડ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું  

નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં ગરબા રમી રહેલા વિદ્યાર્થી અને ABVP ના કાર્યકરોને મર મારવાની ઘટનામાં આજે સવારે કેમ્પસ થોડીવાર માટે બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને આવેદપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં થયેલી રજૂઆત મુજબ નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં  યુનિવર્સીટીની અનુમતિ, સહમતી અને કોરોનાની રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલી ગાઈડ લાઈન્સને અનુસરીને ગરબા ડે યોજાયો હતો. યુનિવર્સીટી પ્રસાશનની મંજુરી વગર સાદા કપડામાં સુરતનાં ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ગરબા પંડાલમાં વિદ્યાર્થીઓ પર જીપ ચઢાવાનો પ્રયત્ન કર્યો. આવેશવશ અને નશાના જોશમાં પોલીસકર્મીઓએ નિર્દોષ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને જબરદસ્તીથી ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં લઇ જાય છે અને માર-પિટ કરે છે. આ મારપીટમાં સામાન્ય વિદ્યાર્થીઓ, અ.ભા.વિ.પ.ગુજરાતનાં પ્રદેશ મંત્રી હિમાલયસિંહ ઝાલા , પ્રદેશ સહમંત્રી વિરતીબેન શાહ, સુરત મહાનગર મંત્રી હિતેશ ગીલાતર, ઇશાનમટુ સહીતના વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી છે. જેની સારવાર સુરતની હોસ્પિટલમાં ચાલી રહી છે.  જીલ્લા કલેકટરને આવેદન આપી માંગ કરે અને સંસ્થાની પ્રતિષ્ઠાને ધૂળમાં મિલાવતી ઉંમરા પોલીસની આ હરકત પર સુરત પોલીસ કમિશ્નાર માફી માંગે. તેમજ 24 કલાકમાં પી.આઈ. કિરણ મોદી અને પી.એસ.આઈ. બીપીન પરમાર, ડી સ્ટાફ કોન્સ્ટેબલ ઇસુ ગઢવી સહિતના સ્ટાફને સસ્પેન્ડ કરવાની માંગ કરાઇ છે ઉપરોક્ત માગો પર વિચારણા કરી સંતુષ્ટિજનક પરિણામ આવે. આવું ન થવા પર રાજ્યભર માંર્થી વિદ્યાર્થીઓ દ્વારા સુરત પોલીસ કમિશ્નરનો ઘેરાવ કરવામાં આવશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s